દુનિયાનો સૌથી મોટો નીલમ આંગણામાં પડેલો મળ્યો, જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ.
જરા વિચારો, દુનિયાનો સૌથી મોટો નીલમ તમને આંગણામાંથી એમ જ પડેલો મળી જાય તો? તે નીલમ જેની બજારમાં કિંમત 700 કરોડથી પણ વધુ હોય. એવું થાય તો તમારા હોંશ જ ઉડી જાય. અને એવું જ કાંઈક શ્રીલંકામાં રહેતા એક કુટુંબ સાથે થયું. ઘરની પાછળ કુવાનું ખોદકામ કરતા શ્રીલંકાના વ્યક્તિના હાથમાં આ ખજાનો આવ્યો.
આ ઘટના શ્રીલંકાના રત્નપુરાની છે. અહિયાં હીરાના વેપારી મિસ્ટર ગોમેજ ઘરના આંગણામાં કુવાનું ખોદકામ કરાવી રહ્યા હતા. ખોદકામ દરમિયાન મજૂરોને આ કિંમતી વસ્તુ મળી. માનવામાં આવે છે કે, આ વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં રત્ન છે. નિષ્ણાંતોના માનવા મુજબ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 100 મીલીયન ડોલર એટલે લગભગ 700 કરોડ રૂપિયાથી વધુ છે.
વજન સાંભળીને ચોંકી જશો તમે : મિસ્ટર ગોમેજને જે નીલમ મળ્યો છે, તેનું વજન લગભગ 510 કિલો જણાવવામાં આવી રહ્યું છે. તેને સેરિંડીપીટી સફાયર (Serendipity Sapphire) નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ થાય છે ભાગ્યથી મળેલો નીલમ. આ નીલમ 2.5 મીલીયન કેરેટનો છે. સુરક્ષાના કારણોથી મિસ્ટર ગોમેજે પોતાનું આખું નામ નથી જણાવ્યું. ખાસ કરીને તે ઘણા નીલમનો એક ગુચ્છો છે, જે માટી કે કીચડને કારણે જ એક બીજા સાથે જોડાયેલા છે.
એક વર્ષ પછી મળ્યું ક્લીયરેંસ : બીબીસીના સમાચાર મુજબ આ નીલમ ગયા વર્ષે મળ્યો હતો, પણ તંત્રને તેને ક્લીયરેંસ આપવામાં લાંબો સમય લાગી ગયો. આ રત્નમાં માટી, કીચડ અને બીજી અશુદ્ધિઓ દુર કરવામાં તેમને મહિનાઓનો સમય લાગી ગયો. ત્યાર પછી જ તેને સર્ટીફીકેટ આપવામાં આવ્યું. સફાઈ દરમિયાન મોટા પ્રમાણમાં ઉચ્ચ ક્વોલેટીના રત્ન પડતા રહ્યા. નિષ્ણાંતો હજુ સુધી એ અનુમાન નથી લગાવી શક્યા કે તેમાં કેટલા ઉચ્ચ ક્વોલેટીના રત્ન મળી ચુક્યા છે.
રત્નનું પાટનગર રત્નપુરા : રત્નપુરાને શ્રીલંકાના રત્નોનું પાટનગર કહેવામાં આવે છે. અહિયાં મોટા પ્રમાણમાં રત્ન મળી આવે છે. શ્રીલંકા દુનિયાભરમાં પન્ના, નીલમ અને બીજા કિંમતી રત્નોની નિકાસ માટે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે રત્નોની નિકાસથી 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ હતી. પ્રિન્સ વિલિયમ્સની પત્ની કેટ મીડીલટને પોતાના લગ્ન વખતે શ્રીલંકાનો નીલમ જ પહેર્યો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, આટલો મોટો નીલમ પહેલા નથી જોવા મળ્યો અને માનવામાં આવી રહ્યું છે કે લગભગ 40 કરોડ વર્ષ પહેલા તે બન્યો હશે.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.