યુવાન છોકરીના માં બાપ ચેતીને રહે, અહીં 20 વર્ષની છોકરી એક આધેડને પોતાનું દિલ આપી બેઠી, વાંચો સંપૂણ બનાવ.
પ્રેમ વય મર્યાદાને ધ્યાનમાં લેતો નથી. અને એવો જ એક કિસ્સો બિહારની રાજધાની પટનામાંથી સામે આવ્યો છે. પુનપુન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કામેશ્વર સિંહ ચોકના રહેવાસી ત્રણ બાળકોના પિતા રણજીત કુમારને પોતાના મકાનમાં ભાડેથી રહેતી 20 વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. અને તેમના સંબંધીઓના વિરોધ છતાં પણ રણજીતે તે યુવતીને મળવાનું બંધ કર્યું નહીં.
પોતાના સંબંધને યોગ્ય સાબિત કરવા માટે તેમણે નોટરી કરાવીને તેને દત્તક લેવાના દસ્તાવેજ પણ બનાવી લીધા. આવી સ્થિતિમાં થાકીને તે આધેડની પત્ની લીલા દેવીએ શનિવારે પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. પોલીસે રવિવારે આધેડ વ્યક્તિની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. તેમજ છોકરીના સંબંધીઓ તેને ભાડાના મકાનમાંથી પાછી લઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુનપુનના કામેશ્વરસિંહ ચોક પાસે રહેતા રણજીત કુમાર (45) ને ત્રણ પુત્રો છે. તેમાંથી એક દીકરાના લગ્ન થયા છે. એવું કહેવાય છે કે, રણજીતે બે વર્ષ પહેલા મસૌદીની એક 20 વર્ષની યુવતીને પોતાનું મકાન ભાડેથી આપ્યું હતું. તે મકાનમાં છોકરી એકલી રહેતી હતી. રણજીત ધીમે ધીમે તે છોકરીને પસંદ કરવા લાગ્યા.
થોડા જ દિવસોમાં ઘરમાં થતી વાતો પ્રેમમાં ફેરવાઈ ગઈ. જયારે રણજીત કુમારની પત્ની લીલાને આ વિશે ખબર પડી તો તેમણે તેનો વિરોધ કર્યો. રણજીતના બાળકોએ પણ તે છોકરી સાથે થતી વાતચીત સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેઓ માન્યા નહિ. ઘરમાં યુવતીને લઈને પતિ – પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો. આરોપ છે કે, પોતાના ગેરકાયદે સંબંધને યોગ્ય સાબિત કરવા માટે, એક મહિના પહેલા તેમણે નોટરી દ્વારા છોકરીને દત્તક લેવાના દસ્તાવેજ બનાવડાવ્યા હતા.
આ બધાથી કંટાળીને લીલા દેવીએ શનિવારે પોતાના પતિ વિરુદ્ધ FIR નોંધાવી. માહિતી મળતા પોલીસે રવિવારે રણજીત કુમારની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દીધી હતા. આ દરમિયાન રવિવારે સાંજે તે છોકરીના માતા અને પિતા ત્યાં પહોંચ્યા અને પોતાની પુત્રીને સાથે લઈ ગયા.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.