ખેડૂત પુત્રોએ બનાવી અનાજના દાણામાંથી ગણેશજીની મૂર્તિ, ફોટા જોઈને કહેશો આ તો પ્રોફેશનલ મૂર્તિકાર જેવું કામ કર્યું છે.
નમસ્કાર મિત્રો, તમે બધા એ વાત તો જાણો જ છો કે હાલ આખા ભારતમાં લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં લોકો ગણપતિની પૂજા અને ભક્તિ કરે છે. તેના માટે ઘરમાં અથવા શેરી કે મુખ્ય માર્ગ પર મંડપ બનાવીને ગણપતિનું મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
તમને આખા દેશમાં અલગ અલગ પ્રકારની ગણપતિની મૂર્તિ જોવા મળશે. કોઈ જગ્યાએ નાની મૂર્તિ હોય છે તો કોઈ જગ્યાએ મોટી. લોકો અલગ અલગ થીમ પર ભણેલી મૂર્તિ લાવે છે, જેમકે કોઈ મૂર્તિમાં ગણપતિ ડોક્ટરના રૂપમાં હોય છે, તો કોઈ મૂર્તિમાં આર્મી ઓફિસરના રૂપમાં. કોઈ મૂર્તિ પીઓપી માંથી બનેલી હોય છે તો કોઈ માટી માંથી.
પણ આજે અમે જે મૂર્તિ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે મૂર્તિ અનાજના દાણા માંથી બનાવવામાં આવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં કેટલાક ખેડૂતોએ સોયાબીનના દાણામાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે. જિલ્લાના કામરગાંવના જય ભવાની – જય શિવાજી સાર્વજનિક ગણેશ મંડળે જે ગણેશની મૂર્તિની સ્થાપના કરી છે, તે કોઇ થર્મોકોલ અથવા પીઓપીથી નહીં પણ સોયાબીનના દાણામાંથી બનાવવામાં આવી છે.
આ મૂર્તિ બનાવવા માટે 7 કિલો સોયાબીનના દાણાનો ઉપયોગ કરવામાં આવ્યો અને મૂર્તિને 16 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ મંડળના સભ્યમાં ખેડૂત અને ખેડૂત પુત્રો જ છે. 7 ખેડૂતોએ તેમના ઘરેથી 1-1 કિલો સોયાબીન ભેગા કરીને આ મૂર્તિ બનાવી છે.
સોયાબીનના દાણામાંથી બની ગણેશજીની મૂર્તિ :
એક હજાર રૂપિયા ખર્ચ્યા : જો આપણે ખર્ચની વાત કરીએ તો બોર્ડના સભ્યના જણાવ્યા અનુસાર 400 રૂપિયાના સોયાબીન, 100 રૂપિયાનું ફેવિકોલ અને કેટલાક પરચુરણ સામાન મળીને લગભગ 1 હજાર રૂપિયા ખર્ચ થયા છે.
માત્ર 1000 રૂપિયામાં બનાવી મૂર્તિ : મંડળના અધિકારીઓએ જણાવ્યું કે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વજન માત્ર 30 થી 35 કિલો છે. માત્ર 1 હજાર રૂપિયામાં બનેલી આ મૂર્તિ ખૂબ જ આકર્ષક લાગે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.