આ છોકરીએ રચ્યો ઈતિહાસ, બની દુનિયાની સૌથી હોંશિયાર વિદ્યાર્થીની, ઘણા દેશોના બાળકોને ચટાડી ધૂળ.
11 વર્ષની ભારતીય અમેરિકી છોકરી નતાશા પેરી (Natasha Peri) ને SAT અને ACT સ્ટેન્ડરાઇઝડ ટેસ્ટમાં તેના જોરદાર પરફોર્મન્સ માટે એક પ્રસિદ્ધ અમેરિકી વિશ્વવિદ્યાલય દ્વારા દુનિયાની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીની માંથી એક માનવામાં આવી છે.
કેવી રીતે લેવામાં આવે છે પરીક્ષા? સ્કોલેસ્ટીક અસેસમેંટ ટેસ્ટ (SAT) અને અમેરિકન કોલેજ ટેસ્ટીંગ (ACT) બંને જ સ્ટેન્ડરાઈઝડ ટેસ્ટ છે જેનો ઉપયોગ ઘણી કોલેજ તે નિર્ધારિત કરવા માટે કરે છે કે કોઈ વિદ્યાર્થીને પ્રવેશ માટે સ્વીકારવાના છે કે નહિ. અમુક બાબતોમાં, કંપનીઓ અને સેવાકીય સંસ્થાઓ પણ આ અંકોનો ઉપયોગ યોગ્યતા આધારિત શિષ્યવૃત્તિ આપવા માટે કરે છે. તમામ કોલેજના વિદ્યાર્થીઓને SAT કે ACT લેવાની જરૂર રહે છે અને પોતાનો સ્કોર તેની સંભવિત કોલેજોને સબમિટ કરાવવો પડે છે.
કઈ સ્કુલમાં ભણે છે પેરી? ન્યુ જર્સીના થેલ્મા એલ સેન્ડમિયર એલીમેનટ્રી સ્કુલની વિદ્યાર્થીની પેરીને SAT, ACT માં તેના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવી છે. તે 84 દેશોના લગભગ 19,000 વિદ્યાર્થીનીઓ માંથી એક હતી, જે 2020-21 ટેલેન્ટ સર્ચ યરમાં સેંટર ફોર ટેલેન્ટેડ યુથ (CTY) માં સામેલ થઇ હતી.
એડવાન્સ વિદ્યાર્થીઓમાં સામેલ થઇ નતાશા પેરી : CTY દુનિયાભરના એડવાન્સ વિદ્યાર્થીઓની ઓળખ કરવા અને તેની વાસ્તવિક એકેડેમીક એબીલીટીની એક સ્પષ્ટ છબી પ્રદાન કરવાનું કામ કરે છે. નતાશા પેરીએ સ્પ્રિંગ 2021 માં જોન્સ હોપકિન્સ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ આપી, જ્યાં તે ગ્રેડ 5 માં હતી. વર્બલ અને ક્વાંટેટિવ સેક્શનમાં પેરીનો એડવાન્સ ગ્રેડ 8, પરફોર્મન્સ 90th પરસેન્ટાઈલ રહ્યો, પેરીએ જણાવ્યું કે ડુંડલિંગ અને જે આર આર ટોલ્કિનની નવલકથાઓ વાંચવી તેના માટે મદદરૂપ થઇ શકે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.