કંજુસાઈની બધી હદો કરી પાર, પૈસા બચાવવા માટે આ મહિલાએ ત્રણ વર્ષથી નથી ધોયા કપડાં.
આ દુનિયામાં લોકો પૈસા બચાવવા માટે જાત જાતના રસ્તા અપનાવે છે. અને હાલમાં અમેરિકાની એક એવી જ કંજૂસ મહિલાની સ્ટોરી ઘણી શેર થઈ રહી છે, જેણે પૈસા બચાવવાના ચક્કરમાં 3 વર્ષથી પોતાના કપડાં પણ નથી ધોયા. અને તે મહિલાની કંજુસાઈની સ્ટોરી અહીં પુરી નથી થતી. પૈસા બચાવવા માટે તે મહિલા જે કામ કરે છે તેને જાણીને તમે ચકિત થઇ જશો.
અમેરિકાના ન્યુયોર્કમાં રહેવા વાળી કેટ હાશીમોટોએ ટીએલસીના એક્સ્ટ્રીમ ચીપસ્કેટર શો માં વાત કરતા જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી ન્યુયોર્કમાં રહે છે. આ શહેર ઘણું મોંઘુ છે, પણ અહીં પોતાના ખર્ચને ઓછો કરવા માટે તેમણે ખાસ રીતો શોધી કાઢી છે. તે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને પૈસા બચાવે છે.
કેટ હાશીમોટોએ જણાવ્યું કે, તે એક મહિનામાં ફક્ત 200 ડોલર (14,800 રૂપિયા) ખર્ચ કરે છે. જોકે જ્યાં પૈસા ખર્ચ કરવાની જરૂર હોય છે, ત્યાં પણ તે પૈસા ખર્ચ કરવાથી બચે છે. કેટે પોતાના ઘર માટે ક્યારેય ફર્નિચર નથી ખરીદ્યું, પણ રસ્તાના કિનારે પડેલા ભંગારનો ઘરના ફર્નિચરના રૂપમાં ઉપયોગ કરે છે.
તેમણે જણાવ્યું કે, ઘણી વખત લોકો પોતાના જુના ફર્નિચરને બેકાર સમજીને ઘરની બહાર ફેંકી દે છે. તે ફર્નિચરને કચરો ઉચકવાવાળા લોકો લઇ જાય તે પહેલા હું તે ફર્નિચરને મારા ઘરે લઇ આવું છું અને તેનો ઉપયોગ મારા ઘર માટે કરું છું. આ રીતે મેં ઘણા પૈસા બચાવ્યા છે.
ખાવાનું ખાવા માટે તેમના ઘરમાં ડાઇનિંગ ટેબલ નથી, તેના માટે તેમણે જુના મેગેઝીનના બંડલનું ટેબલ બનાવ્યું છે, જેના પર પ્લેટ અને અન્ય વસ્તુઓ મૂકીને તે ખાવાનું ખાય છે. સુવા માટે પલંગ પણ નથી, તેના માટે તેમણે ઘણા યોગા મેટ ભેગા કરીને પથારી બનાવી છે.
કેટે જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી તેમણે પોતાના માટે એક પણ કપડાં નથી ખરીદ્યા. તેમણે છેલ્લે પોતાના માટે એક અંદરવિયર લીધી હતી. કપડાં ધોવાના સાબુનો ખર્ચ બચાવવા માટે તેમણે ત્રણ વર્ષથી કપડાં નથી ધોયા.
કેટનું કહેવું છે કે, સ્નાન કરતી વખતે કપડાં પાણીમાં ધોવાઈ જાય છે, તો અલગથી ધોવાની શું જરૂર છે? એટલું જ નહિ, પૈસા બચાવવા માટે તે ટોયલેટ પેપર પણ નથી ખરીદતી. તે પોતાને સાફ કરવા માટે ફક્ત પાણી અને સાબુનો ઉપયોગ કરે છે.
જોકે આ રીતની બચત કરીને તેમણે અત્યાર સુધી કેટલા પૈસા ભેગા કર્યા છે, તે વિષયમાં સ્પષ્ટ જાણકારી નથી. પણ તેમની પૈસા બચાવવાની આ રીતો જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.