શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeઅજબ-ગજબએક કચરો વીણવાવાળી મહિલા એવું કડકડાટ અંગ્રેજી બોલી કે લોકોની આંખો પહોળી...

એક કચરો વીણવાવાળી મહિલા એવું કડકડાટ અંગ્રેજી બોલી કે લોકોની આંખો પહોળી થઈ ગઈ, જુઓ વિડીયો.


કચરો ઉપાડવાવાળી એક ગરીબ મહિલા બોલી કડકડાટ અંગ્રેજી, તો સાંભળવાવાળા થઇ ગયા ચકિત.

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર કાંઈકને કાંઈક ઉત્તમ દેખાતું રહે છે. ક્યારેક ફની વિડીયો ઘણા શેર થાય છે, તો ક્યારેક ગીત ગાતા કે વાજિંત્ર વગાડવા વાળા વિડીયો. હાલમાં બેંગલુરુની એક મહિલાનો એક વિડીયો શેર થઇ રહ્યો છે, જેમાં તે કડકડાટ અંગ્રેજી બોલતી દેખાઈ રહી છે. કમાલની વાત એ છે કે, તે મહિલા કચરો વીણે છે. તેનો વિડીયો જોઈ લોકો ચકિત થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે, જેમ કોઈ પુસ્તકના કવર જોઈને તેને જજ ન કરવું જોઈએ. તેમ આ મહિલાને જોઇને તમે વિશ્વાસ નહિ કરી શકો કે તે આટલું સારું અંગ્રેજી બોલે છે.

ઈંસ્ટાગ્રામ ઉપર સચિના હેગરે શેર કર્યો વિડીયો : સોશિયલ મીડિયા હેન્ડલ ઈંસ્ટાગ્રામ ઉપર સચિના હેગર નામની એક યુઝરે તેમનો વિડીયો શેર કર્યો છે. સચિનાએ જણાવ્યું કે, કામની બાબતમાં રોડ ઉપરથી પસાર થતા તેમની મુલાકાત કચરો વીણવા વાળી આ મહિલા સાથે થઇ હતી. સદાશિવનગરમાં તે મહિલા કચરો વીણે છે. જયારે બંનેએ વાતચીત શરુ કરી તો સચિનાને ખબર પડી કે કચરો વીણવા વળી મહિલા કડકડાટ અંગ્રેજી બોલી શકે છે.

તે મહિલાએ અંગેજીમાં સચિનાને પોતાના વિષે તમામ વાતો જણાવી હતી. વિડીયો શેર કરતા સચિનાએ કેપ્શન લખ્યું છે, સ્ટોરીઓ હંમેશા તમારી આસપાસ હોય છે. તમારે બસ એટલું કરવાનું છે કે થોભો અને ચારે તરફ જુવો. કાંઈક સુંદર તો કાંઈક પીડા દાયક, પણ થોડા ફૂલો વગર જીવન શું છે… આ અદ્દભુત ઉત્સાહી મહિલા વિષે પરિચય મેળવવા ઈચ્છો છો. તો તમારા માંથી કોઈ તેને જુવે છે તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો.

જાપાન જઈ ચુકી છે મહિલા : મહિલાએ વધુ વાતચીતમાં જણાવ્યું કે, તે 7 વર્ષ જાપાનમાં રહીને આવી છે. ત્યાં તે એક ઘરમાં કામ કરતી હતી અને જયારે તે લોકોને તેની જરૂર ન રહી તો તેને પાછી મોકલી દેવામાં આવી. દેશમાં પાછા આવ્યા પછી તેમને કોઈ કામ ન મળ્યું એટલા માટે તેમણે રોડ ઉપર કચરો વીણવાનું પસંદ કર્યું અને તે વેચીને પૈસા કમાવાનું શરુ કર્યું. આ રીતે કડકડાટ અંગ્રેજી બોલવા વાળી મહિલાનું ગુજરાન ચાલે છે.

સુંદર શબ્દોમાં જણાવ્યું જીસસ ક્રાઈસ્ટ સાથે રહે છે : સચિનાએ એક બીજો વિડીયો શેર કર્યો છે, જેમાં સચિનાએ તેમને પૂછ્યું કે શું તે એકલી રહે છે? તો તેમણે તેમને જીસસ ક્રાઈસ્ટનો ફોટો દેખાડીને કહ્યું કે, તેમના હોવાથી કોઈ એકલા કેવી રીતે રહી શકે છે? તેવામાં તેમણે એક સુદંર કવિતા અંગ્રેજીમાં ગાઈ અને વચ્ચે પોતાનું નામ પણ જણાવ્યું. વિડીયો ઉપરથી જાણી શકાય છે કે મહિલાનું નામ સીસીલિયા માર્ગરેટ લોરેન્સ છે.

લોકો કરી રહ્યા છે મહિલાની પ્રશંસા : લોકોને તેમનો વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ આ મહિલાના અંગ્રેજી અને તેમની વાતચીત કરવાની છટાથી ચકિત છે. એટલું જ નહિ બંને વિડીયો મળીને અત્યાર સુધી લગભગ 18 હજારની આસપાસ લોકો લાઈક કરી ચુક્યા છે. અમને આશા છે કે તમને આ લેખ સારો લાગ્યો હશે. તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક ઉપર લાઈક શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

જુઓ વિડીયો :

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular