પોતાની બીમાર દીકરીની ખુશી માટે માં એ પોતાની દીકરીની દીકરીને આપ્યો જન્મ, દુનિયાએ કહ્યું – માં તને…
આ દુનિયામાં ‘માં’ ની સરખામણી ઈશ્વર સાથે કરવામાં આવે છે, તેની પાછળનું કારણ છે કે માં પોતાના બાળકોનું દુઃખ ક્યારે પણ સહન નથી કરતી. તેમના દુઃખ દુર કરવા માટે તે તમામ પ્રયત્ન પણ કરે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી શેર થઇ રહ્યા છે, તે સમાચાર મુજબ એક માં એ પોતાની દીકરીનો જીવ બચાવવા માટે પોતાની દીકરીની દીકરીને જન્મ આપ્યો છે.
ધ સન મુજબ, તે માં ને જયારે ખબર પડી કે તેની દીકરી બાળકને જન્મ આપવામાં સક્ષમ નથી. અને જો તે બાળકને જન્મ આપવા પ્રયત્ન કરે, તો તેનો જીવ પણ જઈ શકે છે. આ જાણ્યા પછી તે માં એ તેની દીકરીના સંતાનને પોતાના પેટમાં ઉછેરવાનો નિર્ણય લીધો. અને માં એ પોતાની દીકરીની દીકરીને જન્મ આપ્યો.
ધ સન મુજબ, આ સમાચાર બ્રાઝીલના છે. અહિયાં એક નાનીએ પોતાની પૌત્રીને જન્મ આપીને એ સાબિત કર્યું છે કે, માં પોતાના બાળકોના ભલા માટે કાંઈ પણ કરી શકે છે. આ સમગ્ર ઘટના બ્રાઝીલના સેંટ કટરીના શહેરની છે. અહિયાં 53 વર્ષની રોસીકલીયા ડી એબ્રુ કાર્સેમ (Rosicleia de Abreu Carlsem) એ પોતાની દીકરીની દીકરીને જન્મ આપ્યો છે. જયારે આ સમાચાર વિષે લોકોને ખબર પડી તો લોકો ચિકિત થઇ ગયા છે. આ સમાચાર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બનેલા છે.
દીકરીની બીમારીને કારણે લીધો નિર્ણય : રોસીકલીયા ડી એબ્રુ કાર્સેમની 29 વર્ષની દીકરી છે, જેને 2014 થી પલ્મનરી એમ્બોલીજ્મ નામની બીમારી છે. આ બીમારીમાં શરીરમાં લો હીના ગઠ્ઠા જામી જાય છે. તેથી ડોક્ટર તેને પ્રેગનેન્સીથી દુર રહેવાની સલાહ આપી રહ્યા હતા. જો રોસીકલીયાની દીકરી પ્રેગનેન્ટ થાય તો તેના જીવને જોખમ હતું. જયારે દીકરીની આ બીમારી વિષે તેની માં ને ખબર પડી તો તેમણે એવો નિર્ણય લીધો જે દુનિયા માટે એક ઉદાહરણ બન્યું.
પોતાના આ નિર્ણય ઉપર રોસીકલીયાએ જણાવ્યું કે, તે તેમનો પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ છે. પોતાની દીકરીનો ઉત્સાહ વધારવા માટે તેમણે આ નિર્ણય લીધો છે. રોસીકલીયા જણાવે છે કે, મારું સૌભાગ્ય છે કે મારી કોખ માંથી દીકરી અને દીકરીની દીકરીનો જન્મ થયો છે.
રોસીકલીયાની દીકરીનું નામ ઈન્ગ્રીડ છે અને તેના પતિનું નામ ફેબીઆના છે. બંને પોતાની દીકરી મેળવીને ઘણા ખુશ છે. આઈવીએફ ટેકનીકની મદદથી દીકરીનો જન્મ થયો છે. તેમાં લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ થયા છે, જે ક્રાઉડફંડીંગ દ્વારા એકઠા કરવામાં આવ્યા છે.
આ માહિતી એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.