દુનિયાભરના ભુખ્ખડ લોકો માટે મોટી ચેલેન્જ, હજુ સુધી કોઈ પૂરો નથી કરી શક્યો આ નાસ્તો.
વીકેંડ ઉપર હંમેશા લોકો હેવી નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ કરે છે. પણ બ્રેકફાસ્ટમાં એક સાથે 3-4 દિવસ ચાલે એટલી કેલેરી ખાવી કદાચ જ કોઈ વ્યક્તિ માટે શક્ય હોય. અમે અહીં આવા હેવી બ્રેકફાસ્ટની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે, બ્રિટેનના કાર્ડીફ કેફેએ એક એવો ટાઈટન બ્રેકફાસ્ટ લોન્ચ કર્યો, જેમાં 57 આઈટમ છે. આ તમામ આઈટમની કુલ કેલેરી 8,000 થી વધુ છે.
સામાન્ય રીતે એક સામાન્ય વ્યક્તિ 3 થી 4 દિવસમાં આટલી કેલેરી ખાય છે. આ બ્રેકફાસ્ટના લોન્ચિંગ પછી જ ઘણા લોકોએ આ બ્રેકફાસ્ટને એક જ વખતમાં પૂરો કરવાની ચેલેન્જ લીધી, પણ હજુ સુધી કોઈ પણ તેમાં સફળ નથી થઇ શક્યા.
ટાઈટન બ્રેકફાસ્ટમાં છે 57 આઈટમ્સ : આ ટાઈટન બ્રેકફાસ્ટમાં બેકનના 8 રૈશર, 8 સોસેજ, 8 તળેલા ઈંડા, 6 હેશ બ્રાઉન, બ્લેક પુડિંગની 6 સ્લાઈસ અને એક પાઉંડ મશરૂમ સહીત ઘણી ડીશો શામેલ છે. તે ઉપરાંત એક પાઉંડ તળેલા બટેટા, એક આમલેટ, ટમેટા, બેક્ડ બીન્સ, 3 વેનીલા પેનફેક્સ, બટર વાળી બ્રેડની 4 સ્લાઈસ, તળેલી બ્રેડની 4 સ્લાઈસ, ટોસ્ટ પણ શામેલ છે.
બ્રેકફાસ્ટ ટ્રે જોઈને ઉડયા હોંશ : મેટ્રો યુકેના રીપોર્ટ મુજબ વેલ્સ ઓનલાઈનના રીપોર્ટર જોન જોન્સે પણ આ ચેલેન્જને સ્વીકારી. પણ જેવી જ ટેબલ ઉપર બ્રેકફાસ્ટની 57 ડીશોથી સજાવેલી પ્લેટ આવી કે તેમની હાલત ખરાબ થઇ ગઈ. તે ખાવાનું શરુ કરતા પહેલા નર્વસ થઇ ગયા. ત્યાર પછી તેમણે ખાવાનું શરુ કરવાની યોજના બનાવી.
સામે હતો ખાવાનો પહાડ : જોન કહે છે કે, મેં ટમેટા, બીન્સ અને મશરૂમ થોડી પરેશાની સાથે જેમ તેમ પૂરું કર્યું, પણ 20 મિનીટ પછી મને સમજાયું કે હજુ તો મેં એક પ્લેટ જ ખલાસ કરી છે. સોસેજ, ઈંડા, બેકન અને બ્રેડનો પહાડ તો મારી સામે એવોને એવો રાખવામાં આવ્યો હતો.
સ્ટાફે કર્યા પ્રોત્સાહિત : તે દરમિયાન કેફેના સ્ટાફે પણ તેમને પ્રોત્સાહિત કર્યા, પણ આ બધા પછી પણ તે બ્રેડની ટ્રે સુધી પહોંચવામાં નિષ્ફ્ળ રહ્યા. તે પહેલાથી જ ભરેલા મોઢામાં બીજું ખાવાનું નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 30 મિનીટ પછી જ તેમનો પરસેવો છૂટી ગયો. હવે તે કાંઈ પણ ખાઈ શકતા ન હતા. જયારે ટાઈટન બ્રેકફાસ્ટનો મોટો ભાગ હજુ પણ સ્પર્શ કર્યા વગરનો જ રહ્યો હતો.
છતાં પણ ન છોડ્યા પ્રયત્ન : આમલેટના થોડા કોળિયા ખાધા પછી તેમણે અડધા સોસેજ, થોડા ઈંડા અને બ્લેક પેનકેક્સ ખાધા. જોન કહે છે કે, હું સમજી ગયો હતો કે આ પડકાર પુરો કરવાની સંભાવના ના બરાબર હતી. છતાંપણ મેં હતાશ થઈને વેનીલા પેનકેક્સ ખાધા જે ગળ્યા અને હળવા હતા. એટલું બધું ખાધા પછી પણ એક કલાકમાં હું ઘણી મુશ્કેલીથી ત્રણ ચતુર્થાંશ ખાવાનું ખાઈ શક્યો હતો.
આજ સુધી કોઈ નથી પૂરું કરી શક્યું ચેલેન્જ : છેવટે જોને સ્વીકાર કરી લીધું કે તે હારી ગયા છે. હાર્યા પછી પણ કેફેમાં આવેલા લોકોએ તેમની પ્રશંસા કરી. કેફેના માલિક કલેયર થોમસન જણાવે છે, આજ સુધી કોઈ પણ વ્યક્તિ આ ટાઈટન બ્રેકફાસ્ટ ચેલેન્જ નથી જીતી શક્યા. ઘણા લોકોએ આ પડકારને સ્વીકારી લીધો પણ તે જીતવાની નજીક પણ નથી પહોંચી શક્યા.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.