શનિવાર, જૂન 3, 2023
Homeઅજબ-ગજબચાર મિત્રોએ ખરીદ્યું 100 વર્ષ જુનું ખંડેર, હવે અહિયાં એક રાત રોકાવાનું...

ચાર મિત્રોએ ખરીદ્યું 100 વર્ષ જુનું ખંડેર, હવે અહિયાં એક રાત રોકાવાનું ભાડું છે આટલા લાખ રૂપિયા.


100 વર્ષ જૂનું આ ખંડેર દિવસની લાખો રૂપિયા કમાણી કરાવી રહ્યું છે, જેણે લીધું છે તેના નસીબના દરવાજા ખુલી ગયા.

કહેવાય છે ને કે માણસ ધારે તો શું નથી કરી શકતો, બસ કાંઈક કરવાની ધગશ હોવી જોઈએ. એવી જ સ્ટોરી છે ઇન્ટીરીયર ડીઝાઇનર ડીન શાર્પની, જેના જનુનને કારણે જ 100 વર્ષ જુનું ખંડેર હવે આલીશાન બંગલો બની ગયું છે. જ્યાં લોકો જવાનું પણ પસંદ કરતા ન હતા, આજે લોકો ત્યાં એક રાત પસાર કરવા માટે મોટી રકમ ખર્ચ કરવાથી પાછા નથી પડતા.

પ્રસિદ્ધ ઇન્ટીરીયર ડીઝાઇનર ડીન શાર્પે પોતાના ચાર મિત્રો સાથે જંગલ વચ્ચે બનેલા ખંડેરને એટલી સરસ રીતે રીનોવેટ કર્યું, કે હવે અહિયાંનું દ્રશ્ય જોવા જેવું છે. હકીકતમાં વર્ષ 2010 માં શ્રીલંકાના વેલીગમામાં આવેલા એક મેન્શન ઉપર તેમની નજર પડી હતી. જંગલ વચ્ચે બનેલી તે ઇમારતની હાલત ઘણી જર્જરિત હતી.

ડીન શાર્પે જણાવ્યું કે, મેં જયારે આ પ્રોપર્ટી જોઈ હતી, તો તે સમયે ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ હતી. ખંડેર ઈમારતની છત ઉપર છોડ ઉગી ગયા હતા, છતમાં ચામાંચિડીયાએ ઘર બનાવી લીધા હતા. રસોડાની ટાઈલ્સ તૂટીને પડી રહી હતી. ઉધઈને કારણે આખી ઈમારતનું પ્લાસ્ટર ઉખડી રહ્યું હતું.

તે બધું હોવા છતાં પણ તેમણે પોતાના ચાર મિત્રો સાથે મળીને આ બિલ્ડીંગ અને તેની આસપાસની લગભગ બે એકર જમીન £315,000 એટલે લગભગ 3 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. ત્યાર પછી આ સ્થળનું રીનોવેશન કરવા માટે ચાર વર્ષ લાગી ગયા. જયારે તેમણે આ પ્રોપર્ટી ખરીદી, તો લોકોએ તેમના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.

કહેવામાં આવે છે કે, આ મેન્શન 1912 માં એક શ્રીમંત વ્યક્તિએ પોતાની પત્ની માટે બનાવડાવ્યું હતું. હવે અહિયાંનું દ્રશ્ય બદલાઈ ગયું છે. કુદરતી સોંદર્યથી ઘેરાયેલી આ ઈમારતને હલાલા કાંડા નામ આપવામાં આવ્યું છે.

હાલ હલાલા કાંડા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. ડીન શાર્પ તેને વેકેશન માટે આવેલા લોકોને ભાડા ઉપર આપે છે. અહિયાં 12 લોકો એક સાથે રજાનો આનંદ લઇ શકે છે. 5 બેડરૂમ, 5 બાથરૂમ સાથે તેનું એક રાતનું ભાડું 1 લાખ રૂપિયા છે.

ડીન અને તેમના મિત્રોએ તેનું ઇન્ટીરીયર ઘણું જ સામાન્ય રાખ્યું છે. તેમાં એક રસોડા સિવાય ઓપન કોર્ટયાર્ટ અને સુંદર બેડરૂમ છે. અહિયાં 23 મીટરનો સ્વીમીંગ પુલ પણ છે. ડીને જણાવ્યું કે હલાલાને જૂની એંટીક વસ્તુથી શણગારવામાં આવ્યું છે.

હલાલામાં શ્રીલંકામાં મળી આવતા hexagonal wood table, પ્રાચીન ચેસના સેટ ઉપરાંત કઠપુતળીઓ પણ છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમણે જણાવ્યું કે, અહિયાં થોડું બીજું નિર્માણ કરવાનું પણ હજી આયોજન છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular