અવકાશમાં થઈ પીઝા પાર્ટી, વિડીયોમાં જુવો સ્પેસ સ્ટેશનની અંદરનું ચકિત કરી દેનારું દ્રશ્ય.
ધરતી ઉપર પીઝા ખાવા તો સામાન્ય વાત છે, પણ જો કોઈ અવકાશમાં પીઝા પાર્ટી કરે તો તેની ઉપર વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ છે. પણ ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સવાર અવકાશ યાત્રીઓએ ફ્લોટિંગ પીઝા નાઈટ પાર્ટીનો આનંદ લેતો એક વિડીયો શેર કર્યો છે જેણે લોકોને ચકિત કરી દીધા છે.
મિત્રો જણાવી દઈએ કે, અવકાશ યાત્રી થોમસ પેસ્કેટે ઈંસ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો છે. તે વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આઈએસએસ ઉપર રહેલા અવકાશ યાત્રીઓએ અવકાશમાં પીઝા પાર્ટીનો આનંદ ઉઠાવ્યો.
પીઝા પાર્ટી કરતા અવકાશ યાત્રી થોમસે ઈંસ્ટાગ્રામ ઉપર લખ્યું કે મિત્રો સાથે ફ્લોટિંગ પીઝા નાઈટ, આ લગભગ પૃથ્વી ઉપરના શનિવાર જેવું લાગ્યું. આમ તો એક સારો સેફ ક્યારેય પોતાના રહસ્ય શેર નથી કરતા, પણ મેં આ વિડીયો બનાવ્યો જેથી તમે પણ જજ બની શકો.
આ વિડીયોને અત્યાર સુધી સાડા પાંચ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. તે જોવા વાળાની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોએ વિડીયો ઉપર પ્રતિક્રિયા આપતા જાત જાતની કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, સુંદર અનુભવ. તો કોઈએ તેને કહ્યું પીઝાની ડીલીવરી કેવી રીતે થઇ.
Northrop Grumman એ ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સપ્લાઈ પહોંચાડવા માટે Cygnus Resupply Spacecraft ને લોન્ચ કર્યું હતું. જેને અવકાશ યાત્રીઓ માટે પીઝાની સ્પેશિયલ ડીલીવરી સાથે રવાના કરવામાં આવ્યું હતું. તેના દ્વારા અવકાશ પ્રવાસીઓને સ્પેસમાં પીઝા ખાવાની તક મળી.
Soirée pizzas flottantes entre amis, on croirait presque un samedi soir sur la Terre 🍕
Floating pizza night with friends, it almost feels like a Saturday on Earth 🍕 #MissionAlpha🙅🍍 pic.twitter.com/6ezf6HrrBB
— Thomas Pesquet (@Thom_astro) August 28, 2021
મિત્રો સામાન્ય માણસ માટે અવકાશમાં જવું એ એક સપનું હોય છે અને આ અવકાશ યાત્રીઓ તે સપનું અસલ જીવનમાં જીવી રહ્યા છે. પૃથ્વીથી દૂર, ખુલ્લા અવકાશમાં, ગુરુત્વાકર્ષણ મુક્ત વાતાવરણમાં જીવવું ઘણું અઘરું છે. અવકાશ યાત્રીઓને મુશ્કેલ ટ્રેનિંગ પછી અવકાશમાં મોકલવામાં આવે છે. તેઓ કામ વગર સ્પેસ સ્ટેશનમાંથી બહાર નથી નીકળી શકતા. ઓક્સિજન પણ મશીન પર આધાર રાખે છે, જો મશીન બગડ્યું અને સમયસર મદદ ન મળી તો સમજી લો બધું ખલાસ થઈ ગયું.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.