ગુરુવાર, જૂન 8, 2023
Homeઅજબ-ગજબનાનીએ 90 વર્ષની ઉંમરમાં શરુ કર્યો પોતાનો બિઝનેસ, 5 વર્ષમાં બની ગઈ...

નાનીએ 90 વર્ષની ઉંમરમાં શરુ કર્યો પોતાનો બિઝનેસ, 5 વર્ષમાં બની ગઈ ઈંસ્ટા સ્ટાર, વાંચો સફળતાની સ્ટોરી.


હિંમત હારી જતા લોકો માટે આ નાની ઉત્તમ ઉદાહરણ છે, 90 વર્ષની ઉંમરે કરી છે બિઝનેસની શરૂઆત.

મનમાં કાંઈક કરવાની ભાવના હોય તો ઉંમરનું કોઈ મહત્વ નથી રહેતું. સોશિયલ મીડિયા ઉપર 95 વર્ષની નાની હરભજન કૌરનો વિડીયો શેર થઇ રહ્યો છે, જેમણે 5 વર્ષ પહેલા એટલે 90 વર્ષની ઉંમરમાં પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો. હવે તેમની મીઠાઈઓ અને બીજી વસ્તુઓ દેશભરમાં પ્રસિદ્ધ થઇ રહી છે. આ ફેમસ વિડીયોમાં આ નાનીની પ્રેરણાદાયક સફર વિષે જણાવવામાં આવ્યું છે.

90 વર્ષની ઉંમરમાં શરુ કર્યો બિઝનેસ : 90 વર્ષની ઉંમરની મહિલા હરભજન કૌરને અચાનક વિચાર આવ્યો કે તેમણે પોતાના બળ ઉપર અત્યાર સુધી કાંઈ કમાણી કરી ન હતી. પછી તેમની દીકરીએ તેમને બેસનની બરફી બનાવીને વેચવાની સલાહ આપી. પહેલા જ દિવસે મીઠાઈના ડબ્બાનું સારું વેચાણ થયું અને તેમણે પહેલી વખત 2000 રૂપિયા પોતાની મહેનતથી કમાયા. પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહી. સોશિયલ મીડિયા ઉપર તેમની સ્ટોરી જોરદાર શેર થઇ રહી છે.

5 વર્ષમાં બદલાઈ ગઈ દુનિયા : ધીમે ધીમે તેમને ઈંસ્ટાગ્રામની મદદથી ઓર્ડર મળવા લાગ્યા. હવે તો તે દેશભરમાં પોતાની બનેલી મીઠાઈ, ચટણી અને રાખી હેંપરની ડીલીવરી કરે છે. તેમની પૌત્રીએ તેમને ઈંસ્ટાગ્રામ ઉપર સ્ટાર બનાવી દીધી છે. તેમના દરેક વિડીયો ઉપર હજારોથી લાખો વ્યુ સુધી આવી જાય છે. ઓફિશિયલ હ્યુમંસ ઓફ બોમ્બેએ તેમની સ્ટોરી ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરી હતી, જેની ઉપર 1 કરોડથી વધુ વ્યુ આવ્યા હતા.

સેકંડ વેવમાં કો-વી-ડને આપી હાર : હરભજન કૌરને સેકંડ વે-વમાં કો-વી-ડ 19 સંક્રમણ થઇ ગયું હતું પણ તેમણે પોતાની હિંમત ડગવા ન દીધી. કો-વી-ડને હાર આપી અને ફરી કામે લાગી ગયા. તેમણે પોતાના બિઝનેસને એક નવા સ્થાન ઉપર પહોંચાડ્યો છે.

આ નાની એવા લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે જે નિષ્ફળતા મળતા નિરાશ થઈ જાય છે. જો આ નાની આટલી મોટી ઉંમરે પોતાના પગ પર ઉભા રહેવાની હિંમત રાખતા હોય તો આપણે પાસે તો હજી ઘણો સમય છે. આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીશું તો એક દિવસ જરૂર સફળ થશું. પણ ક્યારેય અનીતિ આચરીને શોર્ટકટ રસ્તો પસંદ કરવાની ભૂલ ન કરવી. જે કાંઈ પણ કરવું તે ઈમાનદારીથી કરવું. તેનાથી કદાચ સફળતા મોડેથી મળશે પણ ઈજ્જતવાળું જીવન જીવવા મળશે.

આ નાનીની સ્ટોરી બીજાને શેર કરવાનું ભૂલતા નહિ. આ સ્ટોરી લોકોનું જીવન બદલી શકે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular