માત્ર કચરો વીણીને દર મહીને 3 લાખ રૂપિયા કમાય છે આ મહિલા, આ કામ માટે પોતાની નોકરી પણ છોડી દીધી.
તમે ઘણી વખત તમારી આસપાસ લોકોને કચરો વીણતા જોયા હશે. કચરો વીણવા વાળા લોકોને હંમેશા ગરીબ સમજવામાં આવે છે અને ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવે છે. પણ જો તમને કહેવામાં આવે કે, કચરો વીણવા વાળી એક મહિલા દર મહીને 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તો તમે કદાચ તેની ઉપર વિશ્વાસ નહિ કરો.
એક સારો એવો ભણેલો ગણેલો વ્યક્તિ પણ મહિનાની આટલી કમાણી નથી કરી શકતો, તેવામાં માત્ર એક કચરો વીણવા વાળી મહિલા આટલા પૈસા કમાય તો વિશ્વાસ કરવો થોડુ મુશ્કેલ બને છે. પણ તે સત્ય છે. અમેરિકાના ટેક્સાસમાં રહેતી 4 બાળકોની માં માત્ર કચરો વીણીને જ પોતાનું ગુજરાન ચલાવે છે અને દર અઠવાડિયે લગભગ 1 હજાર ડોલર કમાય છે.
સમાચારો મુજબ આ મહિલાએ વર્ષ 2016 માં પહેલી વખત કચરો વીણવાનું કામ શરુ કર્યું હતું. મહીલા ફૂલ ટાઈમ જોબ કરતી હતી પણ નવરાશના સમયમાં તે કચરો વીણવા નીકળી જતી હતી. પણ જોત જોતામાં જોબથી વધુ મહિલાને કચરો વીણવામાં વધુ ફાયદો થવા લાગ્યો અને તેણીએ પોતાની ફૂલ ટાઈમ જોબ છોડી દીધી. હવે તે માત્ર કચરો વીણવાનું કામ કરી રહી છે અને ખુબ જ સારી રીતે પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહી છે.
મહિલા અમેરિકાના ટેક્સાસના ડલાસ શહેરમાં રહે છે અને તેમની ઉંમર આશરે 32 વર્ષ છે. મહિલાનું નામ ટીફની છે. મહિલા જ્યારે પહેલી વખત કચરો વીણવા ગઈ તો તેમણે 12 હજાર ડોલર એટલે કે 88 હજાર 146 રૂપિયાની સ્કીન કેયર મેકઅપ પ્રોડક્ટ મળી હતી જેને વેચીને તેમને મોટી રકમ પ્રાપ્ત થઇ હતી. ત્યાર પછી જ તેમણે કચરો વીણવા ઉપર વધુ ફોકસ કર્યો અને પોતાની ફૂલ ટાઈમ જોબ છોડી દીધી.
ટીફનીના જણાવ્યા મુજબ, કચરો વીણ્યા પછી તેમનું કુટુંબ ખુશખુશાલ રહેવા લાગ્યું અને તેમની આર્થિક સ્થિત પણ સુધરી ગઈ. ખાસ વાત એ છે કે, ટીફનીના પતિ ડેનિયલ પણ પોતાની પત્ની સાથે કચરો વીણવાનું કામ કરે છે. ડેનિયલનું કહેવું છે કે, જયારે તેમને ખબર પડી કે તેમની પત્ની માત્ર કચરો વીણીને આટલા પૈસા કમાઈ રહી છે, તો તે ચક્તિ થઈ ગયા અને તેમણે પણ કચરો વીણવાનું જ યોગ્ય સમજ્યું.
ટીફનીએ જણાવ્યું કે, તે લગભગ 5 વર્ષથી કચરો વીણવાનું કામ કરી રહી છે અને તે પોતાના ચાર બાળકોનો સારી રીતે ઉછેર કરી રહી છે. ક્યારેક ક્યારેક તેમના બાળકો પણ તેમની સાથે કચરો વીણવા જતા રહે છે. આગળ તેમણે જણાવ્યું કે, કચરો વિણતી વખતે હું કિંમતી વસ્તુ શોધવાનો પ્રયત્ન કરું છું જેથી તેને વેચીને સારી એવી રકમ પ્રાપ્ત કરી શકાય. તેમને હાલમાં જ એક કોફી મશીન પણ કચરામાં મળ્યું હતું, જેના બદલામાં તેમને સારી એવી કમાણી થઇ ગઈ હતી. ટીફનીનું ટીકટોક એકાઉન્ટ પણ છે, જેના 20 લાખ ફોલોઅર્સ છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.