દરવાજા પર આવેલા અજાણ્યા બાળકે કહ્યું હું તમારો દીકરો છું જે વર્ષો પહેલા નહેરમાં ડૂ બી ગયો હતો, પછી જે થયું તે….
ઉત્તર પ્રદેશના મૈનપુરી જીલ્લામાં પુનર્જન્મનો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં ઔછા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા સહેલી ગામ નિવાસી પ્રમોદ કુમાર ગુરુવારના રોજ તે સમય સ્તબ્ધ રહી ગયા, જ્યારે ઘરે પહોંચેલા આઠ વર્ષના બાળકે તેમને પિતા કહીને બોલાવ્યા. પ્રમોદ પહેલા તો કાંઈ સમજી ન શક્યા, પણ જયારે બાળકે જણાવ્યું કે નહેરમાં સ્નાન કરતી વખતે તે ડૂ બી ગયો હતો. બસ આટલું સાંભળતા જ પ્રમોદ અને તેમની પત્નીએ બાળકને ગળે લગાવી લીધો. તેમની આંખો ભરાઈ આવી.
પ્રમોદ કુમારે જણાવ્યું કે, તેમનો પુત્ર રોહિત 13 વર્ષની ઉંમરમાં વર્ષ 2013 માં નહેરમાં ડૂ બી ગયો હતો. તેમના એકમાત્ર દીકરાના ગયા પછી તે દીકરીના સહારે જીવન પસાર કરી રહ્યા હતા. તેમનો દીકરો માધ્યમિક વિદ્યાલય સહેલીમાં ભણતો હતો. આસપાસના લોકો પણ દીકરાના પુનર્જન્મની વાતો સાંભળીને ચકિત થઇ ગયા. તેણે જે પણ જણાવ્યું, ગામલોકો મુજબ તે બધું સાચું છે. આખા વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બનેલી છે.
બાળકને સાથે લઇને ગામમાં આવેલા નગલા અમરસિંહના રહેવાસી રામનરેશે જણાવ્યું કે, આઠ વર્ષ પહેલા તેમના ઘરે દીકરાનો જન્મ થયો. તેનું નામ ચંદ્રવીર રાખ્યું. જ્યારે તે બોલવા લાગ્યો તો પોતાના પુનર્જન્મની વાતો તેમને જણાવવા લાગ્યો.
તે હંમેશા નગલા સહેલી ગામ જઈને માતા પિતાને મળવાની જિદ્દ કરતો રહેતો હતો. પણ તે દીકરાને ગુમાવી દેવાના ડરને કારણે જ તેને સાથે લઇ જતા ન હતા. હવે તે બાળકની જિદ્દ આગળ હારી ગયા અને તેને અહિયાં લાવ્યા છે.
બાળકના પુનર્જન્મની વાતો સાંભળવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી. તેવામાં નગલા સહેલી વિદ્યાલયના આચાર્ય સુભાષ યાદવ આવી ગયા. બાળકે તેમને જોઇને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમનું નામ લઈને સંબોધ્યા હતા.
આચાર્ય સત્ય જાણવા માટે બાળકને વિદ્યાલયમાં લઇ ગયા, તો તેણે પુનર્જન્મના પોતાના ધોરણ વિષે પણ જણાવ્યું. તેમના પુનર્જન્મના માતા પિતા પાસે તે બાળક ઘણો ખુશ જોવા મળ્યો, અને તેમણે ઘણી વાતો જણાવી જે સાંભળીને બધા લોકો ચક્તિ થઇ ગયા.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.