આ ફેમસ વેબ સીરીઝનું ગીત ગાઈને ફરીથી લોકપ્રિય બન્યો ‘બસપન કા પ્યાર’ વાળો સહદેવ, જાણો વિસ્તારથી.
પોતાના ફેમસ ગીત ‘બસપન કા પ્યાર’ થી ફેમસ થવા પછી છત્તીસગઢના સહદેવ ડર્ડોનું વધુ એક ગીત ફેમસ થઈ રહ્યું છે. તે ‘મની હિસ્ટ’ નું આઇકોનિક ગીત Bella Ciao ગાતો દેખાઈ રહ્યો છે. તેનો વિડીયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે અને તે ઝડપથી સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.
મની હિસ્ટ વેબ સીરીઝનું આઇકોનિક ગીત Bella Ciao ના હાલમાં દિવસોમાં દરેક તરફ ધૂમ મચાવી રહ્યું છે. આ વેબ સીરીઝને લઈને ચાલી રહેલા ક્રેઝ વચ્ચે થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસના લગભગ ૨૦ કર્મચારીઓએ અલગ અલગ વાજિંત્રો સાથે આ લોકપ્રિય ગીત વગાડ્યું હતું. તે પછી હવે સહદેવનું Bella Ciao વર્ઝન ઘણું ફેમસ થઈ રહ્યું છે.
ફેસબુક પેજ ‘દેસી હોમી’ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોને પોસ્ટ કર્યાના અમુક કલાકોમાં જ હજારો લાઈક અને ઘણી કમેન્ટ મળી. ઘણા લોકો સહદેવના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઈટાલીયન લોક ગાયક જિયોવાના દૈફિનીએ ૧૯૬૨ માં Bella Ciao ગીત રેકોર્ડ કર્યું હતું.
Sandev Dirdo: ‘Bachpan Ka Pyaar’ Viral Kid Now Sings Money Heist’s ‘Bella Ciao’#Viral #Trending #SahdevDirdo #BachpanKaPyaar #MoneyHeist #BellaCiao #NewsMo pic.twitter.com/cvLspIjdPg
— IndiaToday (@IndiaToday) September 7, 2021
‘બસપન કા પ્યાર’ થી ફેમસ થયો હતો સહદેવ :
છત્તીસગઢનો સહદેવ આ વર્ષની શરૂઆતમાં પોતાના બે વર્ષ જુના વિડીયોને લઈને રાતોરાત ફેમસ થઈ ગયો હતો, જેમાં તે સ્કુલ યુનિફોર્મમાં ‘બસપન કા પ્યાર’ ગીત ગાતા દેખાયો હતો. તે વિડીયો એટલો શેર અને ફેમસ થયો કે ફેમસ ગાયક બાદશાહે તેને લઈને એક ગીત પણ બનાવી દીધું.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.