બુધવાર, માર્ચ 29, 2023
Homeઅજબ-ગજબબામ્બુ શૂટના ફાયદા જાણીને તમે તેને ખાવાનું શરૂ કરી દેશો, તેમાંથી બને...

બામ્બુ શૂટના ફાયદા જાણીને તમે તેને ખાવાનું શરૂ કરી દેશો, તેમાંથી બને છે આટલી બધી વાનગીઓ.

મિત્રો, પ્રકૃતિમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં થતો આવી રહ્યો છે. પણ આજના સમયની જીવનશૈલીમાં તે વસ્તુઓનો ઉપયોગ ઘણો ઓછો થઈ રહ્યો છે. આજે અમે તમને એક એવી જ વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તેના ઔષધીય ગુણોનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકો છો કે, તેના કેટલાક ભાગનો ઉપયોગ આજના સમયની ઘણી આયુર્વેદિક ઔષધિઓ જેવી કે કાયાકલ્પવટી, જય પ્રભા વટી, સિતોપલાદિ ચૂર્ણ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ વાંસની કાચી ડાળીઓ અને કૂંપળની. તે વાંસના ઝાડ સાથે કિનારીઓ પર ઉગે છે અને ઘણી નરમ હોય છે. તેને બામ્બુ શૂટ કહે છે. તેમાં પ્રોટીન, વિટામીન ઈ, એ, બી6 અને કેલ્શિયમ જેવા પોષક તત્વો અને મેગ્નેશિયમ, સોડીયમ, ઝીંક, કોપર, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ અને સિલેનિયમ જેવા ખનીજ તત્વ મળી આવે છે.

તે સિવાય વાંસમાં 19 પ્રકારના મહત્વ પૂર્ણ એમિનો એસિડ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક હોય છે. બામ્બુ શૂટનો ઉપયોગ શાક, સલાડ, સૂપ, મુરબ્બો અને અથાણું વગેરેના રૂપમાં પણ કરવામાં આવે છે. તેમાંથી કાંઈ પણ બનાવતા પહેલા તેને એક દિવસ માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેથી તે વધારે સોફ્ટ થઈ શકે.

બામ્બુ શૂટમાં ફેનોલિક એસિડ હોય છે જે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે. તેમાં મળી આવતા ફાઈટો કેમિકલ કેન્સરથી રક્ષણ કરે છે અને હૃદયની ધમનીઓને સ્વસ્થ રાખે છે. સાથે જ તેમાં ફેટ, શુગર અને કોલેસ્ટ્રોલ ઘણી ઓછી માત્રામાં હોય છે. વજન ઓછું કરવાવાળા માટે આ ઉત્તમ વિકલ્પ છે. તે વિટામિન અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે જેનાથી ઇમ્યુનીટી મજબૂત થાય છે.

સાથે જ તેમાં મોટી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે આથી તેના સેવનથી હાડકા મજબૂત થાય છે. અને બાળકોની લંબાઈ પણ વધે છે. તે સિવાય વાંસના રસમાં આદુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી ખાંસી શાંત થાય છે. વાંસના ફૂલનો 2 થી 3 ટીપા રસ દિવસમાં 3-4 વાત કાનમાં નાખવાથી બહેરાપણાના રોગીને આરામ મળે છે અને ધીરે ધીરે સંભળાવા લાગે છે.

બામ્બુ શૂટ (વાંસના શૂટ) નો ઉપયોગ ભોજનના રૂપમાં ઘણા પારંપરિક ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે. પહેલાના સમયથી જ તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થના રૂપમાં થઈ રહ્યો છે. વાંસના યુવાન છોડને મોટા થવા પહેલા કાપી લેવામાં આવે છે. તેના પાક્યા વગરના ભાગને સુકવીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો ઉપયોગ શાક, અથાણું, સલાડ, નુડલ્સ, કેન્ડી અને પાપડ સહીત અનેક પ્રકારના વ્યંજન બનાવવા માટે કરવામાં આવે છે. આદિવસી ક્ષેત્રોમાં બામ્બુ શૂટ માંથી બનેલા વ્યંજન ઘણા લોકપ્રિય છે.

ઘરમાં પણ વાંસના વ્યંજન સરળતાથી બનાવવામાં આવી શકે છે જેમ કે, બામ્બુ શૂટનું સેવન શાકના રૂપમાં કરવામાં આવે છે. તેના માટે તાજા અંકુરોને કાપીને લગભગ 20 મિનિટ સુધી ઉકાળો અને નરમ થયા પછી શાક બનાવી લો. બામ્બુ શૂટનો ઉપયોગ સૂપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. બામ્બુ શૂટનું ચૂરણ બનાવીને પણ ખાઈ શકાય છે. બામ્બુ શૂટ અને પાંદડાનો ઉકાળો બનાવીને પી શકાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવી શકાય છે. તે સિવાય તેનું અથાણું અને મુરબ્બો પણ બને છે.

બામ્બુ શૂટને બાફીને અને હાફ ડ્રાય કરીને નાસ્તાની જેમ ખાઈ શકો છો. બાફેલા બામ્બુ શૂટને માખણ અને સોયા સોસ સાથે શાકના રૂપમાં પણ પીરસી શકાય છે. સલાડ અને ગ્રેવીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular