શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeઅજબ-ગજબભારતમાં આવેલું છે એશિયાનું સૌથી મોટું ગામ, તેની સાથે જોડાયેલી આ 12...

ભારતમાં આવેલું છે એશિયાનું સૌથી મોટું ગામ, તેની સાથે જોડાયેલી આ 12 બાબતો તેને વિશેષ બનાવે છે.


આ છે ભારતનું એવું ગામ જેના દરેક ઘરમાંથી કોઈને કોઈ ભારતીય સેનામાં કાર્યરત છે, કહેવાય છે એશિયાનું સૌથી મોટું ગામ.

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જીલ્લામાં આવેલા ગહમર ગામને એશિયાનું સૌથી મોટું ગામ માનવામાં આવે છે. આ ગામની વસ્તી 1 લાખ 20 હજારથી વધારે છે. પટના અને મુગલસરાય રેલ્વે માર્ગ ઉપર આવેલા આ ગામની સ્થાપના ઈ.સ. 1530 માં સીકરવાર વંશના રજપૂતોએ કરી હતી. આ ગામ 22 પટ્ટી કે ટોલામાં વહેંચાયેલું છે, જે લગભગ 618.33 હેક્ટરમાં ફેલાયેલું છે.

ગહમર ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહિયાં દરેક ઘર માંથી કોઈને કોઈ વ્યક્તિ ભારતીય સેનામાં કાર્યરત છે. એટલા માટે તેને ફોજીઓનું ગામ પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં ગહમર ગામના લોકો ભારતીય સેનામાં જવાનથી લઈને કર્નલ સુધીના હોદ્દા ઉપર કાર્યરત છે. આ ગામના જવાનો ઘણા યુદ્ધમાં ભાગ લઇ ચુક્યા છે. આ ગામમાં ઘણા કુટુંબ એવા પણ છે જેની 5 મી પેઢી પણ ભારતીય સેનામાં જોડાઈ ચુકી છે.

એશિયાના સૌથી મોટા ગામ ગહમરના પુરુષ જ નહિ, પણ મહિલાઓ પણ પાછી પડે તેમ નથી. દેશમાં આવેલા કુદરતી હોનારત અને સંકટના સમયમાં અહિયાંની મહિલાઓ પણ મદદ કાર્યમાં ભાગ લે છે. ગહમરમાં બેંક, પોસ્ટ ઓફીસ, હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ટેલીફોન એક્સચેન્જ જેવી મોટી પાયાની જરૂરિયાતો પણ છે. ગહમરને એશિયાનું સૌથી મોટા ગામ જ નહિ, પણ મોટા દિલવાળા ગામના નામથી પણ ઓળખવામાં આવે છે, કેમ કે અહિયાંનું દરેક ઘર દેશની સેવા માટે પ્રાણ આપી દેવા માટે પણ તૈયાર રહે છે.

આવો હવે એશિયાના સૌથી મોટા ગામ ગહમરની વિશેષતાઓ પણ જાણી લઈએ.

(1) ગહમર ગામના લગભગ 10 હજાર જવાનો ભારતીય સેનામાં કાર્યરત છે, જયારે 14 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિક છે.

(2) પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ, 1965, 1971 અને 1999 ભારત-પાક યુદ્ધમાં આ ગામના જવાનોએ ભાગ લીધો હતો.

(3) પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ગામના 228 સૈનિકો બ્રિટીશ સેનામાં સામેલ હતા, તેમાંથી 21 જવાન શહીદ પણ થયા હતા.

(4) ગાઝીપુરથી 40 કી.મી.ના અંતરે આવેલા ગહમર ગામમાં એક રેલ્વે સ્ટેશન પણ છે, જે પટના અને મુગલસરાય સાથે જોડાયેલું છે.

(5) ગહમર ગામના ઉત્થાન માટે અહિયાંના ભૂતપૂર્વ જવાનોએ પૂર્વ સૈનિક સેવા સમિતિ નામની સંસ્થાનું નિર્માણ પણ કર્યું છે.

(6) ગહમર ગામ 22 ટોલામાં વહેચાયેલું છે. આ ગામની દરેક પટ્ટીનું નામ કોઈને કોઈ વીર કે શહીદ જવાનના નામ ઉપર છે.

(7) આ ગામના સેંકડો યુવાન ગંગા કિનારે આવેલા મઠીયા ચોક ઉપર સવાર સાંજ સેનાની તૈયારી કરતા જોવા મળે છે.

(8) ભારતીય સેના દર વર્ષે ગહમર ગામમાં ભરતી શિબિર લગાવતી હતી, પણ 1986 માં તેને કોઈ કારણસર બંધ કરી દેવામાં આવી.

(9) ભારતીય સેનાએ ગામના લોકો માટે સૈનિક કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી તે સેવા બંધ છે.

(10) ગહમર હકીકતમાં એક આદર્શ ગામ છે, અહિયાં 10 થી વધુ સ્કુલ, 2 ડીગ્રી કોલેજ, 7 ઈંટર કોલેજ, 2 પોસ્ટ ઓફીસ, 3 બેંક અને 4 એટીએમ મશીન ઉપલબ્ધ છે.

(11) આ સાહિત્યકારોનું ગામ પણ માનવામાં આવે છે. તેમાં દ્વિવેદી યુગના પ્રસિદ્ધ જાસુસી ઉપન્યાસકાર ગોપાલરામ ગહમરી, પ્રસિદ્ધ ગીતકાર ભોલાનાથ ગહમરી, પ્રદીપ પાંડે, પુષ્કલ, મીથલેશ ગહમરી, આનંદ ગહમરી, ફજીહત ગહમરી મુખ્ય છે.

(12) નવી પેઢીના સાહિત્યકારોની વાત કરીએ તો સિદ્ધાર્થ સિંહ ‘સાહિલ’, ચંદન, રજનીશ ઉપાધ્યાય ‘ભોલુ’ વગેરે મુખ્ય છે.

જો તમે પણ આ ગામ સાથે જોડાયેલા કોઈ કિસ્સા લોકો સાથે શેર કરવા માંગો છો તો કમેન્ટ કરો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular