બુધવાર, મે 31, 2023
Homeઅજબ-ગજબમહિલાએ નવી ખુરશી માંગી તો બોસે નોકરીમાંથી કાઢી મૂકી, પછી મહિલાને આ...

મહિલાએ નવી ખુરશી માંગી તો બોસે નોકરીમાંથી કાઢી મૂકી, પછી મહિલાને આ રીતે મળ્યા 22 લાખ.


એક મહિલા કર્મચારીને તેના બોસ દ્વારા કાઢી મુકવામાં આવી હતી કારણ કે તેણે ખુરશીની માંગણી કરી હતી. આ પછી મહિલાને 22 લાખ રૂપિયા મળ્યા છે. જાણો શું છે સમગ્ર બાબત…

એક મહિલા કર્મચારીએ નવી ખુરશીની માંગણી કરી હોવાથી તેને કાઢી મૂકવામાં આવી હતી. જ્યાંથી મહિલાને કાઢી મૂકવામાં આવી હતી ત્યાં ઓફિસમાં 18 વર્ષ સુધી સેવા આપી હતી. આ કેસમાં આ મહિલાને 22 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. આ બાબતની રોજગાર ટ્રિબ્યુનલમાં સુનાવણી થઈ હતી.

‘મિરર’ના એક રિપોર્ટ પ્રમાણે, આ મહિલાનું નામ લિન્ડા વોકર છે. તેણી ત્રણ વર્ષથી હિપની સમસ્યાથી પીડાતી હતી. હિપ ટ્રીટમેન્ટ માટે તેણે ત્રણ વર્ષ રાહ જોઈ. વળી, આ સમસ્યાને કારણે, તેમણે 4 મહિના માટે પોતાનું કામ છોડવું પડ્યું હતું.

સુનાવણીમાં શું થયું? ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન લિન્ડાએ કહ્યું, ‘મેં નવી ખુરશી માંગી, કારણ કે હું જે ખુરશીનો ઉપયોગ કરતી હતી. તેનાથી પીડા વધી ગઈ હતી. મેં મારી ખુરશીની આર્મરેસ્ટ દૂર કરવાનું કહ્યું, પરંતુ એન્જિનિયર ક્રિસ્ટોફર હોયએ આ કામ કરવા માટે અનિચ્છા વ્યક્ત કરી, કારણ કે તેમણે ખુરશીના સ્ક્રૂને કાઢવા પડતા, જેથી ખુરશી ખરાબ દેખતે’.

જે કંપનીમાં મહિલા કામ કરતી હતી તે યુકેના ટાઇન એન્ડ વેર મેટ્રોપોલિટન કાઉન્ટીમાં આવેલી છે. કંપનીનું નામ મોડ્યુલર ઓફિસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ લિમિટેડ છે. આ કંપની મહિલાને ખુરશી અપાવવામાં અસમર્થ જોવા મળી.

સુનાવણીમાં લિંડાએ આગળ જણાવ્યું કે આ પછી એક મીટિંગમાં તેણે પોતાના બોસને ખુરશીની સમસ્યા વિશે જણાવ્યું. તેણે કહ્યું કે ખુરશીના કારણે તેને બેસવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. લિન્ડાએ તેના બોસને નવી ખુરશી લેવા માટે સલાહ આપી.

પછી મળ્યો એક પત્ર : મહિલાએ પેનલને કહ્યું, તેને ઓફિસમાંથી એક પત્ર મળ્યો છે. જેમાં તે એક મીટીંગમાં ગેરહાજર રહી હતી. જે કંપની પોષાય શકે તેમ નથી. આવી સ્થિતિમાં તે પોતાની નોકરી ચાલુ રાખી શકતી નથી. કંપનીએ દલીલ કરી હતી કે લિન્ડાની તબિયત લાંબા સમયથી ખરાબ હતી. આવી સ્થિતિમાં તેને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી છે.

2001 માં નોકરી શરૂ કરી : મહિલા જાન્યુઆરી 2001 માં આ કંપનીમાં જોડાઈ હતી. જ્યાં તે શરૂઆતમાં ઓફિસ મેનેજર હતી. પરંતુ હિપ બર્સિટિસને કારણે તે મે 2018 માં એક અઠવાડિયા માટે બીમાર પડી હતી. ઓક્ટોબરમાં તેના હિપમાં ફરીથી દુ:ખાવો થયો. જે બાદ તે લગભગ 5 મહિનાની રજા પર ગઈ, તેને આ રજાઓ માટે મંજૂરી આપવામાં આવી હતી.

સુનાવણીમાં એ વાત પણ સામે આવી કે ડિસેમ્બર 2018માં તેમની પાસે એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના હિપમાં આ દુ:ખાવો ત્રણ વર્ષ સુધી રહેશે અને તેની દવા ચાલશે. આ દરમિયાન, તેમણે ખુરશી અને ટેબલને વધુ સારી રીતે ગોઠવવાની સલાહ આપવામાં આવી.

વૉકર ઑફિસમાં જોડાવા માટે યોગ્ય હતી, પરંતુ તેણે અગાઉ જે સલાહ આપી હતી. તે બાબતે બોસે સાંભળ્યું નહિ. તેના બોસને તેમને કાઢવાનો મોકો મળી ગયો હતો.

કંપનીએ દાવો કર્યો હતો કે તેણીને ફેબ્રુઆરી 2019 માં કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તે લાંબા સમયથી બીમાર હતી, કેટલાક ફેરફારો કર્યા પછી પણ તે કામ પર પરત ફરી શકી ન હતી.

તે જ સમયે, મહિલાએ ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હતો કે તેણીને સન્ડરલેન્ડ રોયલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન લેવાનું હતું, જેથી તે કામ પર પરત ફરી શકે. તેણે 23 માર્ચ 2019 ના રોજ ફીટ થયા પછી કામ પર પરત આવવાની હતી, તેથી તેને 18 માર્ચે નોકરીમાંથી કાઢી નાખવામાં આવી હતી.

બચાવમાં બોસે શું કહ્યું? તે જ સમયે, કંપનીના બોસ મિસ્ટર રિમિંગ્ટનએ કહ્યું, ‘એ સમજવું જોઈએ કે અમે કેટલા વ્યસ્ત હતા. કારણ કે લિન્ડાની ગેરહાજરીને કારણે ઘણી બધી કામગીરી પ્રભાવિત થઈ રહી હતી, સ્ટાફને પણ મુશ્કેલી પડી રહી હતી.

ન્યાયાધીશે શું કહ્યું? અને એમ્પ્લોયમેન્ટ જજ ગેરાલ્ડ જ્હોન્સને ચુકાદાના અંતે કહ્યું, ‘કર્મચારી વોકરે કહ્યું કે જો તેણીને યોગ્ય ખુરશી અને ડેસ્ક મળી હોત, તો તે વહેલી તકે ઓફિસમાં આવી શકે છે અને તેની ફરજ બજાવી શકે છે. પરંતુ કંપની આમ કરવામાં નિષ્ફળ રહી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular