બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeઅજબ-ગજબયુવકને શંકા ગઈ કે જેની સાથે તે રહે છે તે તેના અસલી...

યુવકને શંકા ગઈ કે જેની સાથે તે રહે છે તે તેના અસલી પિતા નથી, પછી આ રીતે શોધ્યા પોતાના અસલી પિતાને.


26 વર્ષની ઉંમરમાં યુવકે પોતાના અસલી પિતાને શોધ્યા, ઈંસ્ટાગ્રામ દ્વારા આવી રીતે થઈ મુલાકાત.

અમેરિકામાં એક 26 વર્ષના યુવકની પહેલી વખત પોતાના જૈવિક પિતા (Biological Father) સાથે સોશિયલ મીડિયા દ્વારા વાત થઇ. યુવકે એ વાતચીતની ચેટ ટ્વીટર ઉપર શેર કરી દીધી. અને જોત જોતામાં જ તેમની એ ચેટ વા યરલ થઇ ગઈ અને લોકો વર્ષો પછી બાપ દીકરાના મળવાની સ્ટોરી શેર કરવા લાગ્યા.

ડેલી મેલના એક રીપોર્ટ મુજબ કેમરુનને 18 વર્ષની ઉંમરમાં ખબર પડી કે, જેમને તે પોતાના પિતા સમજી રહ્યો છે, તે તેના જૈવિક પિતા નથી. જોકે તેની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે કેમરુને 26 વર્ષની ઉંમર સુધી રાહ જોઈ.

તેવામાં જુન 2020 માં જ્યારે કેમરુન 26 વર્ષનો થયો તો તેણે એક વ્યક્તિને સોશિયલ મીડિયા ઉપર જોયા. તેને લાગ્યું કે તે તેના જૈવિક પિતા છે અને તેણે તેમને ઈંસ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દીધો. બંને વચ્ચે ફોટાની આપ લે થઇ અને ત્યાર પછી બંનેની મુલાકાત થઇ.

કેમરુને હાલમાં જ ટ્વીટર ઉપર પોતાની આ સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે ગયા જુનમાં પોતાના જૈવિક પિતા સાથે કરેલી ચેટનો એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો, સાથે જ જૈવિક પિતા સાથે થયેલી મુલાકાતનો એક ફોટો પણ શેર કર્યો.

26 વર્ષીય કેમરુનની આ ટ્વીટર પોસ્ટ ઘણી ફેમસ થઈ ગઈ છે. તેને 4,24,000 થી વધુ લાઈકસ મળી ગઈ છે. કેમરુની ટ્વીટ ઉપર હવે બીજા લોકો પણ લાંબા સમયથી ખોવાયેલા માતા પિતા અને ભાઈ બહેનોને મળવાની પોતાની સ્ટોરી શેર કરી રહ્યા છે.

કેમરુને લખ્યું કે, મેં તે વ્યક્તિને મેસેજ મોકલ્યો હતો જેમને પહેલા ક્યારે પણ મળ્યો ન હતો. બંને વચ્ચે ગયા વર્ષે જુનમાં કાંઈક આ રીતે મેસેજથી વાતચીતની શરુઆત થઇ. હેલો, મારું નામ કેમરુન છે. હું આશા રાખી રહ્યો છું કે તમે અને હું વાતચીત કરી શકીએ છીએ. સામેથી જવાબ મળ્યો, કયા વિષયમાં?

કેમરુને રીપ્લાઈ આપ્યો, મારા જૈવિક પિતા હોવાની સંભાવના વિષે. સામેથી જવાબ મળ્યો, તારી ઉંમર શું છે? કેમરુને જવાબ આપ્યો હું 27 એપ્રિલના રોજ 26 વર્ષનો થઇ ગયો. ત્યાર પછી કેમરુને એક ફોટો શેર કર્યો. થોડા સમય પછી બંનેની મુલાકાત થઇ અને કેમરુનને પોતાના જૈવિક પિતા મળી ગયા.

કેમરુને ટ્વીટર ઉપર લખ્યું – હવે મારા બે પિતા છે. મારા પિતા જેમણે મને ઉછેર્યો તે હજુ પણ મારા જીવનમાં છે. મને મારા જૈવિક પિતા વિષે ત્યારે ખબર પડી જયારે હું 18 વર્ષનો હતો. મેં 26 વર્ષની ઉંમર સુધી ડીએનએ પરીક્ષણ કર્યું ન હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular