બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeઅજબ-ગજબલગ્ન કરવા પહોંચેલો વરરાજાએ ઘૂંઘટ પાછળ રહેલી કન્યાનો ચહેરો જોઈ ત્યાંથી ઉભી...

લગ્ન કરવા પહોંચેલો વરરાજાએ ઘૂંઘટ પાછળ રહેલી કન્યાનો ચહેરો જોઈ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગ્યો, જાણો કારણ.


કન્યાએ ઘૂંઘટ ઊંચો કર્યો તો વરરાજો મંડપમાંથી ભાગ્યો, પોલીસ સ્ટેશન જઈને સંભળાવ્યા પોતાના દુઃખડા.

યુવાનીના સ્ટેજ ઉપર પગ મુકતા જ દરેક છોકરા એવું ઈચ્છે છે કે વહેલી તકે તેમના હાથ પીળા થઇ જાય. તે પોતાના માટે પત્નીની શોધમાં લાગી જાય છે. પછી જયારે તેને પોતાની પસંદની કન્યા મળી જાય છે તો તે લગ્નની રાહ જોવા લાગે છે.

લગ્નના દિવસે તે શૂટ કે શેરવાની પહેરીને પોતાની પત્નીનો ચહેરો જોવા આતુર રહે છે. તેનો ચહેરો જોતા જ વરરાજાના ચહેરા ઉપર આનંદના ફૂલ ખીલી ઉઠે છે. પણ ઉત્તર પ્રદેશના ઇટાવા જીલ્લામાં જયારે વરરાજાએ કન્યાનો ચહેરો જોયો તો તે મંડપ માંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ત્યાં તેણે પોલીસને પોતાની દુઃખ ભરેલી સ્ટોરી સંભળાવી. આવો આ અનોખી ઘટનાને થોડી વધુ વિસ્તારથી જાણીએ.

ખાસ કરીને આ વિચિત્ર ઘટના ઇટાવા જીલ્લાના સિવિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિજયપુરા ગામની છે. અહિયાં શત્રુધન નામના છોકરાના 27 ઓગસ્ટના રોજ લગ્ન હતા. લગ્ન નીલકંઠ મંદિરમાં રાખવામાં આવ્યા હતા. આ લગ્નનો સંબંધ શત્રુઘનએ બે દલાલોના માધ્યમથી કર્યો હતો. તેના માટે તેણે તેમને 35 હજાર રૂપિયા પણ આપ્યા હતા. તે દલાલોએ શત્રુઘનને 20 વર્ષની એક સુંદર છોકરીનો ફોટો દેખાડ્યો હતો. શત્રુધનને છોકરી જોતા જ પસંદ આવી ગઈ હતી, અને પછી તેણે છોકરીના હાથમાં શુકનના રૂપમાં એક હજાર રૂપિયા પણ આપ્યા હતા.

પછી નિયત તારીખના દિવસે વરરાજો અને તેની માં મંદિરમાં લગ્ન કરવા પહોંચી ગયા. જ્યાં કન્યા લગ્ન કરવા આવી તો તેના શરીર અને ચાલ ઢાલને જોઈ વરરાજાની માં ને થોડી શંકા ગઈ. તેણે કન્યાને તેનો ઘૂંઘટ ખોલવા કહ્યું. પછી જે જોયું તે જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘૂંઘટની અંદર 20 વર્ષની સુંદર કન્યા નહિ પણ 45 વર્ષની આઘેડ ઉંમરની બે બાળકોની માં હતી.

તે જોઈ વરરાજા અને તેની માં તરત નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને છેતરપીંડીનો કેસ દાખલ કર્યો. વરરાજાએ પોલીસને જણાવ્યું કે અમને 20 વર્ષની છોકરીનો ફોટો દેખાડી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પણ લગ્નના દિવસે 45 વર્ષની મહિલાને ઉભી રાખી દીધી. જયારે અમે તેનો વિરોધ કર્યો અને લગ્નની ના કહી તો અમારી સાથે મા રઝૂ ડકરવામાં આવી અને લગ્ન ન કરીએ તો જા નથી મા રવાની ધ મકી પણ આપવામાં આવી. અમે જેમ તેમ કરીને ત્યાંથી ભાગ્યા.

સીટી એસપી કપિલ દેવ સિંહે યુવકનું નિવેદન નોંધી કેસની તપાસ શરુ કરી દીધી છે. હાલમાં આરોપી ફરાર છે. આશા રાખવામાં આવી રહી છે કે તેને વહેલામાં વહેલી તકે પકડી લેવામાં આવશે. ત્યાં વરરાજા અને તેની માં હજુ સુધી આઘાતમાં છે. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેની સાથે લગ્નના નામ ઉપર આટલી મોટી છેતરપીંડી થઇ છે.

આ ઘટના ઉપરથી આપણે પણ ઉપદેશ લેવો જોઈએ કે છોકરી કે તેના કુટુંબનું બેકગ્રાઉન્ડ જાણ્યા સિવાય લગ્ન માટે હા ન કહેવી જોઈએ. ખાસ કરીને જ્યાં સુધી લગ્નના સંબંધ કરાવવા વાળા કોઈ અજાણ્યા હોય અને તે તમારી પાસે પૈસા માંગી રહ્યા હોય તો તો તેમાં પડવું જ ના જોઈએ.

આમ તો આ સમગ્ર ઘટના ઉપર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી જરૂર જણાવો. જો વરરાજાની જગ્યાએ આ ઘટના તમારી સાથે થાય તો તમારું શું રીએક્શન હોય?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular