દહેજ લેવાની ના પાડનારા વરરાજા માટે સાસરીવાળા 150 કી.મી. દુરથી લઇ આવ્યા આટલી મોટી ગિફ્ટ.
ભારતમાં થતા ઘણા લગ્નોમાં દહેજ માંગવામાં આવે છે. ઘણા લોકો તો એટલા લાલચુ હોય છે કે તે દહેજમાં સારી એવી ભેટ અને મોટી રકમ છોકરીના કુટુંબ વાળા પાસેથી લે છે. જોકે હવે ધીમે ધીમે લોકો સમજુ થઇ રહ્યા છે અને આ પ્રથાનો વિરોધ કરી રહ્યા છે. અને હાલમાં જ એક લગ્ન દરમિયાન એક વરરાજાએ છોકરીના કુટુંબ વાળા પાસે દહેજ લેવાની સ્પષ્ટ ના કહી દીધી. અને પોતાના થનારા જમાઈની આ વાત કન્યા પક્ષને એટલી ગમી ગઈ કે તેમણે કાંઈક એવું કરી દીધું, કે તેને જોઇને વરરાજાની આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ.
આ સમાચાર પશ્ચિમ બંગાળના મિદનાપુરના છે. જાણકારી મુજબ અહિયાં રહેતા સૂર્યકાંતના લગ્ન પ્રિયંકા બેજ સાથે નક્કી થયા હતા. પ્રિયંકા બેજ પણ મિદનાપુરની રહેવાસી છે. સૂર્યકાંત એક શિક્ષક છે અને તેમણે લગ્ન નક્કી થતા પહેલા જ પ્રિયંકાના કુટુંબ વાળાને કહી દીધું હતું કે, તે દહેજમાં કાંઈ પણ લેવાના નથી.
સૂર્યકાંતની આ વાત પ્રિયંકાના કુટુંબ વાળાને ઘણી સારી લાગી અને તેમણે પોતાના થનારા જમાઈને કાંઈક એવી ભેટ આપવાનું નક્કી કરી લીધું કે જેથી તે ખુશ થઈ જાય. પછી લગ્નના દિવસે જયારે સૂર્યકાંત જાન લઈને પ્રિયંકાના ઘરે ગયા તો લગ્ન સ્થળનું દ્રશ્ય જોઈને ચકિત રહી ગયા. ખાસ કરીને પ્રિયંકાના ઘરવાળાએ લગ્ન સ્થળને પુસ્તકોથી ભરી દીધું. પ્રિયંકાના ઘરવાળાએ લગ્ન સ્થળ ઉપર લગભગ એક હજાર પુસ્તકો રાખ્યા હતા. જે તેમણે ભેટ તરીકે સૂર્યકાંતને આપ્યા છે. આટલા બધા પુસ્તકો જોઈ સૂર્યકાંત ખુબ જ ખુશ થઇ ગયા.
રવીન્દ્રનાથ ટાગોર, શરત ચંદ્ર ચટોપાધ્યાય, બંકિમ ચંદ્ર ચેટરજી જેવા પ્રસિદ્ધ બંગાળી લેખકોના પુસ્તકો સૂર્યકાંતને ભેટમાં આપવામાં આવ્યા છે. તેની સાથે જ તેમને હેરી પોટર સીરીઝના પુસ્તકો પણ આપવામાં આવ્યા છે. કન્યા પક્ષ તરફથી આ પુસ્તકો 150 કી.મી. દુરથી મંગાવવામાં આવ્યા હતા. આ લગ્નમાં આવનારા મહેમાનોને પણ અપીલ કરવામાં આવી હતી કે કિંમતી ભેટને બદલે વર-વધુને પુસ્તકો જ ભેટ આપો.
એક લાખ રૂપિયાના છે પુસ્તકો :
સૂર્યકાંતને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે. એટલા માટે તેમના સાસરી વાળાએ તેમને પુસ્તક ભેટમાં આપવાનું વિચાર્યું. અને પ્રિયંકા અને સૂર્યકાંતને ભેટમાં મળેલા પુસ્તકોની કિંમત એક લાખની આસપાસ જણાવવામાં આવી રહી છે. લગ્ન થયા પછી આ બધા પુસ્તકો સૂર્યકાંતના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.