એયરહોસ્ટેસે 33 હજાર ફૂટની ઉંચાઈ ઉપર ડોક્ટર વગર કરાવી મહિલાની ડિલિવરી, રાખ્યું આ ખાસ નામ.
અફગાનિસ્તાનથી કરવામાં આવી રહેલી વિમાન મુસાફરી દરમિયાન એક મહિલાએ કેબીન ક્રૂ માં બાળકીને જન્મ આપ્યો. વિમાનમાં પ્રવાસી અફઘાન મહિલાને પ્રસુતિ પીડા થઇ હતી. 33 હજાર ફૂટની ઉંચાઈ ઉપર પહોંચેલા વિમાનમાં કોઈ ડોક્ટર પણ ન હતા. વિમાનના ચાલક દળની મહિલા સભ્યોએ મહિલાને ડિલિવરી કરાવવામાં મદદ કરી. અને સારી વાત એ છે કે માં અને બાળકી બંને સુરક્ષિત છે.
શુક્રવારની રાત્રે અફગાનિસ્તાનથી બ્રિટેન જઈ રહેલા નિકાસી વિમાનમાં નુરી નામની અફઘાન મહિલા પ્રવાસી હતી. વિમાન ઉંચાઈ ઉપર પહોંચતા જ તેને પ્રસુતિ પીડા શરુ થઇ ગઈ. તે દુઃખાવાથી પીડાઈ રહી હતી, કોઈને સમજાતું ન હતું કે શું કરવામાં આવે? વિમાનમાં કોઈ ડોક્ટર પણ ન હતા, જે આ મહિલાની મદદ કરી શકે.
તે સમયે વિમાનના ચાલક દળના સભ્યોએ ઘણી સુઝબુઝ સાથે કામ કર્યું અને મહિલાની ડિલિવરી કરાવવામાં મદદ કરી. અને 33 હજાર ફૂટની ઉંચાઈ ઉપર મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો.
આ બાળકીએ તુર્કી એયરલાઈંસના કેબીન ક્રૂ માં કુવેતની ઉપર હવાઈ વિસ્તારમાં જન્મ લીધો, જેના કારણે તે બાળકીનું નામ હવ્વા રાખવામાં આવ્યું. હવ્વાને ઈવના નામથી પણ ઓળખવામાં આવે છે. માં 26 વર્ષની નુરી અને તેના પતિ તાજનું હવ્વા ત્રીજું સંતાન છે.
ટર્કીશ એયરલાઈંસે જણાવ્યું કે માં અને બાળકી સ્વસ્થ છે. વિમાન ઈમરજન્સી તરીકે કુવેતમાં ઉતારવામાં આવ્યું, ત્યાર પછી ફરીથી વિમાન તેના માર્ગ ઉપર આગળ વધ્યું.
બાળકીના જન્મ પછી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નવજાત હવ્વા તેની માં ના ખોળામાં સુતેલી જોવા મળી રહી છે. અને કેબીન ક્રૂ પણ માં અને બાળકી બંનેના સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. તેમના દ્વારા બાળકી સાથે સેલ્ફી લેવામાં આવી.
ગયા અઠવાડિયે અફઘાનની મહિલા અમેરિકા એયરફોર્સના નિકાસી વિમાનમાં પ્રવાસી હતી. વિમાન જેવું ઉંચાઈ ઉપર પહોચ્યું, તો તે પ્રસુતિ પીડાથી પીડિત થવા લાગી.
વિમાનના કેપ્ટને જર્મનીમાં લેડીંગ કરાવ્યું. રામસ્ટીન બેસ ઉપર મહિલાની સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી. ત્યાર પછી માં અને બાળકી બંનેને મેડીકલ કેયર સેંટર મોકલી દેવામાં આવ્યા.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.