ગુરુવાર, જૂન 8, 2023
Homeઅજબ-ગજબવ્યક્તિએ 90 પૈસામાં ખરીદી એવી કિંમતી વસ્તુ કે બની ગયો લખપતિ, જાણો...

વ્યક્તિએ 90 પૈસામાં ખરીદી એવી કિંમતી વસ્તુ કે બની ગયો લખપતિ, જાણો ચોંકાવનારો કિસ્સો.


ભંગારથી પણ ઓછા ભાવમાં ખરીદેલી વસ્તુથી થયો લાખોનો ફાયદો, ઉપરવાળાએ કર્યો પૈસાનો વરસાદ.

કહેવાય છે કે ભાગ્યનો સિક્કો જયારે ચાલે છે તો માણસનું ભાગ્ય તરત બદલાઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે માણસ રોડપતિ માંથી સીધો કરોડપતિ બની જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભાગ્યનો કોઈ ભરોસો નથી. તે ક્યાં અને ક્યારે બદલાઈ જાય તેનો પણ કોઈ ભરોસો નથી. હાલમાં તેનું એક તાજું ઉદાહરણ જોવા મળ્યું. જ્યાં એક ચમચીએ એક વ્યક્તિનું ભાગ્ય બદલી નાખ્યું.

આ ઘટના લંડનની છે, જ્યાં રોડ ઉપર ભરાતા માર્કેટમાં એક વ્યક્તિએ જૂની ચમચી ખરીદી. તે ચમચી ઘણી જૂની હતી અને તેનો આકાર પણ ખરાબ થઈ ગયો હતો. પણ કહેવાય છે ને કે હીરાની ઓળખ ઝવેરીને હોય છે. એમ તે વ્યક્તિને પહેલી નજરમાં ચમચી જોઇને અનુભવ થઇ ગયો હતો કે તેમાં કાંઈક વિશેષ છે.

તે સમયે વ્યક્તિએ તે ચમચીને માત્ર 90 પૈસામાં ત્યાંથી ખરીદી, પણ જયારે તે વ્યક્તિએ તે ચમચીને ઓનલાઈન વેચવા માટે મૂકી, તો તેનો અંદાઝો એકદમ સાચો પડ્યો. તે ચમચીના બદલામાં તેને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી.

શું ખાસ છે તે ચમચીમાં? શરુઆતના સમયમાં જ તે ચમચીની કિંમત 52 હજાર રૂપિયા આંકવામાં આવી. પણ જયારે તેની હરાજી કરવામાં આવી તો ધીમે ધીમે તેની બોલી વધતી જ ગઈ. છેલ્લે તે ચમચીની ફાઈનલ બોલી 1 લાખ 97 હજાર રૂપિયામાં ફાઈનલ થઇ. ટેક્સ અને એક્સ્ટ્રા ચાર્જ જોડીને તેની કિંમત 2 લાખ ઉપર જતી રહી.

ચમચી વેચવા વાળા વ્યક્તિએ શરુઆતમાં પોતાની ઓળખ છુપાવી છે. પણ ચમચીની હરાજી કરવા વાળી કંપનીએ તેની સ્ટોરી શેર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિ હંમેશા કાર બુટ માર્કેટ જતો હતો. ચમચી લીધા પછી તે વ્યક્તિએ Somerset ના સિલ્વર એક્સપર્ટ Lawrences Auctioneers નો સંપર્ક કર્યો. તેમણે વ્યક્તિને જણાવ્યું કે તે ચમચી ઘણી કિંમતી છે.

ઓકશન હાઉસના અલેક્સ બુચરે જણાવ્યું કે, તે ચમચી 13 મી સદીની છે અને તેની કિંમત લાખોમાં છે. તે ચમચી 5 ઇંચ લાંબી છે. સાથે જ તેની ડીઝાઈન રોમન યુરોપીયન સ્ટાઈલની છે. તે ઘણી ખરાબ થઇ ગઈ હતી. એવું લાગી રહ્યું છે કે તે વર્ષોથી પાણી કે જમીન નીચે દબાયેલી હતી.

મિત્રો, તમને આ વ્યક્તિના ભાગ્યનો કિસ્સો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular