આ વસ્તુની 250 ગ્રામની કિંમત 4250 કરોડ રૂપિયા છે, નિષ્ણાંત પાસેથી જાણો તેના વિષે.
સીઆઈડી એ કોલકાતા એરપોર્ટ વિસ્તાર માંથી ખુબ મોંઘી રેડિયોએક્ટીવ ધાતુ કેલિફોર્નિયમ (californium) જપ્ત કરી છે. આ ધાતુ સાથે સીઆઈડી અધિકારીઓએ બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા સેલન કરમાકર અને અસિત ઘોષ હુગલી જીલ્લાના રહેવાસી છે.
કેલિફોર્નિયમ ઘણો મોંઘો રેડિયોએક્ટીવ પદાર્થ છે. તેના એક ગ્રામની કિંમત 17 કરોડ રૂપિયા થાય છે. સીઆઈડીએ બે લોકો પાસેથી 250 ગ્રામ કેલિફોર્નિયમ જપ્ત કર્યું, જેની કિંમત 4,250 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
શું છે કેલિફોર્નિયમ? કેલિફોર્નિયમ એક રેડિયોએક્ટીવ રાસાયણિક તત્વ છે. જેનું પ્રતિક Cf અને પરમાણું સંખ્યા 98 છે. તત્વને પહેલી વખત 1950 માં લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરી (ત્યારે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય વિકિરણ પ્રયોગશાળા) માં આલ્ફા કણો (હિલીયમ – 4 આયનો) સાથે ક્યુરીયમ ઉપર બોમ મારો કરીને સંશ્લેષિત કરવામાં આવ્યું હતું.
આ એક એક્ટિનાઈડ તત્વ છે, સંશ્લેષીત થનારુ છઠ્ઠુ ટ્રાંસયુરેનિયમ તત્વ છે અને તેમાં તે તમામ તત્વોનું બીજુ સૌથી મોટું પરમાણું દ્રવ્યમાન છે, જે મદદ વગર આંખો (આઈંસ્ટીનિયમ) ને જોવા માટે પૂરતા પ્રમાણમાં ઉત્પન કરવામાં આવ્યા છે. તત્વનું નામ વિશ્વવિદ્યાલય અને યુ.એસ. રાજ્ય કેલિફોર્નિયાના નામ ઉપર રાખવામાં આવ્યું હતું.
શું હોય છે કેલિફોર્નિયમ? સાહા ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુક્લીયર ફીઝીક્સના પ્રોફેસર સત્યબન ભુનીયાએ જણાવ્યું કે કેલિફોર્નિયમ એક પદાર્થ છે, એક એવો તત્વ છે જે પ્રકૃતિમાં ઉપલબ્ધ નથી. તેને ખાણમાંથી પ્રાપ્ત કરી શકાય છે. તેને પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે સંશ્લેષીત કરવામાં આવે છે. બાર્ટલિયમ જયારે ન્યુટ્રોન અને પ્લુટોનિયમ સાથે વિકિરણીત થાય છે, જયારે લાંબા સમય સુધી ન્યુટ્રોન સાથે વીકિરણીત થાય છે તો તે કેલિફોર્નિયમમાં પરિવર્તિત થઇ જાય છે.
પ્રોફેસર સત્યબન ભુનીયાના માનવા મુજબ પરમાણું રીએક્ટરમાં પહેલા ઇંધણ નાખવું પડે છે અને પછી પરમાણું પ્રતિક્રિયા શરુ કરવી પડે છે. ઇંધણમાં આ કેલિફોર્નિયમ ન્યુટ્રોનનો એક ઘણો મજબુત સ્ત્રોત છે, એટલા માટે તે ન્યુટ્રોન આ પરમાણું પ્રતિક્રિયા શરુ કરે છે, તેના વગર પરમાણું પ્રતિક્રિયા ઘણી ધીમી થશે અને ગરમી વધુ નહિ થાય. આ પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ છે.
તે ઉપરાંત આજકાલ લોકો તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરે છે, જેનો અર્થ છે કે તેનો ઉપયોગ વિકિરણ સારવારમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ન્યુટ્રોન સ્પેક્ટ્રોપિકમાં પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ત્યાં પણ કરવામાં આવે છે જ્યાં તેલની ડ્રીલિંગ થાય છે. તે ન્યુટ્રોનનો પોર્ટેબલ સ્ત્રોત છે.
ક્યાં મળે છે કેલિફોર્નિયમ? ભુનીયાએ જણાવ્યું, સામાન્ય રીતે ન્યુટ્રોન જ્યાં ત્યાં નથી મળતું. કેલિફોર્નિયમ એક ખુબ નાની નરમ ધાતુ છે, જેને ચપ્પુથી કાપી શકાય છે. મને નથી ખબર કે તેમણે શું મેળવ્યું છે? મારો કહેવાનો અર્થ છે કે કયો આઈસોટોપ છે? કેમ કે આઈસોટોપ 252 સૌથી મહત્વપૂર્ણ છે અને તેનું આયુષ્ય 2.6-2.7 વર્ષ છે. તો વીજળી 1.5 વર્ષ ઓછી થઇ જાય છે. તો આપણે જોવું પડશે, મને નથી ખબર કે તે શું છે?
તે મોટાભાગે અસૈન્ય પરમાણું ઉર્જામાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં તેલ ડ્રીલિંગ થઇ રહી છે કે બીજી વસ્તુ છે ત્યાં તે ઉપયોગી છે. એટલા માટે અહિયાં ન્યુટ્રોન સ્પેક્ટ્રોસ્કોપિકના માધ્યમથી એ જાણી શકાય છે કે, શું ડ્રીલિંગ ચાલુ રાખવી છે? કે ત્યાં વધુ તેલ છે કે નહિ? તો મોટાભાગે આ વસ્તુ માટે તે ઉપયોગી છે. અને બીજી જગ્યા ન્યુટ્રોન સ્પેક્ટ્રોસ્કોપિક હોઈ શકે છે. પણ મોટાભાગે તેનો ઉપયોગ ન્યુ ક્લીયર રીએક્ટર તરીકે કરવામાં આવે છે.
માણસ માટે કેટલું નુકશાનકારક છે કેલિફોર્નિયમ? ન્યુટ્રોન માણસની લાલ રક્તકોશિકાઓને નુકશાન પહોંચાડી શકે છે. હકીકતમાં લાંબા સમય માટે 252 એક ઘણો મજબુત સ્ત્રોત છે. 252 ના ઘણા સ્ત્રોત છે, એટલા માટે તે લાલ રક્તકોશિકાઓ નોઅંત લાવી શકે છે. ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે, પણ લાંબા સમય સુધી જો તમે તેનાથી એક્સપોજ થાવ તો લ્યુકેમીયા અને બ્લડ કેન્સરનું જોખમ ઉભું થઇ શકે છે.
માવન શરીરને કેવી રીતે પ્રભાવિત કરે છે? આ એક રેડિયોધર્મી પદાર્થ છે. દરેક રેડિયોધર્મી પદાર્થ માનવ શરીર માટે હાનીકારક હોય છે. હવે આ કેલિફોર્નિયમમાં મોટાભાગે ન્યુટ્રોન હોય છે. તે ન્યુટ્રોનનું એક મજબુત સ્ત્રોત છે જે તમારી લાલ રક્ત કોશિકાઓને તરત મા રીશકે છે. જો તમે મહિનાઓ અને વર્ષો સુધી આ ન્યુટ્રોનના સંપર્કમાં રહો છો તો તમને ખબર નહિ પડે કે તમારી સાથે શું થઇ રહ્યું છે. એટલા માટે તે તમારી લાલ રક્ત કોશિકાઓને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકે છે, જે લાંબા સમય સુધી એક્સપોઝરમાં લ્યુકેમીયા કે બ્લડ કેન્સરનું કારણ બની શકે છે.
આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.