અબજો રૂપિયાની કિંમત ધરાવતી ઉલ્કા અવકાશમાં ફરી રહી છે, નાસાએ તેની નજીક જવા આ મિશન શરૂ કર્યું.
પૃથ્વી સિવાય પણ બ્રહ્માંડ (Solar System) માં ઘણા ગ્રહ છે. આમ તો વર્ષોથી વૈજ્ઞાનિક એવા ગ્રહ શોધી રહ્યાં છે જ્યાં ઓક્સિજન અને પાણી હોય એવી શક્યતા હોય. પણ અત્યાર સુધી એવા કોઈ ગ્રહ વિષે જાણકારી નથી મળી. જોકે બાકી ગ્રહોની સરખામણીમાં મંગળ પર જીવન હોવાની આશા વધારે છે. આપણા બ્રહ્માંડમાં ગ્રહો સિવાય ઉલ્કાપિંડ પણ ફરતા રહે છે. હાલમાં નાસાએ જણાવ્યું કે, આપણા બ્રહ્માંડમાં 124 માઇલ પહોળી એક ઉલ્કા ‘Goldmine Asteroid’ ફરી રહી છે, જેની કિંમત અબજો રૂપિયાથી પણ વધારે છે. આ ઉલ્કા ઘણી કિંમતી ધાતુઓથી ભરાયેલી છે.
વૈજ્ઞાનિકો અનુસાર, આ ઉલ્કામાં ઘણી કિંમતી ધાતુઓ રહેલી છે. તેની કિંમત લગભગ 10 હજાર ક્વાડ્રિલિયન ડોલર છે. એટલે તેના એક નાનકડા ટુકડાની કિંમત પણ અબજો રૂપિયા હશે. વૈજ્ઞાનીઓએ તેને ‘Psyche 16 asteroid’ નામ આપ્યું છે. તે 124 માઈલ પહોળી છે. સૂર્યની ચારેય તરફ ફરતી આ ઉલ્કા મંગળ અને ગુરુની વચ્ચે છે. નાસાએ સોનાથી ભરેલી આ ઉલ્કા માટે નવું મિશન શરૂ કર્યું છે, જેના અંતર્ગત 2026 સુધી તેની નજીક જવાનો પ્રયત્ન કરવામાં આવશે.
કયા ગ્રહ માંથી તૂટ્યો ભાગ : ‘Psyche 16 asteroid’ વિષે માનવામાં આવી રહ્યું છે કે, તે કોઈ ગ્રહનો તૂટેલો ભાગ છે. 2026 માં તેની નજીક જઈને તેની સ્ટડી કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોનો સમૂહ તેના તાપમાન વિષે જાણવામાં લાગેલો છે, જેથી તેની સ્ટડી સરળ બની શકે. ‘Psyche 16 asteroid’ ની શોધ સૌથી પહેલા 1852 માં થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે, સોલર સિસ્ટમના નિર્માણ સમયે થયેલી ટક્કરમાં આ ટુકડો ગ્રહ માંથી તૂટીને અલગ થયો છે. ત્યાર પછીથી તે અવકાશમાં ચક્કર લગાવી રહ્યો છે.
ઘણી કિંમત ધાતુઓનો ખજાનો : વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી આ ટુકડાને લઈને ઘણા પ્રકારના અંદાજ લગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર તેની અંદર ઘણી કિંમતી ધાતુઓ છે. તેમાં સોનુ, ચાંદી, લોખંડ અને નિકલ શામેલ છે. તેની કિંમત અબજો રૂપિયામાં આંકવામાં આવી છે. નાસાના વૈજ્ઞાનિકો અનુસાર જલ્દી જ એ જાણી લેવામાં આવશે કે આઉલ્કાના ટુકડાનો સોર્સ શું છે? હાલમાં ‘Psyche 16 asteroid’ પૃથ્વીથી 200 મિલિયન માઈલ દૂર છે. પણ 2026 સુધી તેના વિષે વધુ ડિટેલ્સ કાઢવામાં આવશે.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.