ફાટેલા કપડાંની ફેશનની ઉડાવવામાં આવી મજાક, કંપનીએ ઠેકાણાં વગરનું જેકેટ બનાવ્યું અને થઈ આવી હાલત.
પેરીસનું લકઝરી ફેશન હાઉસ બેલેંસિયાગા (Balenciaga)દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મોટા મોટા સેલીબ્રીટી આ બ્રાંડના કપડા પહેરવાનું પસંદ કરે છે. સ્ટાઈલ સ્ટેટમેંટ વધારવા માટે લોકો બેલેંસિયાગાના કપડા, બુટ અને બેગની નવી ડીઝાઈનની આતુરતા પૂર્વક રાહ જોતા રહે છે. પણ પોતાની લેટેસ્ટ ઓફરને કારણે જ બેલેંસિયાગાએ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થવું પડ્યું છે.
ખાસ કરીને બેલેંસિયાગાએ એક એવું વણેલું હુડી જેકેટ બહાર પાડ્યું છે જેમાં ઘણા કાણા છે. આ હુડી જેકેટની કિંમત 1,350 પાઉન્ડ (અંદાજે 1,39,163 રૂપિયા) છે. સોશિયલ મીડિયા ઉપર બ્રાંડની આ ઓફરની ઘણી ટીકા થઇ રહી છે. 100 ટકા પોલીસ્ટર માંથી બનેલા વાદળી અને લાલ રંગના આ જેકેટમાં છાતી, હાથ, પાછળ અને નીચેની તરફ કાણા બનાવવામાં આવ્યા છે.
ટ્વીટર ઉપર એક યુઝરે આ જેકેટનો ફોટો શેર કરીને લખ્યું, માત્ર 1 લાખ 39 હજાર રૂપિયામાં તમે એવા દેખાઈ શકો છો જાણે કે તમારા કપડા કુતરાએ ફાડી નાખ્યા હોય. અને એક બીજા યુઝરે આ કપડાની સરખામણી બીન બેગ સાથે કરી.
કંપનીએ આ જેકેટ સાથે ડીસ્ક્રપ્શનમાં લખ્યું, જ્યાં સુધી ડીઝાઇનની વાત છે બેલેંસિયાગા કપડા સાથે પ્રયોગ કરવાથી ક્યારે પણ ડરતા નથી. આ જેકેટમાં બનેલા કાણા માંથી અંદર પહેરવામાં આવેલા કપડા સ્પષ્ટ જોઈ શકાય છે. જીન્સમાં મોટા મોટા હોલ, હેમ શર્ટસ અને ફેડેડ કેપ આ બ્રાંડની ઓળખ છે.
બેલેંસિયાગાની સ્થાપના સ્પેનમાં ક્રીસ્ટોબલ બેલેંસિયાગાએ કરી હતી. ક્રિસ્ટોબલને ધ કિંગ ઓફ ફેશન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાંસના પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન ડાયરે તેમને દુનિયાના માસ્ટર તરીકે સંબોધ્યા હતા. આ બ્રાંડ પહેલા પણ પોતાની વિચિત્ર એવી ફેશનને લઈને ચર્ચામાં રહી ચુકી છે.
ગયા વર્ષે પોતાની અનોખી ઈંસ્ટાગ્રામ પોસ્ટને લઈને પણ આ બ્રાંડની ઘણી હાંસી ઉડી હતી, જેમાં કુતરાને મોટી હુડી પહેરાવીને તેની પાસે મોડલિંગ કરાવવામાં આવ્યું હતું. તેમજ જંપર પહેરીને એક મોડલે પોતાના ચહેરા ઉપર ચપટા અને વિચિત્ર આકારના ફિલ્ટર લગાવીને બ્રાંડનું પ્રમોશન કર્યું હતું.
એક બીજી પોસ્ટમાં આ બ્રાંડે બુટ્ટીના પ્રમોશન માટે લીંબુને પસંદ કર્યું. આ લીંબુ પર આંખ, નાક અને મોઢાના સ્ટીકર લગાવીને તેને મોડલનું રૂપ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે એક વેસ્ટકોસ્ટ પહેરીને એક મોડલે તેના ખીસામાં શાકભાજી અને ફળ રાખીને તેનું પ્રમોશન કર્યું હતું.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.