સાસુને થયો જમાઈ સાથે પ્રેમ, પછી બંને જણાએ જે કર્યું તે જાણીને તમને ચક્કર આવી જશે.
પ્રેમ નિભાવવા માટે સંબંધ ભૂલીને એક બીજાના થઇ જવાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. પણ આજે અમે જે કિસ્સા વિષે જણાવવાના છીએ તે ઘણો ચોંકાવનારો છે. પ્રેમની આ અનોખી સ્ટોરીમાં સંબંધમાં જોડાયેલા 2 એવા લોકોને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો, જેને સામાન્ય રીતે માં દીકરાનો સંબંધ સમજવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુજ્જ્ફરનગર જીલ્લામાં 50 વર્ષની સાસુને તેના 25 વર્ષના જમાઈ સાથે પ્રેમ થઇ ગયો. એટલું જ નહિ તે એક બીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે તેમણે એવું પગલું ભરી લીધું, જેની ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
ઘરેથી ભાગ્યા સાસુ અને જમાઈ : છોકરા છોકરીના ભાગીને લગ્ન કરવાના કિસ્સા તો હંમેશા સામે આવે છે. પણ પ્રેમમાં પાગલ આ સાસુ અને જમાઈએ પણ એક થવા માટે આ રસ્તો પસંદ કર્યો. બંનેએ હંમેશા સાથે રહેવા માટે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા.
હાલમાં જ કર્યા હતા દીકરીના લગ્ન : જીલ્લામાં ભોરાકલાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક મહિલાએ હાલમાં જ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસો પછી જ તેમને પોતાના જમાઈ સાથે પ્રેમ થઇ ગયો. ત્યાર પછી મહિલા પોતાના જમાઈ સાથે ઘર છોડીને ભાગી ગઈ.
10 મહિના સુધી રહ્યા સાથે : ભાગ્યા પછી તે લગભગ 10 મહિના સુધી સાથે રહ્યા અને પછી લગ્ન કરીને જ ઘરે પાછા ફર્યા. તેમના લગ્ન વિષે જયારે બંનેના સંબંધીઓ અને સ્થાનિક લોકોને ખબર પડી તો વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. સાસુ અને જમાઈના આ પ્રેમની ચર્ચા હવે આખા વિસ્તારમાં થઇ રહી છે.
પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો : જયારે જમાઈના સસરા અને તેની પહેલી પત્ની (સાસુની દીકરી) ને તેની જાણ થઇ તો ઘણી ધમાલ થઈ. મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો પણ સાસુ અને જમાઈએ સ્પષ્ટ કહી દીધું કે, તે એક બીજાને પ્રેમ કરે છે અને સાથે રહેવા માંગે છે. પોલીસે બંને ઉપર શાંતિભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
બંનેના પરિવાર તેમનાથી અલગ થયા : સાસુ અને જમાઈને પોતાની જિદ્દ પર અડગ રહેતા જોઈ બંને જણાના પરિવારે હાર માની લીધી છે. બંને કુટુંબે તેમની સાથે સંબંધ પુરા કરી લીધા છે. અને સાસુ અને જમાઈ બંને પોતાના પ્રેમને મેળવીને ખુશ છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.