32 વર્ષની મહિલા 12 બાળકોની બની ચુકી છે માં, લોકોએ કરી ટ્રોલ તો આપ્યો આવો જવાબ.
નાનું કુટુંબ સુખી કુટુંબ એ તો તમે સાંભળ્યું જ હશે, પણ આ દુનિયામાં એક મહિલા એવી છે જેમને 12 બાળકો છે. હાલમાં જયારે આ મહિલાએ પોતાના 12 માં બાળકને જન્મ આપ્યો, તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. જયારે તે બાળકનો ફોટો તેમણે ઈંટરનેટ ઉપર શેર કર્યો, તો મોટી સંખ્યામાં ફોલોઅર્સે મહિલાને અભિનંદન આપ્યા હતા. પછી મહિલાએ તેમને ટ્રોલ કરવા વાળાને એવો જવાબ આપ્યો કે બધાની બોલતી બંધ થઇ ગઈ.
32 વર્ષની બ્રિટની ચર્ચે આ વર્ષે જુલાઈમાં બેબી રોવીસને જન્મ આપ્યો. આ તેમનું 12 મું બાળક છે. બ્રીટનીએ જણાવ્યું કે, તેમને કેટલા બાળકો છે તેના વિષે લોકો શું વિચારે છે એ વાતથી તેમને કોઈ ફરક નથી પડતો. તે પોતાના બાળકો સાથે ખુશ છે.
બ્રિટની પોતાના ટીકટોક એકાઉન્ટ @ ourlargefamily ઉપર નિયમિત રીતે વિડીયો અપલોડ કરે છે, જેમાં તે પોતાના જીવનના અપડેટ શેર કરે છે. જયારે બ્રિટનીએ હાલમાં પોતાના નવા સંતાન રોવીનનો એક વિડીયો શેર કર્યો, તો એક ફોલોઅરે પૂછ્યું કે તમારી ભવિષ્યની યોજનાઓ શું છે?
અન્ય એક ફોલોઅરે 12 માં બાળકના અભિનંદન આપતા પૂછ્યું કે, શું તમે બીજા બાળકો પેદા કરવાની યોજના બનાવી રહ્યા છો? તેની ઉપર જવાબ આપતા બ્રિટનીએ જણાવ્યું કે, શું આ છેલ્લું બાળક છે? મને એવું લાગે છે, પણ 100% નથી.
કેટલાક ફોલોઅર્સ બ્રિટનીના આ જવાબથી ખુશ ન થયા, તો ઘણા લોકો તેમના બચાવમાં કુદી પડ્યા. મોટાભાગના લોકો એ પ્રશ્ન કરતા જોવા મળ્યા કે, શું આ તેમનું છેલ્લું બાળક છે? અને કેટલાક એવા લોકો પણ હતા, જેમણે વધારે બાળકોના જવાબ ઉપર તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધુ.
એક વ્યક્તિએ કમેન્ટમાં કહ્યું, હું બાળકોને પ્રેમ કરું છું, પણ તમે થાક્યા નથી, તમે ગર્ભવતી બનવાનું પસંદ કરો છો? આટલી બધી કમેન્ટ માટે બ્રિટનીનો એક જવાબ પુરતો હતો. તેમણે લખ્યું કે, મને કોઈ ફરક નથી પડતો કે તમે મારા બાળકો વિષે શું વિચારો છો.
બ્રિટની અને તેમના પતિ ક્રીસ 12 બાળકોના ઉછેર માટે દર અઠવાડિયે 230 પાઉન્ડ ખર્ચ કરે છે. તે દર અઠવાડિયે અનાજના પાંચ પેકેટ, 66 દૂધના પેકેટ પણ ખરીદી લાવે છે. અર્કાસસ સીટી, કેન્સાસમાં તે પોતાના પતિ અને બાળકો સાથે ઘણા ખુશ છે.
બ્રિટનીર પોતાના પહેલા પતિ સાથે રહેતા દરમિયાન 16 માં જન્મદિવસના 6 દિવસ પછી પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર પછી તેમને બીજા ચાર બાળકો થયા. પહેલા પતિસાથે છૂટાછેડા પછી બ્રિટનીએ 2012 માં પોતાના છઠ્ઠા બાળકને જન્મ આપ્યો, જેનું નામ જેસલીન છે અને તેની ઉંમર 8 વર્ષ છે.
2014 માં તેમના વર્તમાન પતિ ક્રીસને મળતા પહેલા તેમણે એકલાએ માતા પિતાના રૂપમાં છ બાળકોનો ઉછેર કરતા ત્રણ વર્ષ પસાર કર્યા. ક્રિસ સાથે લગ્ન થયા પછી પોતાના 12 બાળકોને જન્મ આપ્યા પછી બ્રિટનીએ પોતાની ખુશી વ્યક્ત કરી.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.