ગુરુવાર, જૂન 8, 2023
Homeબોલીવુડખુબ જ વૈભવી અને ઉત્તમ જીવન જીવે છે સ્વર કોકિલા લતા મંગેશકર,...

ખુબ જ વૈભવી અને ઉત્તમ જીવન જીવે છે સ્વર કોકિલા લતા મંગેશકર, જુવો ફોટા.


પોતાના અવાજથી કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવનાર લતા મંગેશકર જીવે છે વૈભવી જીવન.

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર આજે ગાયકીની દુનિયાની કોહીનુર છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલી લતા મંગેશકર રંગમંચના કલાકાર અને ગાયક પંડિત દીનાનાથ મંગેશકરની દીકરી છે. લતાજીને ગાવાનું વારસામાં મળ્યું હતું. એટલા માટે ગીત અને સંગીતમાં તેમનો રસ નાનપણથી જ હતો. પોતાના મધુર અને કર્ણપ્રિય અવાજને કારણે કરોડો લોકોના દિલ ઉપર રાજ કરવા વાળી લતા મંગેશકરને આજે કોઈ પરિચય આપવાની જરૂર નથી.

તે તેમના અવાજનો જ જાદુ રહ્યો છે કે તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ ફીમેલ સિંગર બની. લતા મંગેશકરને બોલીવુડમાં સ્વર કોકિલાના નામથી ઓળખવામાં આવે છે અને લગભગ 7 દશકથી લતાજીએ પોતાની સિંગિંગ કારકિર્દી જાળવી છે. લતા મંગેશકરે અત્યાર સુધી લગભગ 50 હજાર ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. અને તેમણે 36 ભાષાઓમાં ગીત ગાયા છે.

પોતાના અવાજના બળ ઉપર તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, જે પ્રાપ્ત કરવું કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી હોતું. આવો આજે જાણીએ લતા મંગેશકર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તેમના વૈભવી જીવન વિષે.

નાની ઉંમરમાં શરુ કરી હતી ગાવાની સફર : લતા મંગેશકરે પોતાની સિંગિંગ કારકિર્દીની શરુઆત આશરે 13 વર્ષની ઉંમરમાં કરી દીધી હતી. બાળપણમાં પિતાનો આશરો છીનવાઈ ગયા પછી લતાએ જ કુટુંબની જવાબદારી પોતાના ખભા ઉપર ઉપાડી લીધી. નાની ઉંમરથી શરુ કરેલી તે ઉત્તમ સફરનું પરિણામ એ આવ્યું કે આજે કરોડોની સંખ્યામાં તેમના ફેન્સ છે. લતા મંગેશકર પાસે સંપત્તિ, ખ્યાતી વગેરે કોઈ વસ્તુની અછત નથી.

કરોડોની સંપત્તિની માલિક છે લતા મંગેશકર : લતા મંગેશકર 50 મીલીયન ડોલરની માલિક છે. પોતાની આવડત અને મહેનતના બળ ઉપર જ તેમણે લગભગ 368 કરોડ રૂપિયા કમાયા છે. એ કહેવું ખોટું નહિ ગણાય કે તેમણે આ સ્થાન ઉપર પહોંચવા માટે પૂરી ધગશથી મહેનત કરી હતી. નાની એવી ઉંમરમાં જ તેમણે પોતાની આવડતનો જાદુ દેખાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વર કોકિલા લતા મંગેશકર પ્રભુ કુંજ ભવનમાં રહે છે જે દક્ષિણી મુંબઈને સૌથી મોંઘા વિસ્તાર પેડર રોડ પર આવેલો છે.

મોંઘી ગાડીઓના શોખીન છે લતાજી : લતા મંગેશકરને મોંઘી ગાડી અને લકઝરીયસ ગાડીઓનો ઘણો શોખ છે. અને તેમની કાર કલેક્શન ઉપર નજર કરીએ તો તેમાં એક શેવરોલે, બ્યુક અને એક ક્રીસલર જેવી ઉત્તમ ગાડીઓ રહેલી છે. વીર ઝારા ફિલ્મનું ગીત રીલીઝ થયા પછી ડાયરેક્ટર યશ ચોપડાએ તેમને એક મર્સીડીઝ કાર ભેટ આપી હતી. લતા મંગેશકર પાસે ઘણી બીજી મોંઘી અને લકઝરી ગાડીઓ પણ છે.

‘ભારત રત્ન’ થી સન્માનિત છે લતા : વર્ષ 2001 માં સ્વર કોકિલા લતા મંગેશકરને ‘ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વર્ષ 2007 માં ફ્રાંસ સરકાર દ્વારા લતાજીને ‘ઓફિસર ઓફ ધ લીજન ઓફ ઓનર’ થી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. આ પુરસ્કારો ઉપરાંત સ્વર કોકિલા લતા મંગેશકરને ‘પદ્મભૂષણ’, ‘દાદા સાહેબ ફાલ્કે’, ‘પદ્મ વિભૂષણ’, ‘મહારાષ્ટ ભૂષણ પુરસ્કાર’, ‘એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર’, ‘એનઆર રાષ્ટ્રીય પુરસ્કાર’ અને તે ઉપરાંત ત્રણ ‘રાષ્ટીય ફિલ્મ પુરસ્કાર’ પણ મળી ચુક્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular