બબીતાજીને છોડીને આ મહિલા સાથે ડેટ પર જવા માંગે છે જેઠાલાલ, જાણો કોણ છે તે મહિલા જે જેઠાલાલના દિલમાં છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા એક દશકથી પણ વધુ સમયથી સબ ટીવી ઉપર પ્રસારિત થઇ રહ્યો છે અને તે શરુઆતથી જ દર્શકોનો પસંદગીનો શો બની ચુક્યો છે. એટલું જ નહિ આ શો ના માધ્યમથી કલાકારોએ દેશના લગભગ દરેક ઘરમાં પોતાની ઓળખ ઉભી કરી છે. પછી ભલે તે દિશા વાકાણી હોય, ભવ્ય ગાંધી કે નિધિ ભાનુશાલી. શો છોડી ચુકેલા કલાકારોને પણ આ શો ના માધ્યમથી લોકો યાદ કરે છે.
એવું જ કાંઈક હાલમાં આ શો દ્વારા સૌથી વધુ કમાણી કરવા વાળા સ્ટાર દિલીપ જોશીનું છે. ફેન્સ તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેમના અંગત જીવન વિષે પણ બધું જાણવા માંગે છે. અને તેમના ફેન્સને જણાવવાનું કે અસલ જીવનમાં જેઠાલાલ બબીતાજીને નહિ પણ કોઈ અન્ય મહિલા સાથે ડેટ ઉપર જવા માંગે છે. તો આવો જાણીએ કે કોણ છે તે મહિલા જેને ડેટ કરવા માંગે છે દિલીપ જોશી.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જોવા વાળા દરેક દર્શકો જાણે છે કે, જેઠાલાલ મનમાંને મનમાં બબીતાજીને પ્રેમ કરે છે. જો કે અસલ જીવનમાં દિલીપ જોશીએ જયમાલા જોશી સાથે સાત ફેરા લીધા છે અને બંનેને બે નાના બાળકો પણ છે. દિલીપ જોશી અસલ જીવનમાં પણ ઘણા રોમાન્ટિક માણસ છે અને ડેટને લઈને તેમની થોડી ફેંટસી પણ છે જે તેમણે શેર કરી છે.
એક મીડિયા સંસ્થા સાથે વાતચિત કરતા સામે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના આ અભિનેતાએ પોતાની ડ્રીમ ડેટને લઈને વાત કહી હતી. દિલીપ જોશીએ તે દરમિયાન જણાવ્યું કે, હું અને મારી પત્ની એક નદીના કિનારે, કદાચ ટેમ્સ નદી ઉપર. અને હા, હું ઇટાલીયન કે લેબનીઝ ખાવા માગું છું.
તેમજ આ વાતચીત દરમિયાન દિલીપ જોશીએ પોતાના ફેવરીટ વેકેશનનો પણ ખુલાસો કર્યો. તેમણે ખુલાસો કર્યો કે, જયારે અમે લંડન ગયા હતા તો રસોઈ નામનું એક રેસ્ટોરન્ટ હતું, તે ઘણું ઉત્તમ હતું. તે મધ્ય લંડનમાં ક્યાંક છે. હાલમાં જ અમે બ્રિટેનમાં મારા ભાઈના ઘરે રજાઓ પસાર કરવા ગયા હતા. મારો ભાઈ સારો રસોઈયો છે. ત્યાં અમે તળાવના કિનારે એક વિસ્તારમાં ગયા હતા. અમારી પાસે એક બારબેક્યુ હતું અને તે અદ્દભુત હતું. તે બેસ્ટ રજાનો અનુભવ હતો.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી સૌથી વધુ કમાણી કરવા વાળા અભિનેતા છે. હાલના રીપોર્ટસ મુજબ, તે પ્રતિ એપિસોડ 1.5 લાખની મોટી રકમ લે છે. દિલીપ જોશીની શરુઆત ખુબ જ સાધારણ હતી.
એક મીડિયા રીપોર્ટસ મુજબ એક ઈન્ટરવ્યુંમાં દિલીપ જોશીએ પોતાની સ્ટ્રગલ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે એક બેકસ્ટેજ આર્ટીસ્ટ તરીકે કામ શરુ કર્યું હતું. આ કામ માટે તેમને 50 રૂપિયા પ્રતિ ભૂમિકાના મળતા હતા. પણ આજે તે પોતાની મહેનત અને લગનને કારણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ના સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.