ગુરુવાર, જૂન 8, 2023
Homeબોલીવુડતાપસી પન્નુના લગ્ન ન થવાથી પરેશાન હતા તેમના માતા પિતા, પછી દીકરીને...

તાપસી પન્નુના લગ્ન ન થવાથી પરેશાન હતા તેમના માતા પિતા, પછી દીકરીને કર્યો લગ્ન અંગે આ ખુલાસો.


બોલીવુડની હિટ એક્ટ્રેસ તાપસી પન્નુએ પોતાના લગ્ન વિષે કર્યો મોટો ખુલાસો કર્યો, કહ્યું હું જેને….

હિન્દી સિનેમાની સુંદર અને જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ હિન્દી સિનેમામાં પોતાને સારી રીતે સ્થાપિત કરી ચુકી છે. તેની પાસે ઘણી ફિલ્મોની લાઈન લાગી છે અને ધીમે ધીમે તે પોતાના સુદંર અભિનયથી ફેન્સના દિલ જીતી રહી છે. દક્ષીણ ભારતીય ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરુઆત કરવા વાળી તાપસી પન્નુ હવે બોલીવુડનું જાણીતું નામ બની ગઈ છે. તે અત્યાર સુધી ઘણી ઉત્તમ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

1 ઓગસ્ટ 1987 ના રોજ નવી દિલ્હીમાં જન્મેલી તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાના અભિનયની સાથે જ પોતાની સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહેલી છે. સાથે જ તે પોતાના અંગત જીવનને લઈને પણ સમાચારોનો ભાગ બનતી જાય છે. તેનું અંગત જીવન કોઈનાથી છૂપું નથી. તેના જીવન વિષે અમે એટલા માટે વાત કરી રહ્યા છીએ કેમ કે, હાલમાં જ અભિનેત્રીએ જણાવ્યું છે કે તે પોતાના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન નહિ કરે.

સાથે જ તાપસી પન્નુએ એ પણ જણાવ્યું છે કે, તેમના માતા પિતાને તેના લગ્નની ચિંતા છે અને તે તેના લગ્નને લઈને પરેશાન પણ છે. હાલમાં જ અભિનેત્રી એક ઈન્ટરવ્યુંનો ભાગ બની હતી તે દરમિયાન તેણે પોતાના અંગત જીવન અને લગ્નને લઈને ચર્ચા કરી. તાપસી પન્નુએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, તે એવા વ્યક્તિ સાથે લગ્ન નહિ કરે જે તેમના માતા પિતાને પસંદ ન આવે.

તાપસી પન્નુના જણાવ્યા મુજબ, હું કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં છું કે કોઈને ડેટ કરી રહી છું અને તે વ્યક્તિ મારા પેરેન્ટ્સને પસંદ ન આવે, તો પછી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરવાનું પસંદ નહિ કરું. હું મારા પેરેન્ટ્સની પસંદગીથી જ લગ્ન કરીશ.

તાપસી પન્નુએ વાત કરતા આગળ જણાવ્યું કે, મેં જેને પણ ડેટ કર્યા છે તેને હંમેશા જણાવ્યું છે કે હું મારા માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન નહિ કરું. મારી સાથે એવું બનતું હતું કે, હું જેને પણ ડેટ કરતી હતી તેને લઈને મારા મનમાં એ વિચાર આવતો કે તેની સાથે લગ્ન કરી લઉં. હકીકતમાં હું જેને પણ ડેટ કરું છું ત્યારે મારા મગજમાં વિચાર આવે છે કે હા આની સાથે લગ્ન થઇ શકે છે, તો તે માણસ ઉપર ટાઈમ અને એનર્જી ખર્ચ કરી શકાય છે.

મને ટાઈમપાસ કરવામાં કોઈ રસ નથી. તો મારું એવું છે કે જો આગળ કાંઈ ન થઇ શકે તો તે ન કરો. મારા પેરેન્ટ્સનું એવું કહેવું છે કે, તું પ્લીઝ લગ્ન કરી લે, બસ તું કરી લે, કોઈની પણ સાથે કરી લે બસ. તેમને ચિંતા છે કે હું કદાચ ક્યારે પણ લગ્ન નહિ કરું.

મૈથીયાસ બોએ સાથે સંબંધમાં છે તાપસી પન્નુ : ધ્યાન આપવાની વાત છે કે તાપસી પન્નુનું અફેયર બેડમિન્ટન પ્લેયર મૈથીયાસ બોએ સાથે ચાલી રહ્યું છે. બંનેને ઘણી વખત એક સાથે રજાનો આનંદ ઉઠાવતા જોયા છે. થોડા સમય પહેલા બંને માલદીવમાં જોવા મળ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તાપસી પન્નુ નેટફ્લીક્સ ઉપર પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હસીન દિલરુબા’ માં જોવા મળી હતી. ફિલ્મને ફેન્સનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને તેની આગામી ફિલ્મોમાં ‘લુપ લપેટા’, ‘બ્લર’ અને ‘રશ્મી રોકેટ’ વગેરે શામેલ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular