શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeબોલીવુડતારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી મળી પ્રસિદ્ધી, પછી છોડી દીધો શો, જાણો...

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી મળી પ્રસિદ્ધી, પછી છોડી દીધો શો, જાણો હવે ક્યાં છે આ કલાકારો.


એવા કલાકારો જેમને તારક મેહતા શો એ અપાવી પ્રસિદ્ધિ, પણ શો છોડી દીધા પછી તેમની પ્રસિદ્ધિમાં થયો ઘટાડો.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આ ફેમસ ટીવી શો 13 વર્ષથી લોકોને હસાવી રહ્યો છે. આ 13 વર્ષમાં ઘણા કલાકારો આ શો દ્વારા ઘર ઘરમાં ફેમસ થયા. પણ કેટલાક એવા કલાકાર છે જેમણે લાંબા સમય શો માં રહ્યા પછી તેને છોડી દીધો. આજે અમે તમને એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તે કલાકાર હવે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

ભવ્ય ગાંધી – ટપ્પુ : ભવ્ય ગાંધીએ લાંબા સમય સુધી આ શો માં ટપ્પુનું પાત્ર ભજવ્યું છે. તેનું આખું બાળપણ આ શો દરમિયાન જ પસાર થયું, એટલા માટે દર્શકોએ તેને દરરોજ મોટો થતા જોયો છે. પણ કેટલાક વર્ષ પહેલા તેણે શો માંથી વિદાય લઇ લીધી હતી. ભવ્ય હાલના દિવસોમાં ગુજરાતી ફિલ્મોમાં સક્રિય છે.

દિલખુશ રિપોર્ટર – રોશન સોઢી : દિલખુશ રિપોર્ટરે શો માં રોશન સોઢીનું પાત્ર ભજવ્યું છે. તેમણે ઘણા વર્ષ પહેલા શો છોડી દીધો હતો. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઓછી જોવા મળે છે. તે હાલના દિવસોમાં શું કરી રહી છે તેની જાણકારી પણ તેમણે આપી નથી.

દિશા વાકાણી – દયા બેન : દિશા વાકાણી આ શો માં દયા બેનનું પાત્ર ભજવતી હતી. તેમણે વર્ષ 2017 માં પોતાની પ્રેગનેન્સી દરમિયાન શો માંથી બ્રેક લીધો હતો. પણ વર્ષો પછી પણ શો માં તેમનું સ્થાન કોઈ બીજાને આપવામાં આવ્યું નથી. લોકો આજે પણ તેમના શો માં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તે થીએટરમાં ઘણી એક્ટીવ છે.

ગુરુચરણ સિંહ – રોશન સિંહ સોઢી : ગુરુચરણ સિંહ આ શો માં રોશન સિંહ સોઢીના પાત્રમાં જોવા મળી રહ્યા હતા. પણ તેમના પિતાની બીમારીને કારણે તેમણે શો છોડી દીધો હતો.

ઝીલ મહેતા – સોનું : ઝીલ મહેતા શો માં ભીડે માસ્તરની દીકરી સોનુંના પાત્રમાં જોવા મળતી હતી. પણ વર્ષ 2012 માં તેણે શો માંથી વિદાય લઇ લીધી. હાયર એજ્યુકેશનને કારણે તેણે શો છોડી દીધો હતો. તે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે.

કવિ કુમાર આઝાદ – ડૉ. હાથી : કવિ કુમાર આઝાદે 9 વર્ષ સુધી સતત ડૉ. હાથીનું પાત્ર ભજવ્યું છે. પણ હાર્ટ અટેકને કારણે તેમણે આ દુનિયા માંથી વિદાય લીધી. ત્યાર પછી નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી રહ્યા છે. વર્ષ 2018 માં કવિ કુમાર આઝાદે દુનિયામાંથી વિદાય લીધી હતી.

મોનિકા ભદોરીયા – બાવરી : મોનિકા ભદોરીયાએ શો માં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર ઘણી સરસ રીતે ભજવ્યું છે. તે લાંબા સમયથી આ શો થી દુર છે. તે ઘણા ટીવી શો માં જોવા મળે છે.

નેહા મેહતા – અંજલિ મેહતા : નેહા મેહતા શો માં તારક મેહતાની પત્નીના પાત્રમાં જોવા મળતી હતી. પણ તેમણે કોઈ કારણસર શો છોડી દીધો. હાલના દિવસોમાં તે સિનેમા ક્ષેત્રમાં સક્રિય છે. તેની સાથે જ તે કેટલાક ટીવી શો પણ હોસ્ટ કરે છે.

નિધિ ભાનુશાલી – સોનું : નિધિ ભાનુશાલીએ ઝીલ મહેતા પછી આ શો માં સોનુંનું પાત્ર ભજવ્યું છે. પણ શો છોડ્યાના વર્ષો પછી પણ લોકો તેને સોશિયલ મીડિયા ઉપર સોનુંના નામથી બોલાવે છે. તે હાલના દિવસોમાં રીસર્ચ વર્ક કરી રહી છે. તેની સાથે જ તે જંગલોમાં ફરીને વિડીયો બનાવીને લોકોના દિલ જીતી લે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular