રોશન ભાભીએ શેર કર્યા પોતાના યુવાનીના ફોટા, જણાવ્યું પોતાની બહેનપણી સાથે કેવી મસ્તી કરતા હતા.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની મિસિસ રોશન સોઢી ઉર્ફ અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પોતાની યંગ એજના કેટલાક નજોયેલા ફોટા શેર કર્યા છે. તે ફોટામાં જેનીફર ઓળખાઈ રહી નથી. ફેન્સ પણ તેમનું એ રુપ જોઈને ચોંકી ગયા છે.
હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની જુવાનીના સમયના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેમણે પોતાની સૌથી સારી બહેનપણીને જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેમના ફોટાને જોઈને કોઈ કહી નહિ શકે કે આ જેનિફર છે. જેનીફર તે સમયના હિસાબે તૈયાર થઈ હતી. જોકે તારક મેહતા શો માં રોશન ભાભીની ડ્રેસિંગ સેંસ સૌથી અલગ છે.
અભિનેત્રીએ પોતાની સૌથી સારી બહેનપણી માટે એક લાંબી એવી ઈમોશનલ નોટ લખી જે હવે તેમના પિતરાઈ ભાઈની પત્ની છે. ફોટાના કેપ્શનમાં જેનિફરે જણાવ્યું કે, કઈ રીતે તે પોતાની બેસ્ટ ફ્રેંડ સાથે સમય પસાર કરતી હતી. તેમણે તેના વિષે થોડી જાણકારી પણ આપી.
કેપ્શનના એક ભાગમાં તેમણે પોતાના મજેદાર સમય વિષે ઘણું બધું શેર કર્યું. તેમાં લખ્યું હતું, અમે ન ફક્ત અમારું આખું બાળપણ એક સાથે પસાર કર્યું, પણ અમે જે કાંઈ પણ કર્યું તેની સૌથી સારી યાદો છે. ભલે તે નવનીતામાં સાંજે 5 વાગ્યે ખાવાનું હોય કે એક સાથે ગ્રોટોમાં જવાનું હોય, કે કોફી હાઉસ/અન્નાના કેફેમાં ખાવાનું હોય, ભુખ્ખડની જેમ પેસ્ટ્રી અને પેટીસ ખવાની હોય.
જેનીફરે આગળ લખ્યું, દરરોજ પોતાની બહેનને મુર્ખ બનાવવી અને તેને ચા બનાવવા માટે સજા આપવી, ઘણી બધી ચા પીવી (તે પણ રામલાલ પાસેથી) દરેક દશેરો સાથે જોવો અને બધાના કપડા પર કમેન્ટ કરવી. અને અમારા કોડ વર્ડ અને ઉંધી-ચત્તી ભાષા.
જયારે તારું ઘર બંધ રહેતું હતું તો આપણે જમરૂખના ઝાડ પર ચડીને અને પછી દરેક છતની ટાઈલો પાર કરીને તારા ઘરે જતા હતા. સૌથી સારો એપિસોડ ત્યારે હતો જયારે હું દર મહીને તારા કડક દાદા સાથે મેનકાના અવાજમાં વાત કરીને મુર્ખ બનાવતી હતી. (હે ભગવાન અમે કલ્પના નથી કરી શકતા કે અમે એ બધું કર્યું.)
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.