નવાઝુદ્દીન સિદ્દીકીનું લગ્નજીવન પાટા ઉપર ચડી રહ્યું છે, પત્ની સાથે ફેમીલી ટ્રીપ ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અભિનેતા.
બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું અંગત જીવન ફરી ચર્ચામાં છે. નવાઝના તેમની પત્ની આલિયા સાથે સંબંધ સુધરી રહ્યા છે. બંને ગયા વર્ષે છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા પણ હવે બધું ઘણું સારું થઇ ગયું છે.
એક ઈન્ટરવ્યુંમાં આલિયાએ જણાવ્યું કે, તે અને નવાઝ સંબંધ સારા થયા પછી તેમની પહેલી ફેમીલી ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છે. આલિયાએ જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં જ ટીકીટ બુક કરાવવાના છીએ. હું, નવાઝ અને અમારા બંને બાળકો આ ટ્રીપ ઉપર જઈશું.
દંપત્તિના બાળકો શોરા અને યાની હાલના દિવસોમાં દુબઈમાં રહીને તેમનો અભ્યાસ કરી રહ્યા છે. તેમને ઇન્ડિયામાં ઓનલાઈન ક્લાસ દ્વારા ભણવાનું પસંદ આવતું ન હતું એટલા માટે તેમણે એડમીશન દુબઈમાં કરાવી લીધું જ્યાં તે ક્લાસરૂમમાં અભ્યાસ કરી શકે છે.
છૂટાછેડાની અરજી કરી ચુકી હતી આલિયા : આલિયાએ ગયા વર્ષે મે મહિનામાં લેખિત ફરિયાદ નોંધવતા નવાઝ ઉપર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આલિયા કોર્ટમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે છૂટાછેડાની અરજી પણ કરી ચુકી હતી. ત્યાર પછીથી જ તે બંને વચ્ચે ઘણી ચડસાચડસી થઇ હતી.
નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમાસ ઉપર પણ આલિયાએ આ રોપ લગાવ્યો હતો. શમાસે દાવો કર્યો હતો કે આલિયા નાણાકીય લાભ માટે આ બધું કરી રહી છે. એક ઈન્ટરવ્યુંમાં આલિયાએ બધા આરોપોનો અસ્વીકાર કર્યો હતો.
આલિયાએ લીધો યુ-ટર્ન : થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુંમાં આલિયાએ નવાઝ સાથે બધા મતભેદ ભૂલીને ફરી વખત એક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બદલાતા સંબંધ ઉપર વાત કરતા આલિયાએ જણાવ્યું હતું કે, મને કો-રો-નાએ તેની ઝપટમાં લઇ લીધી હતી. હું મુંબઈમાં મારા ઘરમાં આઈસોલેટ હતી. તેથી બંને બાળકોની કાળજી લેવામાં ઘણી મુશ્કેલી થતી હતી પણ નવાઝે મારો સાથ આપ્યો. નવાઝ તે સમયે લખનઉમાં કોઈ ફિલ્મના કામમાં વ્યસ્ત હતા તેમ છતાં પણ તે દીકરી શોરા અને દીકરા યાનીની સંભાળમાં વ્યસ્ત રહ્યા.
તે વારંવાર બાળકોની જરૂરિયાતો વિષે જાણવા માટે ફોન કરતા રહ્યા. તે ઉપરાંત તેમણે મારી તબિયત વિષે જાણવા માટે ફોન કર્યા અને મારી સંભાળ રાખી. તેમના એ વર્તનથી હું ઘણી ખુશ છું. તેમનો એ અંદાઝ મારા હ્રદયને સ્પર્શી ગયો છે અને હું કુટુંબ પ્રત્યે તેમના એ અંદાઝથી ખુશ છું. હું અને નવાઝ અમારા લગ્નજીવનની તકલીફોને ઉકેલવાનો પૂરતો પ્રયત્ન કરીશું, અને સાથે રહેવાને લઈને અમારા બંને વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.
નવાઝે પણ આપ્યું હતું રીએક્શન : નવાઝે જણાવ્યું હતું કે, હું સામાન્ય રીતે મારા અંગત જીવન વિષે કાંઈક કહેવાનું પસંદ નથી કરતો. અને મેં ક્યારેય કોઈના વિષે કાંઈ આડુંઅવળું નથી કહ્યું. હું નેગેટીવીટી અને નફરત મારી આસપાસ નથી ઈચ્છતો. આલિયા હજુ પણ મારા બાળકોની માં છે અને અમે વર્ષો એક સાથે પસાર કર્યા છે. ભલે કાંઈ પણ થાય હું તેને સપોર્ટ કરીશ. મારી ફરજ બને છે કે હું તેની અને બાળકોની કાળજી રાખું. આલિયા અને મારા વિચાર નથી મળતા, અમે એક બીજા સાથે સહમત નથી થતા પણ મારા બાળકો મારા માટે સૌથી પહેલા છે.
અમારા કારણે અમારા બાળકો દુઃખી ન થવા જોઈએ, સંબંધો બનતા અને બગડતા રહે છે. તેની અસર બાળકો ઉપર ન પડવી જોઈએ. હું એક સારો પિતા બનવા માગું છું. માણસાઈ જ સંપૂર્ણ છે. પહેલા સારા માણસ બનો. અમે પહેલા ઘણું સહન કર્યું છે. જો મહામારી તમારી અંદર સારા ફેરફાર નથી લાવી શકતી તો કોઈ પણ તમને બદલી નહિ શકે. હું હંમેશા મારા પરિવાર સાથે ઉભો રહીશ.
નવાઝ અને આલિયાને બે બાળકો છે. તેમાં એક દીકરી શોરા છે અને દીકરાનું નામ યાની છે. બંનેના લગ્નને 10 વર્ષ થઇ ગયા છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.