ઘણા એપિસોડથી તારક મેહતાના કેટલાક પાત્રો શો માંથી ગાયબ છે, શું છે તેની પાછળનું કારણ, ઓછી ફી કે પછી….
જેઠાલાલથી લઈને બાઘા સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાત્ર ઘણા અલગ છે. એટલા માટે શો ને વધુ પસંદ કરવામાં આવે છે. આ શો લોકોના દિલમાં સ્થાન બનાવી ચુક્યો છે. એટલા માટે 13 વર્ષથી તે અટક્યા વગર દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પણ છેલ્લા ઘણા એપિસોડથી કેટલાક પાત્રો શોમાં જોવા નથી મળતા. પછી વાત બબીતાજીની હોય કે રોશન ભાભીની. આ પાત્રો ભજવવા વાળા ચહેરા શો માંથી ગાયબ છે.
શો ના ફેન્સ તેમને ખુબ પસંદ કરી રહ્યા છે અને ઘણી વખત તો તેમના શો છોડવાના સમાચારો પણ આવી ચુક્યા છે. પણ દર વખતે એવા સમાચારોનું ખંડન કરી દેવામાં આવ્યું. તેથી પ્રશ્ન એ ઉભો થાય છે કે જયારે આ કલાકારોએ શો છોડ્યો નથી તો પછી તે શો થી દૂર કેમ છે?
બબીતાજી (મુનમુન દત્તા) : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીના પાત્રમાં જોવા મળતી મુનમુન દત્તા પણ ઘણા સમયથી શોમાં જોવા નથી મળી. તેથી થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તે શો છોડી ચુકી છે. પણ પછી શો ના મેકર્સે સ્પષ્ટતા કરી દીધી કે તે ક્યાંય નથી જઈ રહી, તે આ શો નો ભાગ છે. હાલ તે શો થી કેમ દુર છે તેના વિષે કોઈ કાંઈ જ નથી બોલતા. જોકે મુનમુન દત્તા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે.
રોશન ભાભી (જેનીફર મિસ્ત્રી બંસીવાલ) : બબીતાજીની જેમ જ રોશન ભાભી એટલે જેનીફર મિસ્ત્રી પણ રિસોર્ટ સ્પેશીયલ એપિસોડમાં જોવા નથી મળી. તેથી તેમના પણ શો છોડવાના સમાચાર હતા. પણ પછી જેનિફરે પોતે જ જણાવ્યું હતું કે, તબિયત ખરાબ થઇ જવાને કારણે તે શોથી દુર છે પણ વહેલી તકે જ ગોકુલધામ સોસાયટીમાં ફરીથી જોવા મળશે.
નટ્ટુ કાકા (ઘનશ્યામ નાયક) : શો માં દર્શકોને ખુબ હસાવવા વાળા નટ્ટુ કાકા પણ કોઈ કોઈ એપિસોડમાં જ જોવા મળ્યા છે. તેનું કારણ છે નટ્ટુ કાકાની તબિયત. ઘનશ્યામ નાયકને કેન્સર છે અને હાલ તે ઘણા સમયથી તેની સારવાર કરાવી રહ્યા છે.
સુંદરલાલ (મયુર વાકાણી) : દયાબેનનો વીરો સુંદરલાલ પણ ન જાણે છેલ્લી વખત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારે જોવા મળ્યા હતા. આમ તો હવે દયાબેન પણ જોવા મળી રહી નથી તો સુંદરલાલની હાજરી શોમાં ઓછી જ થઇ ગઈ છે.
આ માહિતી એબીપી લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.