રવિવાર, એપ્રિલ 2, 2023
Homeબોલીવુડબીગ બોસ 15 માં થશે ‘તારક મેહતા…’ ની જૂની સોનુની એન્ટ્રી. વાંચો...

બીગ બોસ 15 માં થશે ‘તારક મેહતા…’ ની જૂની સોનુની એન્ટ્રી. વાંચો ટ્રેન્ડિંગ સમાચાર.


સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી લેશે Bigg Boss 15 માં એન્ટ્રી, જાણો સૂત્રોનું શું કહેવું છે?

લોકો સલમાન ખાનના કોન્ટ્રોવર્શિયલ શો બીગ બોસની નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરરોજ શો ના સંભવિત કન્ટેસ્ટેન્ટ સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. શો મેકર્સ સતત એવી સેલીબ્રીટીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે જે શોને મજેદાર બનાવે. તેથી હવે સમાચાર સામે આવ્યા છે કે, સોશિયલ મીડિયા સેંસેશન અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નિધિ ભાનુશાલી આ સીઝનમાં એન્ટ્રી લેવાની છે.

મેકર્સે કરી નિધિને એપ્રોચ : એક વેબસાઈટના રીપોર્ટ મુજબ બીગ બોસના મેકર્સે ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની જૂની સોનુ એટલે નિધિ ભાનુશાલીને એપ્રોચ કરી છે. રીપોર્ટ મુજબ આ બાબતમાં હજુ સુધી નિધિએ કોઈ કન્ફર્મેશન આપ્યું નથી.

પુલમાં મારી હતી ડૂબકી : આ પહેલા નિધિએ પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપર પુલમાં ડૂબકી લગાવતો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. વિડીયોમાં નિધિએ યોગાસનથી પોતાને શાંત કરી અને પછી એન્જોય કર્યું. કાળા રંગના ટોપ અને રેડ બોટમ પહેરીને નિધિએ પોતાની અંડરવોટર સ્કીલ્સથી ફેન્સને ચોંકાવી દીધા હતા.

વર્ષ 2019 માં છોડ્યો તારક મેહતા શો :

નિધિએ પોતાની અભિનય કારકિર્દીની શરુઆત એક બાળકલાકાર તરીકે કરી હતી. તેણે હાઈ એજ્યુકેશન માટે 2019 માં તારક મેહતા શો છોડી દીધો હતો. ત્યારથી તે ભૂમિકા કલાકાર પલક સિધવાની ભજવી રહી છે. નિધિ પહેલા સોનુંનું પાત્ર ઝીલ મહેતા ભજવી રહી હતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular