તારક મેહતાની જૂની સોનું બની હતી બોડી શે મીંગનો ભોગ, લોકો તેના શરીરના આ ભાગની ઉડાવતા હતા મજાક.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની પહેલી સોનુ એટલે કે ઝીલ મહેતાનું દુઃખ સોશિયલ મીડિયા પર છલકાયું છે. ઝીલે જણાવ્યું કે, કેવી રીતે તે બોડી શે મીંગનો ભોગ બની હતી. આમ તો સોશિયલ મીડિયા ઉપર બોડી શે મીંગ કોઈ નવી વાત નથી. સેલેબ્સ હંમેશા પોતાના ફોટા અને વિડીયોને લઇને ટ્રોલ થાય છે. પણ ઝીલે પહેલી વખત તે વિષય ઉપર ખુલીને પોતાની વાત રજુ કરી છે. ઝીલે વર્ષ 2008 થી 2012 સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુંનું પાત્ર ભજવ્યું હતું.
ઝીલે એક વિડીયો શેર કર્યો અને હેટર્સને જણાવ્યું કે, દરેક માણસ સ્પેશ્યલ હોય છે અને તે સુંદર પણ હોય છે. પોતાને બોડી શે મીંગનો ભોગ બતાવતા ઝીલે વિડીયોમાં જણાવ્યું કે, લોકો તેને પાતળી, મોટા દાંત વાળી અને ન જાણે શું શું કહેતા હતા. ઝીલે નાની ઉંમરમાં મેકઅપ લગાવવા માટે મેણા સાંભળવા પડતા હતા. સાથે જ તેના ચહેરા ઉપર ખીલ પણ હતા તેના માટે પણ લોકો તેને સંભળાવતા હતા.
વિડીયો શેર કરતા ઝીલે લખ્યું, કદાચ મેં આ ગીત પહેલા સાંભળ્યું હોત. મને ઘણો સમય લાગી ગયો પોતાને આ રીતે સ્વીકારવામાં. પોતાની ઉપર વિશ્વાસ રાખવામાં. મને આજે અનુભવ થઇ રહ્યો છે કે હું જેવી છું, તેવી જ પોતાને જો એક્સેપ્ટ કરી લેત તો મારા માટે એ વાત મહત્વની ન રહેતે કે બીજા લોકો મને શું કહી રહ્યા છે, કે મારા માટે શું વિચારે છે?
તેની સાથે જ ઝીલે ફેન્સ માટે પણ એક નોટ લખી કે, જો તમે લોકો આ કેપ્શન વાંચી રહ્યા છો તો જાવ અને તમારા મિત્રને જણાવો કે તે સુંદર છે. સ્માર્ટ અને સારા છે. મને પૂરો વિશ્વાસ છે કે તે તમને જરૂર સારા કહેશે.
જણાવી દઈએ કે, તારક મેહતા શો માં હાલના સમયમાં સોનુંનું પાત્ર પલક સીધવાની ભજવી રહી છે. તે પહેલા સોનુંનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવી રહી હતી. શો માં અત્યાર સુધી ત્રણ કલાકાર સોનુંનું પાત્ર ભજવતા જોવા મળી ચુક્યા છે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.