લોકડાઉનમાં ઓછો થયો આ સેલેબ્સનો પગાર, સુનીલ ગ્રોવરથી લઈને શિલ્પા શિંદે સુધીના દિગ્ગજ કલાકારો સાથે થયું આવું.
દેશમાં લાગેલા લોકડાઉન દરમિયાન જ્યાં ઘણા શો બંધ થઇ ગયા અને ઘણા શો ના કલાકારોના પગાર પણ કાપવામાં આવ્યા. તે બાબતમાં ઘણા સેલેબ્સે આગળ વધીને પોતાના અભિપ્રાય આપ્યા તો ઘણા લોકોએ ચુપ રહેવું જ જરૂરી સમજ્યું. આવો જાણીએ કે ટીવીના પ્રસિદ્ધ કલાકારોએ આ સ્થિતિનો સામનો કેવી રીતે કર્યો કે પછી તેની ઉપર તેમનો શું અભિપ્રાય છે?
શરદ મલ્હોત્રા : નાગિન 5 દરમિયાન શરદ મલ્હોત્રાએ પણ પગારમાં થયેલા ઘટાડાને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. શરદ મલ્હોત્રાનું કહેવું હતું કે, પ્રોડ્યુસર્સની આ મુશ્કેલ સ્થિતિમાં મદદ કરવામાં તેમને કોઈ વાંધો નથી. આ કલાકારનું કહેવું હતું કે, સેટ ઉપર બધા લોકો એક કુટુંબ જેવા હોય છે અને મુશ્કેલ સમયમાં કુટુંબનો સાથ નથી છોડવામાં આવતો.
સુનીલ ગ્રોવર : ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં જોવા મળી ચુકેલા સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે લોકોએ આ સ્થિતિનો સામનો કરવો પડશે.
સોમ્યા ટંડન : ભાભીજી ઘર પર હૈ ફેમ સોમ્યા ટંડન પણ ફી કપાવાની સ્થિતિનો સામનો કરી ચુકી છે. તે બાબતમાં પોતાનું મૌન તોડતા સોમ્યાએ કહ્યું હતું કે, તેમની આસપાસ દરેક વ્યક્તિ સાથે આવું બની રહ્યું છે. જયારે સોમ્યાએ આ શો છોડ્યો હતો ત્યારે એવું જ સાંભળવામાં આવ્યું હતું કે, ફી ઓછી કરવાને કારણે જ તેમણે આ નિર્ણય લીધો છે.
અલી અસગર : ફી કપાવાની વાત ઉપર ટીવીના પ્રસિદ્ધ કોમેડિયન અલી અસગરે માત્ર એટલું જ કહ્યું કે તે સ્વાર્થી નથી અને તે બીજા માટે પણ વિચારશે. અલી અસગરે જણાવ્યું હતું કે, એક સિંગલ ટીવી શો ના સેટ ઉપર માત્ર 30-40 લોકો જ કામ કરી રહ્યા છે. પણ પેંડમિકમાં બીજું કાંઈ કરી પણ નથી શકાતું. આપણે ક્યાંકથી તો શરુઆત કરવી જ પડશે.
મહિમા મકવાણા : ટીવી સીરીયલ શુભારંભ ફેમ મહિમા મકવાણાએ ખુલાસો કર્યો હતો કે તેમની ટીમની પણ ફી ઘટાડવામાં આવી હતી. લગભગ 6 મહિના સુધી બધા કલાકારોની ફી ઓછી થઈ. મહિમાએ ખુલાસો કર્યો હતો કે, પહેલા મેકર્સે 40 ટકા સુધી ફી કાપવાની વાત કરી પણ પાછળથી તેમાં ઘટાડો કરીને 25 ટકા કરી દેવામાં આવી હતી.
ભારતી સિંહ : તાજા રીપોર્ટ મુજબ ભારતી સિંહે ડાંસ દીવાના માટે 70 ટકા ફી કપાતનો સામનો કરવો પડ્યો છે. ભારતીનું કહેવું છે કે, આ સમયે ટીવી અને શો ને સ્પોન્સર્સ નથી મળી શકતા, જેને લીધે આ સ્થિતિ છે અને દરેક લોકોએ ધીમે ધીમે પોતાના પગ ઉપર ફરીથી ઉભા રહેવાની જરૂર છે.
શિલ્પા શિંદે : શિલ્પા શિંદેએ ફી કપાતનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે તે સુનીલ ગ્રોવરનીસાથે ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં કામ કરી રહી હતી. શિલ્પાએ તે બાબતમાં કહ્યું હતું કે, મુશ્કેલ સમયમાં પણ ટીમવર્ક કરવાની જરૂર છે અને તે પોતાને ભાગ્યશાળી માને છે કે ખરાબ સ્થિતિ વચ્ચે પણ તેમને કામ કરવાની તક મળી.
આ માહિતી બોલીવુડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.