શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeબોલીવુડશું બબીતાએ છોડી દીધો તારક મેહતા શો? સવાલ પૂછવા પર મુનમુન દત્તાએ...

શું બબીતાએ છોડી દીધો તારક મેહતા શો? સવાલ પૂછવા પર મુનમુન દત્તાએ જણાવી મોટી વાત.


તારક મેહતા શો છોડવાના સમાચાર ઉપર મુનમુન દત્તાએ તોડ્યું મૌન, કહ્યું જો હું જઈશ….

ટીવી જગતના સૌથી પ્રસિદ્ધ કોમેડી શો માંથી એક તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને દર્શકોનો હંમેશા પ્રેમ મળતો આવ્યો છે. આ શો ઘણા લાંબા સમયથી ટીવી ઉપર પ્રસારિત થઇ રહ્યો છે અને તેના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે. જેઠાલાલ અને દયાબેન શો નો આત્મા છે તો બબીતાજી એટલે કે મુનમુન દત્તાને લીધે પણ શો ને જોરદાર ટીઆરપી મળે છે. મુનમુન દત્તા છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં જળવાઈ રહે છે.

શો છોડવાના સમાચાર ઉપર મુનમુન દત્તા એ તોડ્યું મૌન : થોડા સમય પહેલા જાતી વિશેષ ઉપર ટીપ્પણી કરવાને લઈને મુનમુન દત્તા ચર્ચામાં હતી. એવામાં વીતેલા થોડા દિવસોથી એવા સમાચાર આવવા લાગ્યા છે કે, તેમણે શો છોડી દીધો છે. ખાસ કરીને મુનમુન દત્તા છેલ્લા કેટલાક એપિસોડમાં જોવા નથી મળી. ત્યાર પછી એવી અફવા ઉડવા લાગી કે દયા વાકાણીની જેમ મુનમુન દત્તાએ પણ શો માંથી વિદાય લઇ લીધી છે.

શો ના મેકર્સે એ અફવાઓને ખોટી ગણાવી છે. અને આ બાબત ઉપર હવે મુનમુન દત્તાએ પોતે મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે, નેગેટીવ રીપોર્ટીંગે તેમના જીવનને કેવી રીતે પ્રભાવિત કરી દીધું છે.

વીતેલા દિવસોમાં કો-રો-ના મહામારીને લીધે મહારાષ્ટ્રમાં ટીવી અને ફિલ્મોના દ્રશ્યો ફિલ્માવવાના કામ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી બધા કલાકારો અને ક્રૂ ને દમણમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યાં એપિસોડ ‘મિશન કૌવા’ માં મુનમુન દત્તા સામેલ ન હતી. ત્યારથી જ એ અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે શો છોડી દીધો છે.

સૌથી પહેલા તો મુનમુન દત્તાએ શો છોડવા અને કામ ન કરવાના સમાચારોને સંપૂર્ણ રીતે ખોટા ગણાવ્યા છે. એક ઈન્ટરવ્યુંમાં મુનમુન દત્તાએ જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ દિવસમાં એવી ખોટી વાતો જણાવવામાં આવી છે, જેની મારા જીવન ઉપર નકારાત્મક અસર થઈ છે. લોકો કહી રહ્યા છે કે મેં શો ના સેટ ઉપર રીપોર્ટ નથી કર્યો જે સંપૂર્ણ રીતે ખોટું છે. સાચું તો એ છે કે શો ના ટ્રેકમાં મારી જરૂર ન હતી તો મને બોલાવવામાં જ આવી નથી.

મુનમુન દત્તાએ જણાવ્યું કે સીન અને આગળના ટ્રેક પ્રોડક્શન નક્કી કરે છે, હું નક્કી નથી કરતી. હું માત્ર કામ ઉપર જાઉં છું, મારું કામ કરું છું અને પાછી આવી જાવ છું. સ્પષ્ટ છે કે જે સીનમાં મારી જરૂર નહિ હોય તો હું ત્યાં નહિ હોઉં. તેની સાથે જ તેમણે શો છોડવાની અફવાને પણ ખોટી ગણાવી. મુનમુન દત્તાએ જણાવ્યું કે, જો હું શો ને છોડવાનું આયોજન બનાવી રહી છું તો તેની જાહેરાત હું પોતે કરીશ, કેમ કે મારા પાત્ર સાથે દર્શકો જોડાયેલા છે. અનુમાન લગાવવાને બદલે તેમને સત્ય જાણવાનો હક્ક છે.

આ પહેલા શો ના મેકર્સે પણ તે વાત ઉપર ખુલાસો કર્યો હતો. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક ચેનલને નિવેદન આપતા જણાવ્યું કે, મુનમુન દત્તા ખાસ કરીને બબીતાજી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બની ગઈ છે. તેના શો છોડવા વિષે જે પણ અફવા ઉડી રહી છે, તે સંપૂર્ણ રીતે પાયા વિહોણી અને ખોટી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular