રાજુ શ્રીવાસ્તવથી સુદેશ લહેરી સુધી ટીવી ઉપર પાછા આવી રહ્યા છે તમારા મનપસંદ કોમેડિયન.
કહેવાય છે ને કે આ દુનિયામાં કોઈને હસાવી શકવા સૌથી મુશ્કેલ કામ હોય છે. અને એ કામ દરેક નથી કરી શકતા. ફિલ્મોથી લઈને ટીવી સીરીયલ સુધી ઘણા એવા કલાકાર હતા જેમણે પોતાના કોમિક ટાઈમિંગથી દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા અને તેના કારણે જ શો કે ફિલ્મ પણ મજાની બની ગઈ. ટીવી ઉપર પણ એવા સ્ટેન્ડઅપ કોમેડીયન્સની અછત નથી અને હવે તો તેમના માટે હરીફાઈ પણ ઘણી વધી ગઈ છે.
ટીવી ઉપર પાછા આવવા માટે તૈયાર છે કોમેડિયન : આમ તો ઘણા કોમેડીયન્સ એવા છે જે વર્ષો સુધી દર્શકોના દિલો પર રાજ કરતા રહે છે. અને સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કપિલ શર્મા છેલ્લા ઘણા વર્ષોથી નંબર વન રહ્યા છે. તેમણે પોતાના શો દ્વારા દર્શકોના દિલ પણ જીત્યા છે અને સફળતા પણ પ્રાપ્ત કરી છે. કપિલ ફિલ્મફેયર પણ હોસ્ટ કરી ચુક્યા છે અને તેમને ઘણા ચેટ શો માં પણ બોલાવવામાં આવી ચુક્યા છે. આમ તો કપિલ સિવાય પણ ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન એવા છે જેમણે દર્શકોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે અને હવે તે ટીવી ઉપર ફરી પાછા આવી રહ્યા છે. આવો તેમના વિષે જાણીએ.
રાજુ શ્રીવાસ્તવ : એક સમય એવો હતો જયારે રાજુની કોમેડી આગળ કોઈ ટકી શકતા ન હતા. લાફ્ટર ચેલેન્જથી પોતાની કારકિર્દીની શરુઆત કરવા વાળા રાજુ શ્રીવાસ્તવે ઘણા વર્ષો સુધી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તેમને ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. હવે તે એક વખત ફરી પોતાના શો ‘હસતે રહો વિથ રાજુ શ્રીવાસ્તવ’ માં જોવા મળશે.
સુદેશ લહેરી : સુદેશ સૌથી પહેલા ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ માં દર્શકો સામે આવ્યા હતા. ત્યાર પછી તેમની જોડી કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી સર્કસ’ શો માં જામી. બંનેની જોડી એટલી જામી કે તે બંનેએ ઘણી સીઝન એક સાથે જીતી. આમ તો છેલ્લા કેટલાક સમયથી સુદેશ ટીવીથી દુર થઇ ગયા હતા. પણ હવે તે ધ કપિલ શર્મા શો દ્વારા ફરી વખત પડદા ઉપર પાછા આવી રહ્યા છે.
સુગંધા મિશ્રા : ભારતી સિંહ પછી કોઈ મહિલા કોમેડીયને દર્શકોના દિલ જીત્યા હોય તો તે છે સુગંધા મિશ્રા. સુગંધા લતા મંગેશકરની મિમિક્રી કરવા માટે ઘણી પ્રસિદ્ધ છે. તે ટૂંક સમયમાં ‘કોમેડી ફેક્ટ્રી’ શો થી પાછી ફરવાની છે. તે છેલ્લી વખત ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’ માં જોવા મળી હતી.
અલી અસગર : એક સમયે સીરીયલમાં ગંભીર અભિનય કરવા વાળા અલી અસગર ધીમે ધીમે કોમેડીની દુનિયામાં છવાઈ ગયા. તે ‘કોમેડી સર્કસ’ ઉપરાંત ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ માં દાદી-નાનીના પાત્રમાં જોવા મળ્યા. અલી પણ ટૂંક સમયમાં ‘કોમેડી ફેક્ટ્રી’ માં જોવા મળશે.
સંકેત ભોસલે : સંકેત બોલીવુડ સ્ટાર્સની જોરદાર મિમિક્રી કરવા માટે ઓળખાય છે. તે સંજય દત્ત, રણબીર કપૂર અને સલમાન ખાનની સારી મિમિક્રી કરે છે. તે પણ વહેલી તકે પોતાની પત્ની સુગંધા સાથે ‘કોમેડી ફેક્ટ્રી’ માં જોવા મળશે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.