કરોડોની સંપત્તિના માલિક હતા બીગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લા, જાણો કલાકારની નેટવર્થ.
અભિનેતા અને બીગ બોસના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ અ વસાન થઇ ગયું છે. મુંબઈની કપૂર હોસ્પીટલે સિદ્ધાર્થના અ વ સાનની પુષ્ટિ કરી છે. જાણકારી મુજબ કલાકારને હ્રદય રોગનો હુમલો આવયો હતો. સિદ્ધાર્થ બીગ બોસ 13 ના વિજેતા હતા. અને આ સમાચારે દરેકને અંદરથી હચમચાવી દીધા છે.
સિદ્ધાર્થ શુક્લાએ ટીવી સીરીયલ દ્વારા ફેન્સ વચ્ચે એક વિશેષ સ્થાન ઉભું કર્યું હતું. કલાકારે બાલિકા વધુ સીરીયલમાં શિવનું પાત્ર ભજવીને દરેકને ચકિત કરી દીધા હતા. આજે અમે તમને જણાવીશું કે, આ સફળ કલાકારે પોતાના બળ ઉપર કેટલી કમાણી કરી હતી.
સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ : caknowledge ડોટ કોમ મુજબ સ્વ. કલાકાર સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ ઘણી બધી હતી. 2020 સુધી સીડની કુલ સંપત્તિ 1.5 મીલીયન ડોલર હતી. અને કહેવામાં આવે છે કે આ રકમ એક ટીવી અભિનેતા માટે ઘણી મોટી હતી.
સિદ્ધાર્થ શુક્લાની મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાંડસની જાહેરાત માંથી થતી હતી. સિદ્ધાર્થ જેટલુ કમાતા હતા એટલા જ મનથી તે દાન ધર્મનું પણ કામ કરતા હતા. સામાજિક કાર્યોમાં સિદ્ધાર્થ આગળ વધીને ભાગ લેતા હતા અને ઘણું દાન કરતા હતા.
કલાકારનું ઘર અને ગાડીઓ : સિદ્ધાર્થ પાસે એક ઘર મુંબઈમાં હતું, જ્યાં તે પોતાના કુટુંબ સાથે રહેતા હતા અને તે ઘર હાલમાં જ ખરીદ્યું છે. ગાડીઓની વાત કરીએ તો કલાકાર ગાડીઓના વધુ શોખીન હતા. તેમની પાસે એક બીએમડબ્લ્યુ એક્સ 5 છે. તેની સાથે જ તેમની પાસે એક હાર્લે-ડેવિડસન ફેટ બોબ મોટરસાયકલ પણ હતું.
સિદ્ધાર્થ એક સિમ્પલ જીવન જીવવાનું પસંદ કરતા હતા. કલાકાર અવાર નવાર ચિંતા મુક્ત થઈને ફરતા જોવા મળતા હતા. બીગ બોસ 13 જીત્યા પછી તે ઘણા પોપુલર થયા હતા. આખા દેશે ભેગા મળીને તેમને ઘણા વોટ આપ્યા હતા. હાલમાં જ કલાકારે પોતાનું ડીજીટલ ડેબ્યું પણ કર્યું હતું. તે આપણને બ્રોકન બટ બ્યુટીફૂલમાં જોવા મળ્યા હતા. આ સીરીઝ માટે સિદ્ધાર્થને ઘણી વધુ પ્રશંસા મળી હતી. બીગ બોસ જીત્યા પછી કલાકારની કારકિર્દીને એક નવી સિદ્ધી મળી ગઈ હતી.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.