ગુજરાતી સુપરસ્ટાર પ્રતીક ગાંધીની નવી બોલીવુડ ફિલ્મની હિરોઈન છે સુપર હોટ, ફોટા જોઈ પાણી પાણી થઈ જશો.
ડીજીટલ મનોરંજનની દુનિયામાં ખળભળાટ મચાવી દેવા વાળી વેબ સીરીઝ ‘સ્કેમ 1992’ એ માત્ર તેના નિર્દેશક હંસલ મહેતાને જ પ્રશંસા નથી અપાવી, પણ આ સીરીઝથી શેર બ્રોકર હર્ષદ મહેતાનું પાત્ર ભજવનારા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીનું જીવન પણ બદલાઈ ગયું. પ્રતિક ગાંધીને હાલના દિવસોમાં ડીજીટલ દુનિયાની વેબ સિરીઝો અને ફિલ્મો માટે ઘણી બધી ઓફર મળી રહી છે. અને ચર્ચિત ફિલ્મ અને મ્યુઝિક કંપની ટી સિરીઝે પોતાની આગામી ફિલ્મ માટે તેમને સાઈન કર્યા છે.
ફિલ્મના નિર્માતાઓમાં હંસલ મહેતા પણ શામેલ છે. હંસલની એક બીજી ફિલ્મની જાહેરાત પણ મંગળવારે થઇ છે, જેમાં તે કરીના કપૂરને નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. વેબ સીરીઝ ‘સ્કેમ 1992’ માં પોતાના ઉત્તમ પ્રદર્શનની છાપ છોડયા પછી પ્રતિક ગાંધીને ટી સીરીઝની જે મોટી ફિલ્મ મળી છે, તેનું નામ હજુ નક્કી કરવાનું બાકી છે. ફિલ્મમાં તેમની સાથે ટી સીરીઝના સીએમડી ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર હિરોઈન બની છે.
ખુશાલી કુમારના મ્યુઝીક વિડીયો હાલના દિવસોમાં ચર્ચામાં છે અને હાલમાં જ તેમણે પેન ઇન્ડિયા સુપરસ્ટાર આર. માધવન અને ચરિત્ર અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે એક મનોવૈજ્ઞાનિક રોમાંચ ઉપર આધારિત પોતાની પહેલી ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું છે.
પહેલી વખત એક સાથે કામ કરતા ખુશાલી કુમાર અને પ્રતિક ગાંધીએ હાલમાં જ મુંબઈમાં તેમનો લુક ટેસ્ટ પૂરો કર્યો અને હવે ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે. જાણકારી મુજબ આ ફેમીલી ડ્રામા એક સામાન્ય માણસના સન્માનજનક સંઘર્ષની સ્ટોરી છે જેમાં પ્રતિક મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ વિષે જણાવતા નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું, આ ફિલ્મની સ્ટોરી સામાન્ય પણ વાસ્તવિકતાથી પરિપૂર્ણ છે. આ સ્ટોરી આપણા દેશના હજારો લોકોને પોતાની જ સ્ટોરી લાગશે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.