ગુરુવાર, જૂન 8, 2023
Homeબોલીવુડભૂરી એટલે કે સુમોના હજી પણ છે કપિલના શો નો ભાગ, પ્રોમોમાં...

ભૂરી એટલે કે સુમોના હજી પણ છે કપિલના શો નો ભાગ, પ્રોમોમાં નહિ દેખાવા પાછળ આ હતું કારણ.

સુમોના ચક્રવર્તી નથી થઇ ધ કપિલ શર્મા શો માંથી બહાર, પમ્મી આંટી ફેમ ગૌરવ ગેરા પણ લઇ શકે છે શો માં એન્ટ્રી.

ગયા મહીને કોમેડિયન અને હોસ્ટ કપિલ શર્માએ સોશિયલ મીડિયા દ્વારા ટેલીવિઝન ઉપર પોતાના પાછા ફરવાની જાહેરાત કરવામાં આવી હતી. કપિલે પોતાના શો ધ કપિલ શર્મા શો ની સ્ટારકાસ્ટ સાથે એક સેલ્ફી શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું જુના ચહેરા સાથે નવી શરુઆત. ફોટામાં કપિલ શર્મા સાથે કીકુ શારદા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર અને સુદેશ લહેરી જોવા મળી રહ્યા હતા. તે ફોટામાં સુમોના ચક્રવર્તી ન હતી. ત્યાર પછી લોકોએ અનુમાન લગાવવાનું શરુ કરી દીધું કે, તેમને શો માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જોકે આ વાતમાં કોઈ સત્ય નથી.

સુમોનાએ ગયા અઠવાડિયે ચેનલ સાથે સાઈન કર્યો છે કોન્ટ્રાક્ટ : શો સાથે જોડાયેલા નજીકના સૂત્રો જણાવે છે, સુમોનાએ ગયા અઠવાડિયે ચેનલ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. તે ધ કપિલ શર્મા શો માં ભૂરીના પાત્રને નવી સીઝનમાં પણ જાળવી રાખશે. કપિલ શર્મા અને ચેનલ સાથે તેમને કોઈ પણ પ્રકારના મતભેદ નથી, અને ન તો ક્યારેય પણ તેમના શો માં પાછા ફરવા ઉપર કોઈ પ્રશ્ન હતો.

ગયા મહીને કપિલ અને શો ની કેટલીક સ્ટાર કાસ્ટે એંબી વેલી, પુણેમાં એક નાનો પ્રોમો બનાવ્યો જેના દ્વારા તે ઓડિયંસને પોતાના પાછા ફરવાની જાણકારી આપવા માંગતા હતા. તે સમયે સુમોના ત્યાં હાજર ન હતી. સાથે જ કેટલાક અંગત કારણોથી તેમને કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં પણ મોડું થઇ ગયું હતું. તે શો માં જળવાયેલ છે અને વહેલી તકે જ ટીમ સાથે કામ કરશે.

સુદેશ લહેરી પણ શો માં દેખાશે : કપિલ શર્માના પરિવારમાં હવે એક નવું નામ જોડાઈ ગયું છે, અને તે નામ છે કોમેડિયન સુદેશ લહેરી. તેમની અને કૃષ્ણા અભિષેકની જોડી દર્શકોને ઘણી પસંદ આવે છે. કોમેડી સર્કસમાં કૃષ્ણા અને સુદેશની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે એક વખત ફરીથી આ પોપુલર જોડીને પડદા ઉપર જોવાની દર્શકોને તક મળશે.

ગૌરવ ગેરા શો માં દેખાઈ શકે છે : અને સુત્રોના માનવા મુજબ કોમેડીયન ગૌરવ ગેરા પણ આ શો માં સામેલ થઇ શકે છે. શરૂઆતના પ્લાનિંગ મુજબ, ગૌરવ શો માં એક મહિલાના પાત્રમાં જોવા મળી શકે છે. મેકર્સ ઈચ્છે છે કે, ગૌરવ ગેરાની હાજરીથી સુનીલ ગ્રોવરના ફેમસ પાત્ર ગુત્થીની ઝલક ઓડિયંસ સુધી પહોંચે. મેકર્સ અને કલાકાર વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે.

અક્ષય કુમાર શો માં સૌથી પહેલા મહેમાન તરીકે જોવા મળી શકે છે : શોના નજીકના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કપિલના શો માં સૌથી પહેલા મહેમાન તરીકે અક્ષય કુમાર હશે. અક્ષય તે પહેલા પણ શો માં ઘણી વખત ગેસ્ટ તરીકે જોવા મળી ચુક્યા છે. હજુ સુધી આ સમાચારની પુષ્ટિ નથી થઇ. પણ કહેવામાં આવી રહ્યું છે કે, કપિલના શો માં અક્ષય બેલ બોટમના પ્રમોશન માટે પહોંચશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular