બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeરસોઈકેમ ફુલી જાય છે રોટલીઓ? શું તમે ક્યારેય વિચાર્યું છે એવું? જાણો...

કેમ ફુલી જાય છે રોટલીઓ? શું તમે ક્યારેય વિચાર્યું છે એવું? જાણો તેની પાછળનું કારણ.


રોટલી તો દરરોજ બનાવો છો પણ શું તેના ફૂલવાનું કારણ જાણો છો? અહીં જાણો તેની સાથે જોડાયેલી રોચક વાતો.

બાલપણથી લઈને આજ સુધી તમે હંમેશા જોયું હશે કે ઘરમાં બનાવવામાં આવતી રોટલીઓ તવા ઉપર શેક્યા પછી જેવી ચુલા ઉપર રાખો છો કે તે ફટાફટ ફૂલી જાય છે. પણ તમે ક્યારેય એ વિચાર્યું નહિ હોય કે ખરેખર એવું કેમ થાય છે? વેલણથી ગોળ રોટલી બનાવ્યા પછી તે અચાનક તવા ઉપર ફૂલી કેમ જાય છે? આવો આપણે તેના વિષે જાણવાનો પ્રયત્ન કરીએ.

રોટલી ફૂલવાનું શું છે સાચું કારણ? કહેવામાં આવે છે કે રોટલી ફૂલાવવા પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી. ખાસ કરીને રોટલી ફૂલવાનું કારણ કાર્બન ડાયોક્સાઈડ ગેસ છે. જયારે આપણે લોટમાં પાણી મીકસ કરીને ગુંદીએ છીએ, ત્યારે તેમાં પ્રોટીનનું પડ બની જાય છે. તેના સુંવાળા પડને ગ્લુટેન કહેવામાં આવે છે. ગ્લુટેનની સૌથી વિશેષ વાત એ છે કે તે પોતાની અંદર કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે.

રોટલીની અદંર કયો ગેસ ભરાયેલો હોય છે? ગ્લુટેન યુક્ત આ લોટ બાંધ્યા પછી તે ફૂલે પણ છે. તેનું કારણ પણ કાર્બન ડાયોક્સાઈડ જ છે. એટલા માટે લોટને થોડી વાર એમજ રાખવામાં પણ આવે છે. જયારે રોટલીને શેકવામાં આવે છે, તે દરમિયાન ગ્લુટેન કાર્બન ડાયોક્સાઈડને બહાર જવાથી રોકે છે. તે આથી રોટલીની વચ્ચે ગેસ ભરાઈ જાય છે અને તે ફૂલી જાય છે. અને જે ભાગ તવા સાથે ચોટી રહે છે, તે સાઈડ પડ બની જાય છે.

ઘઉંના લોટમાં ગ્લુટેનનું વધુ પ્રમાણ : ખાસ કરીને ઘઉંના લોટમાં ગ્લુટેન વધુ પ્રમાણમાં હોય છે. એ કારણે જ ઘઉંની રોટલી સરળતાથી ફૂલી જાય છે. પણ જવ, બાજરી, મકાઈની રોટલી ઓછી ફૂલે છે. કેમ કે તેમાં આ પ્રકારે ગ્લુટેન નથી બની શકતો. હવે તો તમે સમજી ગયા હશો કે તમારી રોટલી કેમ ફૂલે છે?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular