શુક્રવાર, જુલાઇ 1, 2022
Homeરસોઈટમેટા ખરીદતા પહેલા વાંચો આ ટીપ્સ, તે સારા ટમેટા પસંદ કરવામાં કરશે...

ટમેટા ખરીદતા પહેલા વાંચો આ ટીપ્સ, તે સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ.


બજાર માંથી ટમેટા ખરીદવા જઈ રહ્યા છો તો પહેલા આ જરૂરી ટીપ્સ જરૂર વાંચી લો.

ટમેટા એવા શાકભાજી છે, જેના વગર ભારતીય ખાવાનું અધૂરું છે. ટમેટા વગર ન તો શાકનો સ્વાદ આવે છે અને ન તો દાળનો સ્વાદ આવે છે. ઘણી વખત ટમેટાના ભાવ વધી જાય તો લોકો તેનો ઉપયોગ ઓછો કરી દે છે, પણ ટમેટા વગર ખાવાના સ્વાદ સાથે સમાધાન વધુ દિવસો સુધી નથી કરી શકાતું. પણ તમે બનાવેલી વાનગીઓમાં ટમેટાની મદદથી સારો સ્વાદ આવે તેના માટે ઘણું જરૂરી છે કે, તમે બજાર માંથી સારા અને યોગ્ય ટમેટા ખરીદી લાવો.

સામાન્ય રીતે લોકો ટમેટા ખરીદતી વખતે તેના લાલ રંગ ઉપર જ ધ્યાન આપે છે, પણ ફક્ત લાલ રંગના ટમેટા જ સારા નથી હોતા. ટમેટામાં બીજી પણ ઘણી બાબતો હોય છે, જેની ઉપર ધ્યાન આપવું જરૂરી હોય છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે જયારે તમે ટમેટા ખરીદી રહ્યા હોવ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ટમેટાને દબાવીને જુવો :

જયારે પણ ટમેટા લો, તે જુવો કે તે કડક છે કે નહિ. કડક ટમેટા જલ્દી બગડતા નથી અને તેને સ્ટોર પણ કરી શકાય છે.

ટમેટાને થોડા દબાવીને જરૂર જુવો. જો તે સરળતાથી દબાઈ રહ્યા છે અને ઢીલા એવા લાગી રહ્યા છે તો તે ન ખરીદો. એવા ટમેટા અંદરથી સડેલા નીકળે છે.

ટમેટા જો થોડા પીળા અને લાલ છે તો તેને તમે ખરીદી શકો છો. જો કે તે કડક હોવા જોઈએ. ઘણી વખત પીળા ટમેટા પણ અંદરથી ઢીલા હોય છે.

લીલા ટમેટા ન ખરીદો :

ઘણી વખત શાક વાળા તમને એ વાત માટે મનાવી લે છે કે લીલા ટમેટા ખરીદી લો. પણ એવું ક્યારેય પણ ન કરો કેમ કે તે અંદરથી પાકા નથી હોતા.

લીલા ટમેટાને જો તમે ઘરગથ્થુ નુસખા અપનાવીને પકાવવા માગો છો તો તેમાં સમય પણ લાગશે અને તેનો સ્વાદ પણ સારો નહિ આવે.

ટમેટા આછા લીલા અને લાલ છે તો તે ખરીદી શકાય છે કેમ કે એવા ટમેટા બે ત્રણ દિવસ ઘરે પડ્યા પડ્યા જ પાકી જાય છે.

જલ્દી ખરાબ થઇ જાય છે આવા ટમેટા :

જયારે પણ ટમેટા ખરીદો તો પ્રયત્ન કરો કે વધુ દબાયેલા ટમેટા ન લો. તે અંદરથી ઢીલા હોય છે અને તેને સ્ટોર નથી કરી શકાતા.

જો કોઈ ટમેટાની ઉપરના ભાગમાં રહેલી દાંડી માંથી પાણી નીકળી રહ્યું છે તો તે ન ખરીદો. એવા ટમેટા પોતે તો જલ્દી સડી જાય છે સાથે સાથે તેને જો બીજા ટમેટા સાથે રાખવામાં આવે તો તે પણ સડી જાય છે.

જો કોઈ ટમેટા ઉપર સફેદ ફૂગ લાગેલી જોવા મળે તો તે ખરીદો નહિ. તેમજ ઘરે સ્ટોર કરેલા ટમેટામાં પણ ફૂગ લાગી જાય તો તેને તરફ જ ફેંકી દો. એવા ટમેટા ખાવામાં નુકશાનકારક હોય છે અને તેનો સ્વાદ પણ ખરાબ હોય છે.

ટમેટામાં જો કાળા ડાઘ છે કે પછી તેમાં કાણાં છે તો તે ન ખરીદો. એવા ટમેટામાં અંદર જીવાત હોઈ શકે છે કે પછી તે અંદરથી કાળા નીકળી શકે છે.

ન ખરીદો આ પ્રકારના ટમેટા :

સાઈઝમાં ઘણા મોટા ટમેટા ન ખરીદો. એવા ટમેટા આર્ટફીશીયલ ફાર્મિંગથી તૈયાર કરવામાં આવે છે. ન તો તેમાં સ્વાદ હોય છે અને ન તો તે આરોગ્ય માટે ફાયદાકારક હોય છે.

ક્યા ટમેટા હોય છે સારા?

બજારમાં ટમેટાની બે જાત આવે છે અને તેમાં પણ ઘણી વેરાયટી હોય છે.

(1) દેશી ટમેટામાં ભારતના પૂસા શીતળ, પૂસા-120, પૂસા રૂબી, પૂસા ગૌરવ, અર્કા રક્ષક, અર્કા સૌરભ અને સોનાલી વગેરે વેરાયટી આવે છે.

(2) અને હાઈબ્રીડ ટમેટામાં પૂસા હાઈબ્રીડ-1, પૂસા હાઈબ્રીડ-2, પૂસા હાઈબ્રીડ-4, રશ્મી અને અવિનાશ-2 વગેરે વેરાયટી આવે છે.

(3) ભારતમાં સૌથી વધુ દેશી ટમેટાની અર્કા રક્ષક વેરાયટીની ઉપજ થાય છે. આ ટમેટા આકારમાં ગોળ, મોટા, ઘાટા લાલ રંગ અને મીડીયમ સાઈઝના હોય છે અને કડક પણ હોય છે. ટમેટાની આ વેરાયટીને સૌથી સારી માનવામાં આવે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular