બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeરસોઈફ્રિજ વગર મહિનાઓ સુધી કોથમીરને સ્ટોર કરવાની સ્પેશિયલ ટ્રીક, જે તમને ખુબ...

ફ્રિજ વગર મહિનાઓ સુધી કોથમીરને સ્ટોર કરવાની સ્પેશિયલ ટ્રીક, જે તમને ખુબ ઉપયોગી થશે.


આ રીતે કોથમીરને લાંબા સમય સુધી સ્ટોર કરો એ પણ ફ્રીઝ વગર, જાણો તેના માટે શું કરવું?

આજે આપણે લીલા ધાણા જેને કોથમીર પણ કહેવામાં આવે છે તેને ફ્રિજ વગર સ્ટોર કરવાની ટ્રીક શીખીશું. તેનો ઉપયોગ રસોડામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આજની આ ટ્રીકથી તમે લાંબા સમય સુધી ધાણાને સ્ટોર કરીને રાખી શકો છો.

આજે આપણે કોથમીરને ડ્રાય કરીને એટલે કે સુકવીને સ્ટોર કરવાની રીત શીખીશું. તેનાથી તમે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશો અને તેની સુગંધ પણ જળવાયેલી રહેશે. તેના માટે તમારે તેને ખાસ રીતે ધોવા પડશે, ખાસ રીતે તોડવા પડશે અને ખાસ રીતે સૂકવવા પડશે. તો ચાલો જાણીએ કે કોથમીરને સ્ટોર કરવા શું કરવાનું છે?

સૌથી પહેલા તમે એક પ્લાસ્ટિકના વાસણમાં કોથમીર રાખી દો અને તેમાં થોડા બરફના ટુકડા (1 આઈસ ટ્રે) અને પાણી નાખો. પાણી ઠંડુ હોય તો બરફ નહીં નાખો તો ચાલશે. બરફ નાખવાથી કોથમીર ફ્રેશ રહે છે. હવે તેને સારી રીતે ધોઈ લો જેથી તેમાંથી બધી માટી નીકળી જાય. તમારે તેને બે ત્રણ પાણીથી ધોવાની છે.

પછી તમારે તેનો મૂળ વાળો ભાગ કાપીને અલગ કરી દેવાનો છે. પણ તેમાં એક વાતનું ધ્યાન રહે કે મૂળ વાળા ભાગમાં જે નાના નાના કોથમીરના પાંદડા હોય છે તેને બીજા પાન સાથે સ્ટોર કરવાના છે. કારણ કે તેમાં સ્મેલ વધારે હોય છે.

હવે તેને એક સ્વચ્છ કપડાં પર પાથરીને તે કપડાંની મદદથી જ સારી રીતે સુકવી દેવાના છે. હવે તમારે કોથમીરને ઝીણી સમારી લેવાની છે.

પછી બીજું એક સ્વચ્છ અને સૂકું કપડું લઈને તેના પર ઝીણી સમારેલી કોથમીર પાથરી દેવાની છે. તેને તમે ઘરમાં રૂમની અંદર, ટેબલ પર ક્યાંય પણ સુકવી શકો છો. ધ્યાન રહે કે તમારે તેને તડકામાં નથી સુકાવવાના છે. તે એક કે બે દિવસમાં સુકાઈ જશે.

બે દિવસ પછી તમે જોશો તો કોથમીર સુકાઈ ગઈ હશે. અને તે પીળી કે કાળી નહિ થઈ હોય, લીલીને લીલી જ હશે.

હવે તમે આ કોથમીરને સ્ટોર કરી દો. તમે તેને કોઈ પણ મીઠાઈના ડબ્બામાં રાખી શકો છો કે પછી ઝીપલોક થેલીમાં ભરી શકો છો. તમે ભલે તેને ફ્રીઝમાં રાખો કે બહાર તે ઘણા દિવસ સુધી સારી રહેશે.

પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને પેક કરતા પહેલા સારી રીતે સુકાવવાની છે. અને તેને છાંયડામાં જ સુકવવાની છે તડકામાં નહિ.

આ રીતે સ્ટોર કરેલી કોથમીરનો ઉપયોગ તમે દાળ, પાણીપુરી, ચટણી વેગેરે બનાવવામાં કરી શકો છો.

આ ટ્રીક અજમાવીને જુઓ તમને ઘણી ઉપયોગી સાબિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular