ગુરુવાર, ઓગસ્ટ 18, 2022
Homeરસોઈબજાર માંથી ભીંડા ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ બાબતો, તો તાજા અને...

બજાર માંથી ભીંડા ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ બાબતો, તો તાજા અને સ્વાદિષ્ટ ભીંડા ખાવા મળશે.


તાજા, સ્વાદિષ્ટ અને જીવાત વગરના ભીંડા ખરીદવા માંગો છો તો આ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.

ઉનાળાની ઋતુમાં ઘણા બધા શાકભાજી બજારમાં જોવા મળે છે. આ ઋતુમાં ભીંડા પણ ઘણા ઉગે છે. ભીંડાનું શાક લગભગ દરેક લોકોને પસંદ હોય છે. તેની સારી વાત તો એ છે કે, તેને કાપવા અને તેનું શાક બનાવવું પણ સરળ છે, અને તેમાંથી ઘણા પ્રકારની રેસિપીઓ પણ તૈયાર કરી શકાય છે. પણ શાક ટેસ્ટી બને તેના માટે જરૂરી છે કે ભીંડાની ક્વોલેટી પણ સારી હોય.

એટલા માટે બજારમાં જયારે તમે ભીંડા ખરીદવા જાવ, તો એક એક ભીંડા વીણીને અને જોઈને જ ખરીદો. ભીંડાની અંદર જીવાત પણ હોઈ શકે છે. તેથી તમારા ખરીદેલા ભીંડા નકામા પણ જઈ શકે છે. એટલા માટે જયારે પણ ભીંડા ખરીદો કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખો.

ભીંડાની સાઈઝ જુવો :

મોટી સાઈઝના ભીંડા દેખાવમાં ઘણા સારા લાગે છે અને કાપવામાં પણ સરળ રહે છે, પણ એવા ભીંડાને આર્ટીફીશીયલ ફાર્મિંગ દ્વારા ઉગાડવામાં આવે છે. તમને આ પ્રકારના ભીંડા દરેક ઋતુમાં બજારમાં મળી જશે. પણ તેમાં સ્વાદ નહિ હોય. દેશી ભીંડા હંમેશા નાના આકારના હોય છે.

સીતાપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર વૈજ્ઞાનિક અને હેડ ડોક્ટર આનંદ સિંહ જણાવે છે, ભારતમાં ભીંડાની ઘણા પ્રકારની જાત છે. પણ સૌથી સારી જાત પૂસા એ-4 હોય છે. તે મધ્યમ આકારના હોય છે. તેનો રંગ ઘાટો હોય છે અને તે ઓછા ચિકાસ વાળા હોય છે. ભીંડાની આ જાત તમને ઉનાળામાં જ મળશે. તેનો સ્વાદ પણ ઘણો સારો હોય છે. એટલા માટે જો બજાર માંથી ભીંડા ખરીદવા જઈ રહ્યા છો, તો હમેશા નાના આકારના ભીંડા જ ખરીદો.

ભીંડાનો રંગ જુવો :

ભીંડાનો રંગ લીલો હોય છે એ વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ દેશી ભીંડા રૂવાંટી વાળા હોય છે. ભીંડાની રૂંવાટી અનુભવી શકાય છે. પણ જો ભીંડામાં સફેદ રૂંવાટી જોવા મળે તો તે ફૂગ હોય છે. એવા ભીંડા ક્યારેય પણ ન ખરીદો. અંદરથી તે સડેલા નીકળી શકે છે. સાથે જ આ પ્રકારના ભીંડા ખાવાથી તમારી તબિયત પણ ખરાબ થઇ શકે છે.

ભીંડાને દબાવીને જુવો :

ભીંડાનું કડક હોવું પણ તે નક્કી કરે છે કે તે સારા છે કે ખરાબ. મીડીયમ આકારના ભીંડા પસંદ કરો અને તેને દબાવીને જુવો. ઘણા લોકો ભીંડાના છેડા તોડીને અંદાઝ લગાવે છે કે તે કડક છે કે નહિ. પણ તે રીત યોગ્ય નથી. ઘણી વખત ભીંડા વચ્ચે મુલાયમ હોય છે. તેમજ ભીંડાની કિનારી તોડીને રાખવાથી તે ખરાબ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

કપાયેલા ફાટેલા ભીંડા ન ખરીદો :

ભીંડા જો કપાયેલા કે પછી તેમાં ઉપરનો ભાગ નથી તો એવા ભીંડા ન લો. આ પ્રકારના ભીંડામાં જીવાત હોઈ શકે છે. જો ભીંડામાં કાણાં છે કે પછી તે પાકી ગયેલા જોવા મળી રહ્યા છે તો એવા ભીંડા પણ અંદરથી ખરાબ નીકળી શકે છે. આવા ભીંડા ન લો.

જો બે ભીંડા એકબીજા સાથે જોડાયેલા છે કે પછી તે સાઈઝમાં ઘણા મોટા દેખાઈ રહ્યા છે તો એવા પ્રકારની ભીંડા ન લો. એવા ભીંડાના બીજ પણ મોટા હોય છે અને તે પેટમાં જઈને નુકશાન પહોંચાડી શકે છે. આ બીજ સરળતાથી પચતા પણ નથી અને પેટના દુઃખાવાનું કારણ બની શકે છે.

ભીંડા ખરીદવા સાથે જોડાયેલી આ જાણકારી જો તમને સારી લાગી હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો. હવે પછી જયારે તમે ભીંડા ખરીદવા જાવ તો ઉપર જણાવેલી ટિપ્સ જરૂર ધ્યાનમાં રાખો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular