લોખંડના વાસણમાં ભોજન સારું બને તેના માટે આ ખાસ ટીપ્સ ફોલો કરો, ભોજનનો સ્વાદ જીભ પર રહી જશે.
ભોજન બનાવવાની ઘણી રીતો છે અને તેના માટે આપણે ઘણા પ્રકારના વાસણનો ઉપયોગ કરીએ છીએ. રસોડામાં જો તમે યોગ્ય રીતે ખાવાનું બનાવો છો તો તે હેલ્દી પણ હોય છે અને તમને સ્વાસ્થ્યને લગતી તકલીફોથી દુર પણ રાખે છે. જ્યાં સુધી ખાવાનું બનાવવાના વાસણનો પ્રશ્ન છે, તો સૌથી પહેલા માટીના વાસણ અને લોખંડના વાસણમાં ખાવાનું બનાવવું સૌથી સારું માનવામાં આવે છે. પણ તેને લઈને એ પ્રશ્ન ઉભો થાય છે કે, તેમાં તમે કઈ રીતે ખાવાનું બનાવી શકો છો કે જેથી તેનો સ્વાદ બગડે નહીં?
લોખંડના વાસણની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકોને લાગે છે કે તેમાં ખાવાનું બનાવવાથી ખાવાનું કાળું પડી જાય છે અને ખાવાનું બળી જાય છે, પણ એવું નથી. લોખંડના વાસણમાં ખાવાનું બનાવવાથી શરીરમાં રહેલી આયરનની અછતને પણ દુર કરી શકાય છે અને તે આરોગ્ય માટે સારું રહે છે.
ચર્ચિત શૈફ સંજીવ કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લોખંડના વાસણમાં ખાવાનું બનાવવાને લઈને કેટલાક નિયમ જણાવ્યા છે. આવો તેના વિષે જાણીએ.
લોખંડની કડાઈ કે તવાને હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે, પણ તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે લોખંડના વાસણમાં ખાવાનું બનાવવા માટે થોડા વિશેષ નિયમ પણ હોય છે
(1) લોખંડની કડાઈમાં ખાવાનું બનાવવા માટે કેટલાક વિશેષ નિયમ :
લોખંડની કડાઈમાં ઘણા પ્રકારના શાક બનાવવામાં આવે છે અને તેને હેલ્દી ઓપ્શન માનવામાં આવે છે. પણ જોવામાં આવે તો તેમાં પણ કેટલાક પ્રકારના શાક ન બનાવવા જોઈએ. શૈફ સંજીવ કપૂર મુજબ લોખંડની કડાઈમાં ખાવાનું બનાવતી વખતે આ બે કામ ન કરવા જોઈએ.
લીંબુ કે ખટાશ શાકમાં ન નાખવા જોઈએ : જો તમે શાકમાં ખટાશ નાખશો તો તે આયરન સાથે રીએક્ટ કરશે અને એસીડીક થઇ શકે છે. તેથી લોખંડની કડાઈને લીધે વાનગીમાં મેટાલીક ટેસ્ટ આવી જશે.
લોખંડની કડાઈમાં ક્યારે પણ ન મૂકી રાખવું જોઈએ ખાવાનું : જો તમે લોખંડની કડાઈમાં જમવાનું બનાવી રહ્યા છો તો તે ઘણું જરૂરી છે કે તમે તેમાં ક્યારે પણ વધુ સમય માટે તેને રહેવા ન દેશો. તેનાથી ખાવાનું કાળું પડી જશે અને તમને તેનાથી વધુ તકલીફ થશે.
જો લોખંડના તવામાં બનાવી રહ્યા છો ખાવાનું તો આ ધ્યાન રાખો : જો તમે લોખંડના તવા ઉપર ખાવાનું બનાવી રહ્યા છો અને ઢોંસા કે ચીલી જેવી કોઈ વસ્તુ બનાવી રહ્યા છો, તો તે જરૂરી છે કે તમે તવાને સીઝન કરી દો. એટલે તવામાં થોડું તેલ હોવું જોઈએ. તવાને સીઝન કરવાની રીત પણ અલગ હોય છે.
અડધી કાપેલી ડુંગળી અથવા મસલીનના કપડાને તેલમાં પલાળીને તવા ઉપર સારી રીતે ફેલાવી લો અને ત્યાર પછી તમે તમારા તવાને ગેસ ઉપર સારી રીતે ગરમ કરી લો. તેને ત્યાં સુધી ગરમ કરવાનો છે જ્યાં સુધી તેમાંથી ધુમાડા ન નીકળવા લાગે. એમ કરવા પર તમારો તવો સીજન થઇ જશે અને હવે તમે તવા ઉપર ઢોંસા અને ચીલી જેવી વસ્તુ બનાવી શકો છો. તેનાથી ખાવાનું તમારા તવા ઉપર ચોંટશે નહિ.
લોખંડના વાસણમાં ક્યારેય નહિ બનાવવું જોઈએ આ ભોજન : લોખંડના વાસણમાં અમુક ખાસ પ્રકારનું ખાવાનું ન બનાવવું જોઈએ જેનાથી તમને તકલીફ થઇ શકે છે.
સેટ્રીક અને એસીડીક ફૂડસ જેવા કે ખટાશવાળું અને લીંબુવાળું
દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ વાળું ખાવાનું
માછલીને લોખંડના વાસણમાં ન પકાવવી જોઈએ
ગળ્યું ખાવાનું ક્યારે પણ લોખંડના વાસણમાં ન બનાવવું જોઈએ.
આ બધી ટીપ્સ જો તમે ધ્યાનમાં રાખશો તો લોખંડના વાસણમાં પણ તમે સારી રીતે ખાવાનું બનાવી શકશો અને સાથે સાથે તમારુ આરોગ્યનેપણ સારું રાખી શકશો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.