શ્રાવણ સ્પેશીયલ : આ 3 સરળ રેસિપીઓ માંથી કોઈ પણ એક બનાવીને શિવજીને ધરાવો અને પછી પારણા કરો.
શ્રાવણ માસ બધા મહિનાઓમાંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આખા મહિનામાં લોકો ખુબ જ શ્રદ્ધા ભાવથી શિવ પૂજા કરે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારના દિવસે લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે વ્રત અને પૂજા કરે છે. સામાન્ય રીતે લોકો વ્રત ખોલતી વખતે કાંઈક ગળ્યું બનાવીને તેનો ભોગ શિવજીને ધરાવે છે અને તે પ્રસાદ ખાઈને વ્રતના પારણા કરે છે.
શ્રાવણ માસના સોમવારના વ્રતમાં વ્રતના પારણા વખતે એક અનાજમાંથી બનેલી કોઈ મીઠી ડીશ ખાઈ શકાય છે. જો તમે પણ શ્રાવણ માસના સોમવારના વ્રત માટે કોઈ નવી ડીશની રેસિપી ટ્રાઈ કરવા માંગો છો તો આ લેખમાં 3 ટેસ્ટી સ્વીટ ડીશોની રેસિપી જાણો.
મિલ્ક કેકના પરોઠા :
જરૂરી સામગ્રી :
મિલ્ક કેક – 7-8, પીસ્તા – 2 મોટી ચમચી, કાજુ – 10-15 પીસ, બદામ -15-20, સુકી દ્રાક્ષ – થોડી, મલાઈ – જરૂરમુજબ, ચાળેલો લોટ – 1 કપ, ઘી કે માખણ -જરૂર મુજબ
બનાવવાની રીત :
સૌથી પહેલા મિલ્ક કેકને મેશ કરી લો. ડ્રાઈ ફ્રુટ્સને રોસ્ટ કરીને મેશ કરી લો.
હવે તે પ્લેટમાં થોડી સુકી દ્રાક્ષ અને મિલ્ક કેકને પણ મેશ કરીને ભેળવી લો.
હવે લોટની નાની નાની લુઈઓ બનાવીને તેમાં મિલ્ક કેકની ફીલિંગ કરો.
તેને પરોઠાના આકારમાં વણી લો અને ગેસ પર તવો રાખીને ગરમ કરો.
ગરમ તવા ઉપર પરોઠા નાખો અને ઘી નાખીને બંને તરફથી બ્રાઉન થવા સુધી શેકી લો.
મિલ્ક કેકના પરોઠા તૈયાર છે તેને દહીં સાથે ખાવ અને તેના સ્વાદનો આનંદ ઉઠાવો.
માલપૂઆ :
જરૂરી સામગ્રી :
ઘઉંનો લોટ – 1 કપ, ઈલાયચી વાટેલી – 3-4, નારીયેળની છીણ – 1 મોટી ચમચી, ખાંડ – ½ કપ, દૂધ – 3 મોટી ચમચી
બનાવવાની રીત :
માલપૂઆ બનાવવા માટે સૌથી પહેલા દૂધમાં ખાંડ નાખીને એક કલાક માટે રહેવા દો.
ત્યાં સુધી એક વાસણમાં ચાળેલો લોટ, ઈલાયચી અને નારીયેલની છીણ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
જયારે દૂધમાં ખાંડ ઓગળી જાય, તો ખાંડ-દૂધના મિશ્રણને લોટના મિશ્રણમાં નાખીને તેને ચમચીથી હલાવીને મિક્સ કરો.
તે મિશ્રણને ન તો વધુ ઘટ્ટ બનાવો અને ન તો વધુ પાતળું.
જો પેસ્ટ સારી રીતે ન બની હોય તો તેમાં થોડું પાણી નાખીને હલાવી લો.
હવે એક કડાઈમાં ઘી નાખીને, તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો.
ઘી ગરમ થઇ ગયા પછી ગેસ ધીમો કરો.
એક મોટી ચમચીમાં લોટની પેસ્ટ લઈને તેને ગોળ પૂરીના આકારમાં ફેરવતા ફેરવતા ઘી માં નાખો અને પુઆ ફ્રાઈ કરો.
માલપુઆ બંને તરફથી ફેરવીને લાલ થવા સુધી શેકો.
તેને પ્લેટમાં કાઢી લો અને તેના સ્વાદનો આનંદ ઉઠાવો.
સોજીના લાડુ :
સોજી – 1 કપ, ખાંડનું બૂરું – 1 કપ, માવો – 1 કપ, ઘી – ½ કપ, કાજુ – 15-20, ઈલાયચી – 4
બનાવવાની રીત :
સોજીના લાડુ બનાવવા માટે કડાઈ ગરમ કરો અને તેમાં અડધાથી વધુ ઘી નાખો.
ઘી ઓગળી ગયા પછી સોજી નાખીને સતત હલાવીને ધીમા તાપ ઉપર આછી બ્રાઉન થવા સુધી શેકો.
શેકેલી સોજીને કોઈ પણ પ્લેટમાં કાઢીને ઠંડી કરી લો.
માવાને કડાઈમાં નાખો અને તેને પણ સતત હલાવીને ધીમા તાપ ઉપર આછો બ્રાઉન થવા સુધી શેકો.
માવાને પણ સોજી વાળી પ્લેટમાં કાઢીને થોડો ઠંડો થવા દો.
એક કાજુના 5 થી 6 ટુકડા કરતા બધા કાજુ કાપીને સોજી-માવામાં મિક્સ કરી દો.
તેમાં ખાંડનું બૂરું અને ઈલાયચી પાવડર નાખીને બધાને સારી રીતે મિક્સ કરી લો.
મિશ્રણ માંથી એક મુઠી ભરીને મિશ્રણ કાઢી લો અને બંને હાથથી દબાવીને તેને ગોળ આકાર આપી દો.
તમે તમારી પસંદના નાની કે મોટી સાઈઝના લાડુ બનાવી લો અને તેના સ્વાદનો આનંદ ઉઠાવો.
ઉપર જણાવેલી કોઈ પણ વાનગીની સરળ રેસિપીથી તમે ટેસ્ટી ડીશ બનાવી શકો છો અને શ્રાવણ માસના વ્રત ખોલતી વખતે તેના સ્વાદનો આનંદ ઉઠાવી શકો છો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.