જાણો ભારતીય ક્રિકેટ ટીમના તે કેપ્ટન વિષે જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે ટ્રોફીનું નામ, તેમણે બનાવ્યા છે આ મોટા રેકોર્ડ.
ક્રિકેટ ની દુનિયા માં એવા ઘણા બેટ્સમેન થઇ ગયા કે જેઓ બેટિંગ કરવા આવે એટલે રન નો ઢગલો થતો અને બોલર્સ માં દહેશત રહેતી, સર ડોન બ્રેડમેન થી લઈને આપણા વીરુ સુધી આ બધા બેટ્સમેનોએ પોતાની ધાકરાખી હતી બોલર્સ ના મનમાં પણ કેટલાંક એવા વિરલા પણ થઇ ગયા કે જેઓ ક્રીઝ પર આવે એટલે વિરોધી ટીમો એ જોઈને જ ચિત્કાર કરતી કે આ લોકો એટલું ધૈર્ય, ધ્યાન અને રન બનાવવાની ભુખ ક્યાંથી લાવે છે?
આ લીસ્ટ માં રાહુલ દ્રવીડ પેહલા વિજય હજારે નું નામ ટોચ પર આવે છે આઝાદ ભારત ના પહેલા કેપ્ટન જેને ભારતીય ટીમ ની સુકાની ૧૪ ટેસ્ટ મેચ માં કરી હતી. ૧૯૫૧ થી ૧૯૫૩ સુધીના સમયગાળામાં ભારતને પેહલી ટેસ્ટ વિજય પણ વિજય હજારે એ જ અપાવી હતી. આ જીત એટલા માટે ખાસ હતી કેમ કે આપને અંગ્રેજોને એના જ ખેલમાં હરાવ્યા હતા.ભારતે એ ટેસ્ટ ૧ દાવ અને ૮ રનો થી જીતી હતી અને તે જ દિવસે સંજોગોવશ બ્રિટેન ના રાજા જોર્જ ૬ઠા નું મૃત્યુ પણ થયું હતું.
મહારાષ્ટ્રમાં સાંગલીમાં ૧૧ માર્ચ ૧૯૧૫ ના રોજ જન્મેલા વિજય એક શિક્ષક ના ૮ સંતાન પૈકી એક હતા. પોતાની કારકિર્દી માં ૩૦ ટેસ્ટ મેચ ૪૭.૬૫ ની અવેરેજ થી ૨૧૯૨ રન બનાવ્યા પણ રોચક વાત એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતા વધુ સફળતા તેમને ઘરેલું ક્રિકેટ માં મળી. સુનીલ ગાવસ્કર,સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ અને વસીમ જાફર પછી ઘરેલું ક્રિકેટ માં સૌથી વધુ રન વિજય હજારે ના છે.
૫૮.૩૮ ની એવરેજ સાથે ૧૮૭૪૦ રન જેમાં ૧૦ બેવડી સદી નો સમાવેશ થાય છે અને આમાંની ૬ બેવડી સદી તો ત્યારે લગાવી જયારે દુનિયા વિશ્વયુદ્ધ માં મગન હતી.એ સમયે ભારત એકમાત્ર જ દેશ હતો જ્યાં ઘરેલું ક્રિકેટ રમવાની પરવાનગી હતી. રણજી ટ્રોફી ના ઇતિહાસ માં પહેલીવાર કોઈએ તેવડી સદી મારી હતી તો તે વિજય હજારે હતા. મહારાષ્ટ્ર તરફ થી રમીને વડોદરા રાજ્ય સામે ૩૧૬ રન બનાવ્યા હતા.
ભારતીય ઘરેલું ક્રિકેટ માં આ ખેલાડી નું મહત્વ નું યોગદાન હોવાથી વર્ષ ૨૦૦૨-૦૩ માં વિજય હજારે ટ્રોફી ની શરૂવાત કરવામાં આવી. આ શ્રેણી ને રણજી ટ્રોફીનું વન ડે ફોરમેટ પણ કહે છે , રણજી ટ્રોફી પૂરી થયા પછી વિજય હજારે ટ્રોફી રમાડવામાં આવે છે અને રણજી ટ્રોફી ની બધી ટીમ આ સીરીઝ માં ભાગ લે છે.
રણજી ટ્રોફી ની ૨૭ ટીમો ને ૫ વિભાગો માં વહેંચવામાં આવી છે. જેમાં કેન્દ્રીય, પૂર્વ,ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિભાગ સામેલ છે. તમિલનાડુએ વિજય હજારે ટ્રોફી ૫ વાર જીતી અને પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ માં પસંદગી માટે ખેલાડીઓ રણજી ટ્રોફી સાથે વિજય હજારે ટ્રોફી માં પણ તનતોડ મેહનત કરે છે કારણ કે સિલેક્ટેર ની નજર આ શૃંખલાના પ્રદર્શન પર હોય છે.
હજારે ના થોડા ગજ્જબ રેકોર્ડ્:
ઘરેલું ક્રિકેટ માં તેવડી સદી ફટકારનાર પહેલો ખેલાડી, તેવડી સદી પણ એક નહી પણ બે વાર. ૩૧૬ અને ૩૦૯ રન ની.
પહેલો ભારતીય બેટ્સમેન જેને ટેસ્ટ મેચ ના બેય દાવ માં સદી મારી હોય. વરસ ૧૯૪૭-૪૮ ઓસ્ટ્રેલિયા ના એડીલેડ ખાતે ૧૧૬ અને ૧૪૫ રન.
ટેસ્ટ મેચ ના બંને દાવ માં શૂન્ય પર આઉટ થનાર પહેલો ભારતીય ખેલાડી પણ વિજય હજારે જ હતો.
ત્રણ ટેસ્ટ માં ત્રણ સદી મારનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ વિજય હજારે.
ઘરેલું ક્રિકેટ માં ૫૦ સદી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી.
આ માહિતી ધી લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.