ક્રિકેટ એક એવી રમત છે જેમાં લગભગ દરેક ભારતીયને રસ હોય છે. શેરી શેરીમાં તે રમવામાં આવે છે. નાના,મોટા અને મહિલાઓ દરેક તે રમે છે. તેવામાં આજે અમે તમને એક એવી ક્રિકેટ મેચ દેખાડવા જઈ રહ્યા છીએ જે તમે આજ પહેલા ક્યારે પણ નહી જોઈ હોય. આમ તો શુક્રવારે વારાણસીમાં રાજશ્રી રાજીત પ્રસાદ યાદવ મેમોરીયલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેચ કાશીના સીગરા સ્ટેડીયમમાં પહેલી વખત થઇ રહી હતી. આ મેચમાં પૂર્વાંચલના ઘણા ક્રિકેટ પ્રેમી દીવ્યંગોએ ભાગ લીધો. આ દીવ્યંગોએ વ્હીલચેર ઉપર બેઠા હોવા છતાં પણ ક્રિકેટ મેચને રસપ્રદ બનાવી દીધી. કોઈએ વ્હીલચેરમાં જ સુંદર બોલ સ્પીન કર્યા તો કોઈ તે વ્હીલચેર ઉપર બેઠા બેઠા ચોક્કા-છક્કા લગાવતા જોવા મળ્યા.
દીવ્યંગો દ્વારા એકથી એક ચડિયાતા શોટ્સ જોઈ ત્યાં હાજર રહેલા દર્શકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા. આ દીવ્યાંગોએ વ્હીલચેર ઉપર ક્રિકેટની અનીખી મેચ રમતા જોવા સ્ટેડીયમમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થવા લાગ્યા હતા. નવાઈની વાત એ હતી કે બેટ માંથી શોટ માર્યા પછી આ દિવ્યાંગ વ્હીલચેર ઉપર જ સિંગલ અને ડબલ દોડ કરી રન લઇ રહ્યા હતા.
આ મેચ 16-16 ઓવરની રાખવામાં આવી હતી. પહેલા સંભવ પૈરા સ્પોર્ટ્સ એકેડમી અને કિંગ ઓફ મિર્જાપુર ટીમોનો સામનો થયો. આ મેચ ઉત્તર પ્રદેશ દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા રાખવામાં આવી હતી. તેના માધ્યમથી દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સોસાયટી એ સંદેશ આપવા માંગતા હતા કે જો તમારુ મન મજબુત હોય તો કાંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે.
કેન્દ્રીય દીવ્યાગજન સલાહકાર બોર્ડ ડો. ઉત્તમ ઓઝાના જણાવ્યા મુજબ હાલ આ પ્રતિયોગીતા જીલ્લા કક્ષાએ થઇ રહી છે, આગળ જતા તેને રાજ્ય અને અખિલ ભારતીય કક્ષાએ રાખીને ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. તેનાથી દીવ્યંગોનું મન મજબુત બનશે. તેને ફિલ્ડમાં ઉતારી દુનિયાને એ દેખાડવાની તક મળશે કે અમે પણ કોઈનાથી પાછળ નથી.
આ ક્રિકેટ મેચમાં કેટલાક દિવ્યાંગ એવા પણ છે જે ઓલમ્પિક માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો તેનું સિલેકશન થાય છે તો તે ચોક્કસ દુનિયા સામે નવું ઉદાહરણ પૂરું પાડશે. આમ તો જયારે લોકો દીવ્યાંગોને ઉત્સાહ સાથે ક્રિકેટ મેચ રમતા જુવે છે તો તેમને વિશ્વાસ નથી થતી કે આ લોકો દિવ્યાંગ છે.
બનારસના દવાના વેપારી સંતોષ પાંડેય પણ આ ક્રિકેટ મેચનો ભાગ છે. તેની સ્પાઈનલમાં તકલીફ છે. પરંતુ જયારે તે મેદાનમાં કેપ્ટન બનીને ઉતરે છે તો તેની હિંમત અને ઉત્સાહ જોરદાર હોય છે. તે નીડરતા સાથે ક્રિકેટ રમે છે. તે કહે છે કે જો તમે પડવાથી ડરશો તો જરૂર પડી જશો. આમ પણ રમતમાં પડવા ઉભા થવાનું તો ચાલતું જ રહે છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.